Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ શિક્ષણ વિભાગમાં મોટો ધડાકો:શિક્ષકોને શિસ્તના પાઠ ભણાવતા DPEO ગાયત્રીબેન પટેલ ₹2.78 કરોડના કૌભાંડમાં ફરાર, સાધનો ખરીદ્યા વિના બનાવટી બિલો બનાવ્યા

    13 hours ago

    પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ગાયત્રીબેન પટેલનું નામ ₹2.78 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કેસમાં સત્તાવાર રીતે સામે આવતા રાજ્યના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શિક્ષકોને શિસ્ત અને નિદાન અંગે સલાહ આપતા અધિકારીનું જ કૌભાંડમાં નામ ઊછળતાં તેમની ચેમ્બરને તાળાં લાગી ગયાં છે. બનાવ અંગે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે ફરાર DPEO સહિતના આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. બનાવટી બિલો બનાવી ₹2.78 કરોડની ગેરરીતિ સમગ્ર કૌભાંડનો ખુલાસો 30 એપ્રિલે પંચમહાલ જિલ્લા સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કચેરીમાં થયો હતો. વર્ષ 2024-25 અને 2025-26 માટે વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં ભૌતિક સાધનોની ખરીદીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કાયદેસરની કોઈ પ્રક્રિયા વગર જ બનાવટી બિલો બનાવીને જે.એસ. કોમ્પ્યુટર (ગોધરા), શ્રીરામ એન્ટરપ્રાઇઝ (રાજકોટ), વૈદિક એન્ટરપ્રાઇઝ (રાજકોટ) અને અક્ષર સેફટી પ્રોડક્ટ્સ (રાજકોટ) જેવી ખાનગી એજન્સીઓના ખાતામાં કુલ ₹2,78,57,218 ટ્રાન્સફર કરી દેવાયા હતા. સરકારી શાળાઓને એક પણ સાધન આપ્યા વિના જ આ રકમ હડપ કરી લેવાઈ હતી. શિક્ષકોને શિસ્ત અને નીતિ-નિયમોનું પાલન કરવાની સલાહ આપતા હતા પંચમહાલ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) તરીકે ફરજ બજાવતા ગાયત્રીબેન પટેલ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે. ઓક્ટોબર 2022માં અરવલ્લી જિલ્લા ખાતેથી બદલી પામીને તેમણે પંચમહાલ જિલ્લામાં DPEO તરીકેનો પદભાર સંભાળ્યો હતો. શિક્ષણ વિભાગમાં ઉચ્ચ વહીવટી હોદ્દો ધરાવતા અને શિક્ષકોને શિસ્ત તેમજ નીતિ-નિયમોનું પાલન કરવાની સલાહ આપતા આ જ અધિકારીનું નામ તાજેતરમાં સામે આવેલા ₹2.78 કરોડથી વધુના ચર્ચિત સરકારી નાણાંની ઉચાપત કેસમાં સત્તાવાર રીતે ખુલ્લું પડતાં મોટો વિવાદ સર્જાયો છે. કૌભાંડમાં ભૂમિકા સ્પષ્ટ થતાં અને કાયદેસરની પોલીસ કાર્યવાહી શરૂ થતાં જ તેઓ કચેરી છોડીને ફરાર થઈ ગયા છે, જેને પગલે હાલ તેમની ચેમ્બરને તાળાં મારી દેવામાં આવ્યા છે. 3 આરોપી જેલમાં, એજન્સી માલિકોના જામીન ના મંજૂર આ કેસમાં કુલ 8 આરોપીઓની સંડોવણી બહાર આવી છે. જેમાં કૌભાંડના મુખ્ય સૂત્રધાર તત્કાલીન હિસાબી અધિકારી પૂજનકુમાર રમેશચંદ્ર જોશી અને મદદનીશ કો-ઓર્ડિનેટર નીતિશ જયંતિલાલ પટેલ સહિત 3 આરોપીઓ હાલ જેલમાં બંધ છે. બીજી તરફ, કૌભાંડમાં સામેલ ખાનગી એજન્સીઓના માલિકો કાજલબેન વિજયભાઈ, મહેશ મૂળશંકર ભટ્ટ, પ્રશાંત મહેશભાઈ ભટ્ટ અને સ્વાતિ પ્રશાંત ભટ્ટે મૂકેલી આગોતરા જામીન અરજીને સેશન કોર્ટે ફગાવી દીધી છે. ફરાર DPEO સહિત 5 આરોપીઓની શોધખોળ શરુ તપાસ દરમિયાન DPEO ગાયત્રીબેન પટેલની ભૂમિકા સ્પષ્ટ થતાં જ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હાલ કચેરીએથી ગાયબ અને ફરાર થઈ ગયેલા ગાયત્રીબેન પટેલ તેમજ અન્ય બાકી રહેતા 5 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે. આ પણ વાંચો પંચમહાલમાં સમગ્ર શિક્ષા અભિયાનના 2.79 કરોડની ઉચાપતના કેસમાં તપાસ તેજ:પોલીસે બંને આરોપીઓને સાથે રાખી કચેરીમાંથી કમ્પ્યુટર અને દસ્તાવેજો જપ્ત કર્યા એપ્રિલ 2026માં પંચમહાલ જિલ્લાના સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં ₹2.79 કરોડના કૌભાંડ મામલે પોલીસ તપાસ વધુ તેજ બનાવી હતી. આ ઉચાપતમાં સંડોવાયેલા બે કરાર આધારિત કર્મચારીઓ પૂજન જોશી અને નીતિન પટેલની પોલીસે ધરપકડ કરી હતી. (સંપૂર્ણ અહેવાલ વાંચવા ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 4 જગ્યાએ ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો:3 મહિલાઓ સહિત 24 લોકોને ઝડપ્યા, કુલ 1.34 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    નવસારીના મરોલીમાં ખુલ્લી જીપ પર યુવાનોના જોખમી સ્ટંટ:કાર્ટૂન માસ્ક પહેરી બોનેટ અને છત પર બેસી ડાન્સ કરતો વીડિયો વાયરલ; રીલ્સ બનાવવા કાયદાના ધજાગરા ઉડાડ્યાં;વાહનચાલકો માટે ખતરો ઊભો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment