Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટીમાં પાંચ દિવસીય FDP શરૂ:સેમિકન્ડક્ટર ટેકનોલોજી પર 30થી વધુ ફેકલ્ટી ભાગ લેશે

    16 hours ago

    ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીની ન્યુ વલ્લભ વિદ્યાનગર સ્થિત એ ડી પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (ADIT) ખાતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા 'મલ્ટી ડિસિપ્લિનરી એપ્લિકેશન્સ ઓફ સેમિકન્ડક્ટર ટેકનોલોજીસ યુઝિંગ ઇડીએ ટુલ્સ' વિષય પર પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) નો 20 એપ્રિલના રોજ પ્રારંભ થયો છે. આ FDP માં ગુજરાતની વિવિધ કોલેજોમાંથી અંદાજે 30 થી વધુ ફેકલ્ટી સભ્યો ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ઇન્દ્રજીત પટેલ અને ADIT ના પ્રિન્સિપાલ ડૉ. વિશાલ સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઈઈઆઈના ચેરપર્સન ડૉ. આરતી પમનાની પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે આ FDP રિસર્ચ કોલાબ્રેશન, ઇનોવેટિવ ટીચિંગ પ્રેક્ટિસિસ અને નવા આઈડિયાઝ માટે ખૂબ જ ઉપયોગી થશે. પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉ. હેતલ પટેલના જણાવ્યા અનુસાર, આ FDP માં સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમ, ભારતનું સેમિકન્ડક્ટર મિશન, સેમી કંડક્ટર ઉપકરણો અને સેન્સર ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ વ્યાખ્યાનો આપશે. વધુમાં, સહભાગીઓ માટે ઈસરો ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ઈ.આઈ. વલ્લભ વિદ્યાનગર લોકલ ચેપ્ટર, ગુજકોસ્ટ, આઈએસટીઈ ફેકલ્ટી ચેપ્ટર, કોરેલ ટેકનોલોજી, આઈ.આઈ.સી., ઈ-ઈન્ફોચિપ અને ચિપ ઈન સેન્ટર બેંગ્લોરનો સહયોગ મળ્યો હતો. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલે તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ગવર્નિંગ બોડીના સભ્યોએ ADIT કોલેજને આ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોધરા નગરપાલિકા ચૂંટણી: કલેક્ટરે EVM વ્યવસ્થાની સમીક્ષા કરી:છબનપુર ખાતે સ્ટ્રોંગ રૂમ અને ડિસ્પેચિંગ સુવિધાઓ નિહાળી
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાટીલનો AAPને પડકાર, દમ હોય તો ગત ટર્મમાં જીતેલી 27 બેઠક જીતી બતાવો; ચૂંટણી પ્રચાર સમયે જ પાણીની પારાયણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment