Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DCP મંજીતાએ ડે.મેયરને કહ્યું-પ્રજા સામે રાયનો પર્વત ના કરાય:વડોદરામાં ગણેશ વિસર્જનમાં PIએ મેયર-દંડકની ગાડી રોકતા મામલો બિચક્યો; વાતચીતનો વીડિયો વાઇરલ

    9 hours ago

    વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન નવલખી મેદાન ખાતે ગાડી રોકવા મામલે પોલીસ અને પાલિકાના પદાધિકારીઓની ગાડી રોકવા મામલે તીખી નોંકઝોંક જોવા મળી હતી. ડે. મેયર આદિત્ય પટેલે ડીસીપી ઝોન-2 મંજિતા વણઝારાને ફરિયાદ કરતા સ્ટેજ પર મેયર ગીતાબેન મકવાણા, શહેર ભાજપ હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં ડીસીપી કહેતા સંભળાય છે કે, ‘મેયર મેડમને આવવા દીધા છે, એ (પીઆઇ) તમને નથી ઓળખતો. પ્રજા સામે રાઈનો પર્વત ન કરાય.’ નવલખી મેદાન ખાતે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન પદાધિકારીઓ વિસર્જનની વ્યવસ્થા જોવા માટે પહોંચ્યા હતા. જો કે આ પૈકી પદાધિકારીઓની ગાડી પ્રાઇવેટ હોવાના કારણે સોલાર બ્રિજ પાસે ફરજ ઉપરના PIએ ગાડીઓને રોકી હતી. જેમાં મેયર, દંડક અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનની ગાડીનો સમાવેશ થાય છે. ડેપ્યુટી મેયર અગાઉથી જ પંડાલમાં આવી ગયા હતા. જેથી દંડકે તેમને ફોન કરતા તેઓએ પીઆઇ સાથે વાત કરી ગાડી આવવા દેવાનું જણાવ્યું હતું. PIએ કહ્યું-ડીસીપી કહે તો આવવા દઉં ફરજ પરના PIએ ડેપ્યુટી મેયર સાથે ફોન પર વાત કરી હતી અને જણાવ્યું હતું કે, અમને જે પ્રકારે સૂચના મળી છે તેનું પાલન કરી રહ્યા છે. ડીસીપી કહેશે તો આ ગાડીને અંદર જવા દઈશું. ત્યારબાદ ડેપ્યુટી મેયર ડીસીપી મંજીતા વણઝારાને ફોન કર્યો હતો અને ગાડીઓ આવવા દેવા માટે કહ્યું હતું. ડીસીપીએ તરત જ પીઆઈને સૂચના આપી ગાડી જવા દેવા માટે જણાવ્યું હતું. જોકે તે પહેલા ચેરમેન ગાડીમાંથી ઉતરી ગયા હતા અને ચાલવા માંડ્યા હતા. સ્ટેજ ઉપર પણ મામલો ગરમાયો હતો સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ ગાડીમાંથી ઉતરી ચાલતા આવવા નીકળ્યા હતા. તેઓને અગાઉથી પગમાં થોડો દુખાવો હોવાથી ચાલવાની તકલીફ પડી હતી અને તેના કારણે જ્યારે તેઓ સ્ટેજ પર આવ્યા, ત્યારે તેની અને ડીસીપી વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી. જોકે વિસર્જન દરમિયાન સ્ટેજ ઉપર ભાજપના શહેર પ્રમુખ, મેયર સહિતના પદાધિકારીઓ હતા, ત્યાં જ મામલો થોડો ગરમાયો હતો. અમારી જનરલ વાતચીત હતી, કોઈ ખટરાગ થયો નથીઃ DCP ડીસીપી મંજીતા વણઝારાએ જણાવ્યું કે, અમે સવારથી બંદોબસ્તમાં હતા. પીઆઇ ઓળખતા ન હતા તેના કારણે તેઓએ પદાધિકારીઓની ગાડી રોકી હતી. પરંતુ મારા પર જેવો ફોન આવ્યો તરત જ મેં ગાડીઓને જવા દીધી હતી. પોલીસ અને પાલિકા દ્વારા ખભે-ખભા મિલાવીને જ કામગીરી કરવામાં આવી છે. અમારા વચ્ચે કોઈ અણબનાવ નથી. ચાલીને જતાં ચેરમેનને પગમાં દુખાવો થયો હતોઃ ડે. મેયર સમગ્ર મામલે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું કે, મારી અને ડીસીપી વચ્ચે કોઈ અણબનાવ નથી. અસલમાં પદાધિકારીઓની ગાડી રોકી તે બાદ ચેરમેન ચાલતા આવ્યા હતા અને જેના કારણે તેઓને પગમાં દુખાવો પણ થયો હતો. આ વખતે ચેરમેન દ્વારા ડીસીપીને જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ડીસીપી આ અંગે વાતચીત કરી રહ્યા હતા તે વાતચીતનો આ વીડિયો છે. મંજીતા વણઝારા ટિકટોક વીડિયોથી આવ્યા હતા વિવાદમાં 2019માં મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ટિકટોક વીડિયો બનાવ્યો તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી મંજીતા વણઝારાને સોંપવામાં આવી છે. આ દરમિયાન તેમનો જ ટિકટોક પરનો વીડિયો બહાર આવતા રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જો કે આ વીડિયો વર્દીમાં નહોતો. મંજીતા વણઝારા 2011માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ ટ્રેનિંગ પૂર્ણ કરીને 2013માં અમદાવાદના પહેલા મહિલા એસીપી બન્યા હતા.તેઓ મહેસાણા સહિતના જિલ્લાઓમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ પૂર્વ IPS ડી.જી.વણઝારાના ભત્રીજી અને રાજ્ય સરકારમાં સંયુક્ત સચિવ રહી ચૂકેલા કે.જી.વણઝારાના પુત્રી છે.
    Click here to Read More
    Previous Article
    સગીર પત્ની સાથે સંબંધ બાંધવો POCSO હેઠળ ગુનો:દિલ્હી હાઈકોર્ટે કહ્યું- મુસ્લિમ પર્સનલ લૉનો હવાલો આપીને આરોપી બચી શકે નહીં
    Next Article
    How America Became the Most Powerful Country in the World | Britain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment