Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ શહેર DEOએ ડિજિટલ કારકિર્દી વિશેષાંક લોન્ચ કર્યો:વાલી-વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર થશે, એક ક્લિકમાં ITI, ડિપ્લોમા, મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતના વિવિધ ક્ષેત્રની માહિતી મળશે

    6 दिन पहले

    ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સૌથી મોટો પ્રશ્ન આગળ કયા અભ્યાસક્રમની પસંદગી કરવી તે હોય છે. આ જ મૂંઝવણને દૂર કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણ દૂર કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ડિજિટલ કારકિર્દી વિશેષાંક લોન્ચ કરવામાં આવ્યો છે. કારકિર્દીના વિવિધ ક્ષેત્રો વિશે સચોટ અને ઉપયોગી માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થાય તે હેતુસર આ વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. લોન્ચિંગ બાદ હવે વિદ્યાર્થીઓ માટે એક જ ક્લિકમાં કારકિર્દી સંબંધિત માર્ગદર્શન વધુ સરળ અને સુલભ બનશે. ITI, ડિપ્લોમા, મેડિકલ સહિતના અભ્યાસક્રમોની માહિતી મળશે આ ડિજિટલ કારકિર્દી વિશેષાંકમાં ITI, ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ, મેડિકલ, પેરામેડિકલ સહિત વિવિધ અભ્યાસક્રમોની વિગતવાર માહિતી સામેલ કરવામાં આવી છે. સાથે જ સરકારી પ્રવેશ પ્રક્રિયાના નિયમો, વિવિધ પ્રવેશ પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દી માટેના વિકલ્પોની સમજ પણ તેમાં આપવામાં આવી છે. ખાસ કરીને બોર્ડ પછીના વિદ્યાર્થીઓને યોગ્ય દિશા અને ભવિષ્યની પસંદગી માટે આ વિશેષાંક માર્ગદર્શક સાબિત થવાનો છે. ડિજિટલ વિશેષાંક વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના દ્વારા સતત ચોથા વર્ષે પ્રકાશિત થતો આ વિશેષાંક હવે ડિજિટલ સ્વરૂપે વધુ વ્યાપક રીતે વિદ્યાર્થીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ યોજનાઓ, મેરિટ આધારિત પ્રવેશ, વિવિધ શૈક્ષણિક સહાય અને અભ્યાસક્રમ સંબંધિત માહિતી પણ તેમાં સમાવાઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર ડિજિટલ વિશેષાંક વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. શિક્ષણવિદો અને વાલીઓએ આ પહેલને આવકારી કારકિર્દી વિશેષાંક લોન્ચ થવાથી હવે અમદાવાદ સહિત ગુજરાતભરના લાખો વિદ્યાર્થીઓને સમયસર અને વિશ્વસનીય માર્ગદર્શન એક જ ડિજિટલ માધ્યમથી મળી શકશે. શિક્ષણ અને કારકિર્દી સંબંધિત મહત્વની માહિતી સરળતાથી પહોંચાડવા માટે આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શિક્ષણવિદો અને વાલીઓએ પણ આ પહેલને આવકાર આપ્યો છે. વિદ્યાર્થીઓને યોગ્ય દિશા, યોગ્ય અભ્યાસક્રમ અને ભવિષ્ય માટે મજબૂત નિર્ણય લેવામાં મદદરૂપ બને તેવા ઉદ્દેશ સાથે આ ડિજિટલ કારકિર્દી વિશેષાંક હવે લોન્ચ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પોલીસ ચોકીમાં પતિને થપ્પડ મારનાર પત્ની સહિત 4ની અટકાયત:ACPએ કહ્યું: યુવતીએ કરેલી અરજીમાં કોઈ તથ્ય જણાતું નથી, તેના આક્ષેપો પાયાવિહોણા છે, યુવતીએ તાંત્રિક વિધિ કરીને લગ્ન કર્યા હોવાના પતિ સામે આક્ષેપ કર્યા હતા
    Next Article
    કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ સમિતિની બેઠક:જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશનની સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment