Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DGVCLએ 8 કલાકનો વીજકાપ રદ કર્યો:CNGના ભાવમાં ₹4.45નો વધારો, રાજકોટમાં 17 બોગસ ડોક્ટર ઝડપાયા, સુરતમાં 900 કિલો નકલી ઘી પકડાયું

    11 hours ago

    ગાંધીનગરમાં UDYAM-2026નો પ્રારંભ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં UDYAM-2026 ઔદ્યોગિક પ્રદર્શનનો પ્રારંભ, 500થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. એક લાખથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો DGVCLએ 8 કલાકનો વીજકાપ રદ કર્યો DGVCLએ સાંજે 8 કલાકનો વીજકાપ રદ કર્યો. ઔદ્યોગિક ફીડરોમાં વીજપુરવઠો રાબેતા મુજબ ચાલુ રહેશે, અગાઉના પાવરકટથી ટેક્સટાઇલ ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અદાણી CNGના ભાવમાં ₹4.45નો વધારો દિવાળી પહેલાં અમદાવાદમાં અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો, નવો ભાવ ₹98.47 પર પહોંચ્યો. ભાવવધારાથી રિક્ષાચાલકોમાં ભારે રોષ, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દશેરાની રાત્રે 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ હારીજમાં દશેરાની રાત્રે 11 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા 20 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ, પોલીસે POCSO હેઠળ ગુનો નોંધ્યો..... માઈકમાં બાળકીનું નામ જાહેર થતાં આરોપી ભાગ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્વિફ્ટ-ટ્રક વચ્ચે અકસ્માત, માતા-પુત્રના મોત સમી-રાધનપુર હાઈવે પર સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં રાજસ્થાનના માતા-પુત્રનાં મોત, બે બાળકો સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત. દ્વારકાનાં દર્શન કરી ભાભર દીકરીને મળવા જતો પરિવાર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધારીમાં SBI બેંકમાં કુહાડી સાથે ઘૂસી તોડફોડ ગોવિંદપુરમાં SBI બેંકમાં ગોલ્ડ લોનના ઘરેણાં છોડાવવા વારસદારોની સહી માગતાં યુવકે કુહાડીથી તોડફોડ કરી, બેંકને ₹2.30 લાખનું નુકસાન. આરોપી સિદ્ધાર્થ સતાસીયાએ મેનેજર પર હુમલાનો પ્રયાસ કર્યો, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટ જિલ્લામાંથી 17 નકલી ડોક્ટર ઝડપાયા રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય SOGએ માન્ય ડિગ્રી કે લાઇસન્સ વિના સારવાર કરતા 17 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા, જેમાં 10થી 12 પાસ શખસો પણ સામેલ છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાહસ પ્રીમિયમ’નું 900 કિલો નકલી ઘી ઝડપાયું સુરતમાં ‘સાહસ પ્રીમિયમ કાઉ ઘી’ના નામે વેચાતું 900 કિલો નકલી ઘી લેબોરેટરી ટેસ્ટમાં ભેળસેળયુક્ત સાબિત થયું, માત્ર ₹300 પ્રતિ કિલોના ભાવે વેચાણ થતું હતું. ડાલડા અને સોયાબીન તેલમાં ફ્લેવર ભેળવી નકલી ઘી બનાવાતું હતું, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કર્ણાવતી ચાર રસ્તા પાસે BMWએ 3 વાહનોને ટક્કર મારી અમદાવાદના કર્ણાવતી ચાર રસ્તા પાસે પૂરઝડપે આવતી BMW કારે એક્ટિવા, રિક્ષા અને અન્ય કારને ટક્કર મારતાં બે ભાઈઓ સહિત ત્રણ લોકોને ઈજા થઈ, લોકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રેનમાં ઘૂસી નકલી TTEએ મુસાફરો પાસે ટિકિટ માંગી સુરત રેલવે સ્ટેશન પર TTEનો વેશ ધારણ કરી પ્લેટફોર્મ અને ચાલતી ટ્રેનમાં મુસાફરોની ટિકિટ ચેક કરતો નકલી TTE સમીઉલ્લાહ શેખ ઝડપાયો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. GRP અને RPFએ રેલવે અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    गुजरात की मशहूर दानेदार मोहनथाल बर्फी कैसे बनाएं? नोट करें सीक्रेट टिप
    Next Article
    મહેસાણા નગરપાલિકામાં રૂ. 200 કરોડની ગ્રાન્ટ કન્સલ્ટન્સી મામલે વિવાદ:વહીવટદારના ઠરાવ સામે પૂર્વ વિપક્ષી નેતાનો વિરોધ અને ઓડિટની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment