Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DMKનો મેનિફેસ્ટો જાહેર, મહિલાઓને ₹8000ની કૂપન આપશે:તેનાથી ટીવી-ફ્રિજ ખરીદી શકશે; પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે 173 પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની બદલી

    9 hours ago

    તમિલનાડુના CM એમકે સ્ટાલિને વિધાનસભા ચૂંટણી માટે DMKએ મેનિફેસ્ટો જાહેર કર્યો. તેમાં આવકવેરાના દાયરાની બહારના પરિવારોની મહિલા વડાને 8 હજાર રૂપિયાનું 'ઇલ્લથરસી' કૂપન આપવાનું વચન આપવામાં આવ્યું છે. તે કૂપનથી તેઓ ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવા ઘરેલુ ઇલેક્ટ્રોનિક સામાન ખરીદી કે બદલી શકશે. આ ઉપરાંત, મેનિફેસ્ટોમાં મહિલાઓની માસિક સહાય 1000 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરવા અને સ્વાસ્થ્ય વીમાની મર્યાદા 10 લાખ રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ તરફ, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના 173 પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની બદલી કરી દીધી. તેમાં કોલકાતા પોલીસના 31 પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. સૌથી મહત્વપૂર્ણ ફેરફાર CM મમતા બેનર્જીની બેઠક ભવાનીપુર અને હાઈ-પ્રોફાઈલ બેઠક નંદીગ્રામમાં થયો. ભવાનીપુરની કમાન હવે STFના સૌમિત્ર બસુને સોંપવામાં આવી છે. પોલીસની સાથે-સાથે પંચે વહીવટી અધિકારીઓની પણ બદલી કરી છે. 18 જિલ્લાના 97 બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) અને સહાયક રિટર્નિંગ અધિકારીઓનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. બંગાળની 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થવાનું છે. પરિણામો અન્ય 4 રાજ્યો સાથે 4 મેના રોજ આવશે. ચોથી સપ્લીમેન્ટરી મતદાર યાદી પણ જાહેર બંગાળમાં SIR નિર્ણયો પછી, ચૂંટણી પંચ (EC) એ રવિવારે ચોથી સપ્લીમેન્ટરી મતદાર યાદી જાહેર કરી છે. જોકે, EC દ્વારા દૂર કરાયેલા અથવા સમાવિષ્ટ નામોની કુલ સંખ્યા વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. 28 ફેબ્રુઆરીએ પ્રકાશિત થયેલી અંતિમ યાદીમાં લગભગ 60 લાખ નામોને નિર્ણય હેઠળના તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આ પછી, 705 ન્યાયિક અધિકારીઓને એ નક્કી કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા કે આ નામોને મતદાર યાદીમાં રાખવામાં આવશે કે દૂર કરવામાં આવશે. આજથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે અભિનેતા વિજય અભિનેતામાંથી નેતા બનેલા ટીવીકે ચીફ વિજયે રવિવારે તમિલનાડુની તમામ 234 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી. તેઓ પોતે ચેન્નઈની પીરંબુર બેઠક અને ત્રિચી (પૂર્વ) પરથી નોમિનેશન કરશે. પીરંબુર બેઠક ડીએમકેનો ગઢ છે. વિજયે કહ્યું કે આ 'પેઢીની ચૂંટણી' છે. તેણે નશામુક્ત તમિલનાડુ, ગેરંટી વિના 20 લાખ રૂપિયા સુધીની વિદ્યાર્થી લોન અને બેરોજગાર સ્નાતકોને માસિક ભથ્થા જેવા વચનો આપ્યા છે. વિજય આજથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    Saina Nehwal opens up about her journey, recovery, and diet: ‘I used to have desi khaana with ghee, milk…’
    Next Article
    The Twelve Moon Walkers: Humanity's First Footsteps Beyond Earth

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment