Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુબેરનગરની તોમર સ્કૂલમાં કોંગ્રેસના કાર્યકરે ભાજપના કાર્યકરને ફડાકો માર્યો:આંખના ભાગે ગંભીર ઈજા, DCP દોડી આવ્યાં; અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર મતદાન

    1 week ago

    અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192માંથી 2 બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની 190 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન થઈ રહ્યું છે. શહેરમાં 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શહેરમાં રાજકીય ગરમીની સાથે-સાથે કુદરતી ગરમી પણ વધવાની આગાહી છે. આજે ગરમીનો પારો 44°C પહોંચવાની શક્યતા છે. હાલમાં મતદાન મથકો ખાલી જોવા મળી રહ્યાં છે. લોકો ગરમીને કારળે બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. ગરમીમાં મતદાન ઘીમું, સરેસાશ 17.12 ટકા જ મતદાન થયું અમદાવાદ શહેરમાં સરેરાશ 17.12 ટકા જેટલું મતદાન થયું છે. બપોરનો સમય થઈ ગયો હોવાના કારણે હવે ખૂબ જ ધીમું મતદાન થઈ રહ્યું છે. બપોરે 12:30 વાગ્યા સુધીમાં સૌથી વધારે મતદાન અમદાવાદના ઓઢવ વોર્ડમાં 20.39 ટકા અને સૌથી ઓછું મતદાન સરદારનગર વોર્ડમાં 13.23 ટકા જેટલું નોંધાયું છે. લઘુમતી વિસ્તારમ ગણાતાં એવા જમાલપુર વોર્ડમાં પણ 13 ટકા જેટલું જ મતદાન થયું છે. આ વિસ્તારમાં ખૂબ ધીમું મતદાન ચાલી રહ્યું છે, જ્યારે શાહપુરમાં 18 અને દરિયાપુરમાં 17 ટકા મતદાન થયું છે. ખાડિયામાં પણ 17 ટકા જેટલું મતદાન થયું છે, જેથી બપોરે 1 વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો ખૂબ ધીમો જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હર્ષ સંઘવી અને સીઆર પાટીલે મતદાન કર્યું:ગરમીનો પારો ચડતા મતદાન મથકોમાં શાંતિ જોવા મળી, સુરતમાં 1 વાગ્યા સુધીમાં 32.72 ટકા મતદાન નોંધાયું
    Next Article
    બોટાદમાં વહેલી સવારથી મતદાન શરૂ:પ્રથમ વખત મતદાન કરતા મતદારોથી લઈ વૃદ્ધો સુધીમાં ઉત્સાહ, બપોરે 1 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 33.43% મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment