Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ પંચલાઇ સરપંચને રાહત:DDOના મોકૂફી આદેશ પર વિકાસ કમિશનરનો સ્ટે

    19 hours ago

    વલસાડ તાલુકાની પંચલાઇ ગ્રામ પંચાયતના સરપંચ રવિન્દ્ર શંભુભાઇ પટેલને મોટી રાહત મળી છે. જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા તેમને સરપંચ પદેથી મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેના પર અધિક વિકાસ કમિશનરે કામચલાઉ મનાઈહુકમ ફરમાવ્યો છે. સરપંચ રવિન્દ્ર શંભુભાઇ પટેલ વિરુદ્ધ ડુંગરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ બાબતને ધ્યાને રાખીને વલસાડના DDO દ્વારા ગત 6ફેબ્રુઆરી,2026ના રોજ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૫૯(૧) અન્વયે તેમને હોદ્દા પરથી મોકૂફ કરવાનો આદેશ કરાયો હતો. DDOના આ નિર્ણયથી નારાજ થઈને સરપંચ રવિન્દ્ર પટેલે 12 ફેબ્રુઆરી,2026 રોજ ગાંધીનગર વિકાસ કમિશનરની કચેરીમાં ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૫૯(૩) હેઠળ મનાઇ અરજી સહ અપીલ દાખલ કરી હતી. અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયા (IAS) સમક્ષ જૂન મહિનામાં યોજાયેલી સુનાવણી દરમિયાન સરપંચના એડવોકેટે લેખિત અને મૌખિક દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી જે મુદ્દામાલ ઝડપાયો હતો, તેમાં એક પણ વાહન સરપંચની માલિકીનું નથી. વકીલે વધુમાં દલીલ કરી હતી કે બનાવના સ્થળેથી સરપંચની ધરપકડ પણ કરવામાં આવી નહોતી. બચાવ પક્ષ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટના 'નરાભાઇ વેલજીભાઇ ચૌધરી વિરુદ્ધ આર.એસ. વાઘેલા' ના મહત્વના ચુકાદાનો સંદર્ભ પણ આપવામાં આવ્યો હતો. કેસના સંજોગો અને કાયદાકીય પાસાંને જોતાં અધિક વિકાસ કમિશનરે વલસાડ DDOના 6 ફેબ્રુઆરી,2026ના સસ્પેન્શન આદેશની અમલબજવણી સામે તત્પૂરતો મનાઇહુકમ ફરમાવ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 9 જુલાઈ,2026 ના રોજ બપોરે 12-00 કલાકે રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ:આસામના જોરહાટમાં એરક્રાફ્ટમાં લેન્ડિંગ પછી આગ લાગી; પાયલટના મોતની આશંકા
    Next Article
    નરેશ પટેલ અને હર્ષ સંઘવી વચ્ચે બંધબારણે બેઠક:રાજકોટમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કરી DYCM ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનના ઘરે પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment