Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના નવા DGPએ ચાર્જ સંભાળ્યો:અમદાવાદ CPનો ચાર્જ જી. એસ. મલિક પાસે જ રહેશે; ગાંધીનગર પોલીસ ભવનમાં વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું

    4 days ago

    ગુજરાત પોલીસને લાંબા સમય બાદ નવા કાયમી પોલીસ મહાનિર્દેશક (DGP) મળ્યા છે. 1993 બેચના વરિષ્ઠ આઇપીએસ (IPS) અધિકારી જી. એસ. મલિકે (જ્ઞાનેન્દ્ર સિંહ મલિક) 8 જૂનને સોમવારે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ જ્યારે કાર્યભાર ગ્રહણ કરવા પહોંચ્યા ત્યારે ગુજરાત પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નવા કમિશનર ન મુકાય ત્યાં અમદાવાદ CPનો ચાર્જ યથાવત્ રહશે આ પદભારની સાથે જી.એસ. મલિક પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ પણ યથાવત્ રહેશે. સોમવારે સવારે તેઓએ પહેલા અમદાવાદ કમિશનર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને ત્યાંથી તેઓ ગાંધીનગર પોલીસ ભવન કચેરી જવા રવાના થયા હતા. રાજ્યમાં જ્યાં સુધી નવા પોલીસ કમિશનરની સત્તાવાર નિમણૂક ન થાય ત્યાં સુધી ડીજીપી જી.એસ. મલિક પાસે જ અમદાવાદ શહેરનો આ એડિશનલ ચાર્જ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારમાં લાંબો વહીવટી અનુભવ લાંબો વહીવટી અનુભવ અને પોલીસિંગ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા જી. એસ. મલિકની રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજરાતના કાયમી DGP તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. આ અગાઉ તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. પોલીસ બેડામાં તેમની ઓળખ એક કડક વહીવટકર્તા, સચોટ આયોજન કરનાર અને કાયદો-વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરાવનારા શિસ્તબદ્ધ અધિકારી તરીકેની છે. સાયબર ક્રાઇમ અને સ્માર્ટ પોલીસિંગ પર રહેશે વિશેષ ફોકસ વર્તમાન સમયમાં રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ, સંગઠિત ગુનાખોરી અને આંતરિક સુરક્ષા જેવા વિવિધ મોટા પડકારો વચ્ચે નવા DGP તરીકે જી.એસ. મલિકની આ નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પદભાર સંભાળ્યા બાદ આગામી દિવસોમાં તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ વધુ સ્માર્ટ, ટેક્નોલોજી આધારિત અને જનકેન્દ્રિત પોલીસિંગ તરફ આગળ વધશે તેવી આશા ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    I.N.D.I.A.ની બેઠકમાં સોનિયા, રાહુલ, મમતા અને અખિલેશ હાજર:ઉદ્ધવ ઓનલાઈન જોડાશે, TVKને આમંત્રણ નહીં. કોંગ્રેસનો દાવો- 23 વિપક્ષી દળ સામેલ; સરકારને ઘેરવા રણનીતિ પર મંથન
    Next Article
    મોરબીમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ:મેયરે નગરજનોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment