Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી:સક્કરબાગ ઝૂના DCFએ એશિયાટીક અને આફ્રિકન સિંહ વચ્ચેનો શારીરિક તફાવત જણાવ્યો

    2 days ago

    ​જૂનાગઢ સહિત સમગ્ર ગીર પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીને લઈને વન વિભાગ તેમજ સ્થાનિક લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિંહ અને માનવ વચ્ચેના અનોખા સહઅસ્તિત્વનો સંદેશ આપતી આ ઉજવણી અંતર્ગત વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ પ્રસંગે બાળકો અને યુવાનોમાં વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા અને વિશેષ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સિંહ કે અન્ય વન્યજીવોના કુદરતી આવાસમાં ખલેલ ન પહોંચાડે અને તેમનાથી સુરક્ષિત અંતર જાળવી રાખે. જો ક્યારેય રહેણાંક વિસ્તારમાં વન્યપ્રાણી આવી ચડે તો જાતે સાહસ કરવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અનુરોધ કરાયો છે. 2013થી વિશ્વ સિંહ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી ​સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના DCF રાજદીપસિંહ ઝાલાએ સિંહ સંરક્ષણ અંગે જણાવ્યું હતું કે આફ્રિકાના ઝામ્બિયા ખાતેથી વર્ષ 2013થી વિશ્વ સિંહ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. ગીરના એશિયાટીક સિંહોના સંરક્ષણમાં સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયનો ફાળો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. અહીં કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણ હેઠળ સંરક્ષિત સંવર્ધન કાર્યક્રમ ચલાવવામાં આવે છે. સિંહોમાં આંતરિક પ્રજનન ન થાય અને તેમની આનુવંશિક વિવિધતા જાળવી શકાય તે માટે વંશાવલી નોંધપોથી નિભાવવામાં આવે છે. આ ઉપરાંત, સક્કરબાગ દ્વારા વિશ્વના પાંચથી છ અને ભારતના 20થી વધુ પ્રાણીસંગ્રહાલયો સાથે સિંહોની અદલાબદલી પણ કરવામાં આવી છે. સિંહો હવે માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના પાંચથી છ જિલ્લાઓમાં જ સીમિત ​સિંહની પ્રજાતિઓ અને તફાવત વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, વિશ્વમાં માત્ર આફ્રિકા અને એશિયા ખંડમાં જ સિંહો જોવા મળે છે. આફ્રિકામાં પેન્થેરા લિયો લિયો અને પેન્થેરા લિયો મેલેનોકાઇટા નામની બે ઉપપ્રજાતિઓ છે, જ્યારે એશિયાટીક સિંહનું શાસ્ત્રીય નામ પેન્થેરા લિયો પર્સિકા છે. એક સમયે એશિયામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતા આ સિંહો હવે માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના પાંચથી છ જિલ્લાઓમાં જ સીમિત છે. શારીરિક રીતે આફ્રિકન સિંહ કદમાં 10થી 20 ટકા મોટા અને 25થી 30 કિલો જેટલા વધુ વજન ધરાવતા હોય છે. તેમની કેશવાળી વધુ ઘેરી હોય છે, જ્યારે એશિયાટીક સિંહની કેશવાળી થોડી આછી હોય છે. સૌરાષ્ટ્રમાં દર પાંચ વર્ષે સિંહોની વસ્તીમાં સાતત્યપૂર્ણ વધારો એશિયાટીક સિંહની મુખ્ય ઓળખ તેમના પેટાળ ભાગે જોવા મળતી ચામડીની વિશિષ્ટ ઘડી છે, જે આફ્રિકન સિંહોમાં સ્પષ્ટ હોતી નથી. વન્યજીવોના સામાજિક વર્તનમાં પણ ફેરફાર જોવા મળે છે, જ્યાં એશિયાટીક સિંહો સામાન્ય રીતે બેથી સાતના નાના જૂથમાં રહે છે, જ્યારે આફ્રિકન સિંહોના જૂથ 15થી 40 સુધીના મોટા હોય છે. કુદરતી આવાસમાં સ્વ-સ્થાનિક સંરક્ષણ થકી સૌરાષ્ટ્રમાં દર પાંચ વર્ષે સિંહોની વસ્તીમાં સાતત્યપૂર્ણ વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ રેસ્ક્યૂ કામગીરી અને તકનીકી માર્ગદર્શન આપવામાં પણ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની ટીમ હંમેશાં અગ્રેસર રહી છે.
    Click here to Read More
    Previous Article
    હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન અને મારપીટના આક્ષેપો:​જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલમાં અસુવિધાઓ અને મારપીટના આક્ષેપથી ખળભળાટ, ડાયરેક્ટરે તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા
    Next Article
    111 Killed After 7.4 Magnitude Earthquake Jolts Colombia, Situation "Critical"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment