Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DEOની સ્પેશિયલ ડ્રાઇવમાં 10 સ્કૂલની ગંભીર બેદરકારી ખુલી:શાળાઓએ મંજૂરી વગર સ્થળ ફેરફાર કર્યો, મંજૂરી મળી હોય તે જ સ્થળ પર શાળા ચલાવવાનો આદેશ કરી DEOની કાર્યવાહી

    1 day ago

    અમદાવાદ શહેરની શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્પેશીયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટના બાદ તપાસ કરતા શાળાની માન્યતા અન્ય જગ્યાએ અને શાળાની ચાલતી અન્ય સ્થળ પર હોવાનું સામે આવ્યું હતું. જેથી તે બાદ શહેરની શાળાઓ જે જગ્યાએ મંજૂરી મળી છે તે જ જગ્યાએ ચાલે છે કે નહીં તેને લઈને જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં 10 જેટલી શાળાઓ મંજૂરી મળી છે તે સ્થળ પર ન ચાલતી હોવાનું સામે આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને કડક કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. તેમજ જે જગ્યાએ મંજૂરી મળી હોય તે જ સ્થળ પર શાળા ચલાવવા આદેશ આપવામાં આવ્યો છે. આ સ્કૂલોએ મંજૂરી વગર સ્થળ ફેરફાર કર્યો જે જગ્યાએ મંજૂરી અપાઈ તેની બદલે બીજી જગ્યાએ શાળા ચાલે છે અમદાવાદ શહેરની શાળાઓ શિક્ષણ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્પેશીયલ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની ટીમના શિક્ષણ નિરીક્ષકો શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી, શાળાની મંજૂરી જે જગ્યાએ મળી છે તે સ્થળ પર જ શાળા ચાલે છે તેની અલગ અલગ ટીમ સ્થળ તપાસ કરી રહી છે. જેમાં 10 જેટલી શાળાઓની ગંભીર બેદરકારી સામે આવી છે. શિક્ષણ નિરીક્ષકની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા 10 શાળાઓને જે સ્થળ પર શાળા ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે તેના બદલે અલગ જ સ્થળ પર શાળા ચાલતી હોવાનું સામે આવ્યું છે. તેમજ સ્થળ ફેરફાર માટે શાળાઓએ શિક્ષણ વિભાગ કે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી પણ મેળવી નહતી. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી નિયમ પ્રમાણે શાળાને જે સ્થળ પર મંજૂરી મળી તે જ સ્થળ પર શાળા ચલાવવાની અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની છૂટ હોય છે. જો શાળાને કોઈ કારણસર સ્થળ ફેરફાર કરવો હોય તો અગાઉથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને શિક્ષણ વિભાગ પાસેથી મંજૂરી લીધા બાદ સ્થળ ફેરફાર કરી શકતી હોય છે. પરંતુ 10 જેટલી શાળાએ કોઈપણ મંજૂરી વગર સ્થળ ફેરફાર કરતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટે શિક્ષણ વિભાગમાં ભલામણ પણ કરવામાં આવી છે. તો અન્ય શાળાઓને જે સ્થળ પર મંજૂરી મળી છે તે જ સ્થળ પર શાળા ચલાવવા કડક આદેશ કરવામાં આવ્યો છે. જો શાળા દ્વારા નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. મણિનગરની એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ કરવા દરખાસ્ત અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારી કચેરીની ટીમ દ્વારા શાળાઓમાં સધન તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં મંજૂરી મળે છે ત્યાં જ શાળાઓ ચાલે છે કે કેમ, કોઈ શાળા મંજૂરી વગર તો શરૂ કરી દેવામાં આવી નથી ને તેને લઈને તપાસ કરવામાં આવી હતી. સેવન્થ ડે સ્કૂલ બાદ ચેકીંગ કરવામાં આવતા અનેક શાળાઓ મંજૂરી મળી છે ત્યાં ન ચાલતી હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ નિરીક્ષકની તપાસમાં મણિનગરની એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી છે. ઓઢવ વિસ્તારની આદર્શ સ્કૂલ, વસ્ત્રાલ વિસ્તારની જ્ઞાનોદય સ્કૂલ, રખિયાલ વિસ્તારમાં આવેલી અલફલા સ્કૂલ, સરખેજ વિસ્તારની અલહુદા સ્કૂલ, સુફા અને સફળ સ્કૂલમાં શિક્ષણના નિયમનું ઉલ્લઘન થતું હોવાનું સામે આવ્યું છે. કેટલીક શાળાઓનો રિપોર્ટ RTE સેક્શન 14 અંતગર્ત કાર્યવાહી વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમજ શ્યામ ઘનશ્યામ સ્કૂલ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર જુહાપુરામાં અન્ય શાળામાં સ્થળ ફેરફાર કરી દેવામાં આવ્યો હતો. જેથી શિક્ષણ વિભાગના નિયમોનું પાલન કરવામાં ન આવતા અને ગંભીર બેદરકારી સામે આવતા શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ શિક્ષણ નિરીક્ષક દ્વારા પણ તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડ્રાઇવ દરમિયાન 10 જેટલી શાળાઓ શિક્ષણ વિભાગના નિયમોનું પાલન ન કરતી હોવાનું સામે આવ્યું હતું. મંજૂરી વગર સ્થળ ફેરફાર કરવામાં આવે તે ક્યારેય પણ ચલાવી લેવામાં આવે નહી. જેથી કેટલીક શાળાઓનો રિપોર્ટ શિક્ષણ વિભાગમાં મોકલી આપવામાં આવ્યો છે તો કેટલીક શાળાઓનો રિપોર્ટ RTE સેક્શન 14 અંતગર્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લોકતંત્ર બચાવવા અમદાવાદ-રાજકોટમાં ભાજપની પદયાત્રા:જે. પી. નડ્ડા, CM-DYCM અને પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ જોડાશે, વાંચો કયા રસ્તા બંધ રહેશે
    Next Article
    દેશને નશામુક્તિની થીમ સાથે મોટરસાઈકલ રેલી પહોંચી:જૂના રાજુવાડિયામાં, ફૂલવર્ષા સાથે ભવ્ય અને ઉષ્માભર્યુ સ્વાગત કરાયું, પશ્ચિમ બંગાળથી નોર્થની ટીમ પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment