Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની શાળામાં DOKRA રનિંગ ક્લબનો કાર્યક્રમ:કરણ બ્રહ્મભટ્ટે સ્વાસ્થ્ય અને વૃક્ષારોપણનો સંદેશ આપ્યો

    20 hours ago

    પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં DOKRA રનિંગ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ, નિયમિત રનિંગનું મહત્વ અને પર્યાવરણ સંરક્ષણ અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ 'ફિટ ભારત–સ્વસ્થ ભારત'ના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં DOKRA રનિંગ ક્લબના સ્થાપક કરણ બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. તેમણે જણાવ્યું કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ પોતાના માતા-પિતા સાથે દોડવું જોઈએ. નિયમિત દોડવાથી શરીર તંદુરસ્ત રહે છે, માનસિક તણાવ ઘટે છે, સારી ઊંઘ આવે છે અને દવાઓ પરની નિર્ભરતા પણ ઓછી થઈ શકે છે. તેઓ ભારતના નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા દેશના વિવિધ રાજ્યોમાં નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. કરણભાઈ બ્રહ્મભટ્ટે પોતાના જીવનપ્રસંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે બાળપણમાં માતા-પિતાનું ગંભીર બીમારીના કારણે અવસાન થતાં તેમણે સ્વસ્થ સમાજના નિર્માણનો સંકલ્પ કર્યો હતો. આ ભાવનાથી તેમણે 40 વર્ષની ઉંમરે નોકરીમાંથી નિવૃત્તિ લઈને સ્વાસ્થ્ય, ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓ ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં લોકોને નિયમિત રનિંગ માટે પ્રેરિત કરી રહ્યા છે. પાટણ ખાતે પણ તેઓ દરરોજ સવારે 5:00 વાગ્યે જીમખાના ખાતે નિઃશુલ્ક રનિંગ દ્વારા લોકોને સ્વસ્થ જીવન તરફ પ્રેરિત કરે છે. આ કાર્યક્રમ શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિયેશનના મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાલય પરિવાર દ્વારા કરણભાઈ બ્રહ્મભટ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને દરેક વિદ્યાર્થીને જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો હતો, જે સ્વસ્થ સમાજ, ફિટ યુવા અને હરિયાળા પર્યાવરણના સમન્વયનો સંદેશ આપે છે.
    Click here to Read More
    Previous Article
    વસ્ત્રાપુરમાં મેયર હિતેશ બારોટે પુસ્તક પરબનું ઉદ્ઘાટન કર્યું:હાયર ઘેન હોપ ફાઉન્ડેશન દ્વારા માતૃભાષા પ્રચારનો પ્રયાસ
    Next Article
    દારૂના નશામાં AMTSનો ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો, રિવરફ્રન્ટમાં બસ ઘુસાડી:એલીસબ્રીજ બ્રિજ નીચે ડિવાઇડરને ટક્કર મારી, પોલીસે પૂછતા કોઈ ભાન જ નહોતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment