Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVMU MBITમાં રાષ્ટ્રીય FDP યોજાયો:IoT અને AI પર અધ્યાપકોને સજ્જ કરાયા

    20 hours ago

    CVM યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી હેઠળની મધુબેન અને ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT) ખાતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા એક સપ્તાહનો રાષ્ટ્રીય સ્તરનો ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) યોજાયો હતો. આ કાર્યક્રમ "IoT અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: સ્માર્ટ સિસ્ટમ્સ માટે આંતરશાખાકીય અભિગમ" વિષય પર કેન્દ્રિત હતો. આ કાર્યક્રમને ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ (ઇન્ડિયા), વલ્લભ વિદ્યાનગર લોકલ સેન્ટર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો, જ્યારે એટ્રેયો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ LLP ટેકનિકલ પાર્ટનર તરીકે જોડાયેલ હતી. આ FDPનો મુખ્ય ઉદ્દેશ્ય અધ્યાપકોને IoT અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક અને પ્રસ્તુત વિષયો પર સજ્જ કરવાનો હતો. પાંચ દિવસીય આ કાર્યક્રમ દરમિયાન વિવિધ નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો, હેન્ડ્સ-ઓન સત્રો અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રો દ્વારા અધ્યાપકોને નવીનતમ ટેકનોલોજી અને તેના વ્યવહારિક ઉપયોગ વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી. ઉદ્ઘાટન સમારોહમાં CVMUના પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલ, ડૉ. આરતી પમનાની (ચેરપર્સન, IE), બ્રિજ કથીરિયા અને એટ્રેયો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ LLPના ડૉ. સ્કારબિમિર રુસ્નકી જેવા પ્રખર નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રવચનમાં નવી ટેકનોલોજી અપનાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો અને આવા કાર્યક્રમો શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુણવત્તામાં વધારો કરે છે તેમ જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડૉ. મૌલિકા પટેલના માર્ગદર્શન હેઠળ IT ડિપાર્ટમેન્ટના હેડ જાગૃતિ પ્રજાપતિ, કન્વીનર ડૉ. મેહુલ ઠક્કર અને કોઓર્ડિનેટર મયુર પરમારે કર્યું હતું. CVMUના પ્રેસિડેન્ટ અને CVMના ચેરમેન ભીખુભાઈ પટેલ, CVMના વાઇસ પ્રેસિડેન્ટમનીષભાઈ પટેલ, CVMUના પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલ અને પ્રિન્સિપાલ ડૉ. મૌલિકા પટેલે આ સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચારુસેટના ડો. ગાયત્રી દવેની આર્કટિક અભિયાન માટે પસંદગી:દેશના 7 વૈજ્ઞાનિકોમાં સ્થાન, 2026-27માં કરશે સંશોધન
    Next Article
    Narmada Municipality Election | નર્મદા નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment