Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં મોડી રાત સુધી DJ વગાડનારા સામે કાર્યવાહી:પોલીસે સંચાલક-આયોજક સામે ગુનો નોંધી રૂ. 93,700નો મુદ્દામાલ જપ્ત કર્યો

    9 hours ago

    નવસારી ટાઉન પોલીસે મોડી રાત સુધી કાનફાડુ અવાજમાં ડીજે વગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરીને ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા બદલ પોલીસે ડીજે સંચાલક અને આયોજક સામે ગુનો નોંધી રૂ. 93,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જાહેર માર્ગ પર લાંબા સમય સુધી વાહનો રોકી રાખી, ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે અત્યંત ઘોંઘાટભર્યા અવાજમાં ડીજે વગાડવામાં આવી રહ્યું હતું. જેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચી રહી હતી, તેમજ દર્દીઓ, વરિષ્ઠ નાગરિકો અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું હતું. નવસારી ટાઉન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 223, 292, 54, ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 135 અને ધ્વનિ પ્રદૂષણ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) નિયમ-2000ની કલમ 5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસમાં પોલીસે ડીજે ઓપરેટર/સંચાલક પ્રતિક કિરણ રાઠોડ અને ડીજે મંગાવનાર મયૂર નરેશભાઈ કહારની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂ. 93,700ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 4 મોટા સ્પીકર, 4 મીડ સ્પીકર, 1 ડીજે મિક્સર, 1 એમ્પ્લીફાયર અને 1 APPLE કંપનીનું લેપટોપ શામેલ છે.
    Click here to Read More
    Previous Article
    ફોન પર ગાળો આપી મારી નાખવાની પિતરાઈ ભાઈઓની ધમકી:ત્રણ વર્ષ જૂના ઝઘડાની અદાવત, માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
    Next Article
    અમદાવાદ મેટ્રોમાં દરરોજ 2 લાખ લોકોની મુસાફરી:GMRCએ કહ્યું- મુસાફરોમાં મેટ્રો પ્રત્યે વિશ્વાસ વધ્યો, કોઈ મેગા ઇવેન્ટ ન હોવા છતાં સામાન્ય દિવસોમાં મુસાફરીનો આંક વધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment