Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરંટ લાગવાનો ભય:CTM પાસે વરસાદી પાણીમાં વીજળીની 4 ડીપી ડૂબવાની સમસ્યા

    18 hours ago

    શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં વીજળીની 4 ડીપી વરસાદના પાણીમાં ડુબી જતી હોવાના લીધે કરંટ લાગવાનો અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય સ્થાનિકોને સતાવે છે. આ મામલે સ્થાનિકો દ્વારા વીજ કંપનીમાં અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિકાલ આવતો નથી. સીટીએમ ચાર રસ્તા નજીક આવેલી સિંહેશ્વરી કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી ચોમાસામાં વીજળીની ડીપી પાણીમાં ગરકાવ થઈ જાય છે. આવી ચાર ડીપી પાણીમાં ડુબી જતાં હોવા છતાં તંત્ર દ્વારા તે ડુબે નહીં અથવા તેનું વાયરીંગ સહિતની કામગીરી વોટરપ્રુફ કરવાની દિશામાં કોઈ કામગીરી કરાતી ન હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. આ અંગે સોસાયટીના સેક્રેટરી મેહુલ ચૌહાણે જણાવ્યું હતું કે, સોસાયટીમાં વીજળીની ડીપીઓ વરસાદી પાણીમાં ડુબી જવાની સમસ્યા છે. જેમાં એક ડીપી તો સોસાયટીના કોમન પ્લોટમાં છે જ્યાં બાળકો રમતા હોય છે. આવી જગ્યાએ બાળકોને કરંટ લાગવાની શક્યતા છે. આ ચારે ડીપીઓ વોટર પ્રુફ સહિતની કરીને જુની બદલીને નવી નાંખવામાં આવે તે માટે વીજકંપનીમાં રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ કામગીરી કરાતી નથી. ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યને પણ રજૂઆત કરવા છતા સમસ્યા ઉકેલાતી નથી. ચોમાસામાં આ ચારે ડીપી પાણીમાં ડુબી જતી હોવાથી કરંટ લાગવાની અને મોટી દૂર્ઘંટના સર્જાવાની શક્યતા છે. છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. તાજેતરમાં ડીપીમાં સાપ ઘૂસતા રેસ્કયુ કરાયું હતું એક સપ્તાહ પહેલા જ પહેલા આ સોસાયટીની ડીપીમાં સાપ સુધી ગયો હતો. જેનું ભારે જહેમત બાદ રેસક્યુ કરવામાં આવ્યું હતું. ખુલ્લી ડીપીના લીધે તેમાં સાપ જેવા સરીસૃપો વસવાટ કરતા હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે ડીપીની યોગ્ય જાળવણી કરવા લોકમાગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    સંવેદનશીલ વિસ્તાર હવે કોમી એકતાનો પ્રતીક બન્યો:દરિયાપુરમાં રથયાત્રાના દિવસે 3 મસ્જિદ સ્વૈચ્છિક રીતે બંધ રખાશે
    Next Article
    હાઇવે સુધીનો બે કિમી માર્ગ એક વર્ષથી બિસમાર બન્યો:ન્યૂ મણિનગરના રોડનું કામ બંધ થતાં ધૂળના ગોટેગોટાથી લોકો હેરાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment