Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DCP નકુમ બાદ માર મારવાના વધુ એક કેસમાં હાઈકોર્ટની ફટકાર:પાટણ પોલીસને નોટિસ, પીડિતે કહ્યું-'SP, DySPને સસ્પેન્ડ કરો'; 18 આરોપીઓનું દોરડે બાંધીને સરઘસ કઢાયું હતું

    14 hours ago

    18 માર્ચના રોજ ચાણસ્માના ઝીલિયામાં ફાર્મહાઉસ પર હુમલાની ઘટના બની હતી, જેમાં પોલીસ દ્વારા LCB ઓફિસથી ST સ્ટેન્ડ સુધી 1 કિ.મી. કરતા વધારે અંતર સુધી એક સમાજના 18 આરોપીઓને દોરડાથી બાંધી 30થી 40 પોલીસ અધિકારી-કર્મચારીઓએ જાહેરમાં પરેડ કરાવી માર માર્યો હતો. આ મામલે ભોગ બનનાર યુવક દ્વારા હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. જેના પર આજે 31 ઓગસ્ટના રોજ સુનાવણી યોજાતા હાઈકોર્ટે પાટણ SP અને SOG, ચાણસ્મા DySP, PI, PSI ઉપરાંત LCB અને અન્ય કર્મચારીઓને જાહેરમાં માર મારવાની નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, DCP રાજદીપસિંહ નકુમ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવા તથા સરઘસ કાઢવા મામલે 14 ઓગસ્ટે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, ડીસીપી એક ઉચ્ચ અધિકારી હોવાથી તેમને તે જ હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ થઈ શકે નહીં, જેથી તાત્કાલિક તેમની બદલી કરવી જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 20 માર્ચે આરોપીઓને જાહેરમાં માર્યાની 3 તસવીરો આરોપીઓને પટ્ટા અને લાકડી વડે માર માર્યો ભોગ બનનાર યુવકે અરજીમાં જણાવ્યું હતું કે, એક સમાજના લોકોનું સરઘસ કાઢી તેમજ જાહેરમાં લોકોની સામે લાકડી અને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. તેમજ જે ગુનો પુરવાર થયો નથી તેની જાહેરમાં માફી માંગવા માટે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. આ કૃત્ય સુપ્રીમ કોર્ટના આદેશોના ભંગ અને DGPના આદેશનો ભંગ છે. SP, DySP સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ આ સરઘસના વીડિયો ગુજરાતની મીડિયા ચેનલોમાં આવ્યા હોવાનું કોર્ટેને જણાવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓને નિર્વસ્ત્ર કરી પોલીસ સ્ટેશનમાં પણ માર મારવાનો આક્ષેપ કર્યો છે. ભોગ બનનાર યુવકે કોર્ટમાં માંગ કરી હતી કે, SP, DySP ઉપરાંત બાકીના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કન્ટેમ્પ્ટમાં સમરી પ્રોસિડિંગમાં આરોપીઓને માર મારવા સરઘસ કાઢવા તેમજ મારીને નગ્ન કરવા બદલ પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકી સુપ્રીમ કોર્ટના ડી.કે. બાસુ ચુકાદાના આધારે તત્કાલ ધોરણે 6 મહિનાની જેલની સજા કરવામાં આવે. હુમલો થતાં હાજર પોલીસકર્મીઓ ભાગી છૂટ્યા ઉલ્લેખનીય છે કે, ચાણસ્માના ઝીલિયામાં ગૌચર જમીન ઉપર એક સમાજના કુખ્યાત વ્યક્તિ દ્વારા ફાર્મ હાઉસ બંધાયું હતું. જેથી બીજા સમાજના લોકોએ આ ફાર્મ હાઉસ ઉપર હુમલો કર્યો હતો. ફાર્મ હાઉસ માલિકે અગાઉ જ પોલીસને જાણ કરી હુમલાની સંભાવના દર્શાવી હતી, તે મુજબ હુમલો પણ થયો હતો, પરંતુ હાજર પોલીસકર્મીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ કર્મચારીઓને પાછળથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓથોરિટીએ ગેરકાયદેસર ફાર્મ હાઉસ પણ તોડી નાખ્યું હતું. હુમલો કરીને પોલીસને ભગાડી તેની આબરૂ ખરાબ કરનાર આરોપીઓનું સરઘસ પાટણ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સાડી અને ખુલ્લા પગે દોડ, 47 વર્ષની મહિલાએ મેરેથોન જીતી:3000 રૂપિયાનું ઇનામ મળ્યું, દીકરીના ભણતરમાં ખર્ચ કરશે
    Next Article
    એકને છરીથી રહેંસી, બીજીને ગાડી નીચે કચડી:અમેરિકામાં ભારતીય મૂળની બે પરિણીતાની ઘાતકી હત્યા, 'બેસ્ટ ફ્રેન્ડ' નીકળી હત્યારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment