Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રનચેઝમાં CSK સામે KKRની હાલત ખરાબ:કોલકાતાના બેટર્સની ખૂબ જ ધીમી બેટિંગ, નૂર અહેમદે બે ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી

    1 day ago

    IPLની આ સીઝનની 22મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં રમાઈ રહી છે. જેમાં કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી. CSKએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા. જવાબમાં કોલકાતા તરફથી રોવમેન પોવેલ અને રમણદીપ સિંહ ક્રિઝ પર છે. CSK તરફથી સંજુ સેમસને 32 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા, જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 29 બોલમાં 41 રનની ઇનિંગ રમી. આયુષ મ્હાત્રેએ 17 બોલમાં 38 રન બનાવ્યા; તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. KKR તરફથી કાર્તિક ત્યાગીએ બે વિકેટ લીધી, જ્યારે વૈભવ અરોરા, અનુકુલ રોય અને સુનીલ નારાયણે એક-એક વિકેટ લીધી. બંને ટીમો માટે પ્લેઇંગ XI ચેન્નાઈ સુપર કિંગ્સ: સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ગુર્જપનીત સિંહ. ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: મેથ્યુ શોર્ટ, અકીલ હોસેન, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, મેટ હેનરી. કોલકાતા નાઈટ રાઈડર્સઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: ફિન એલન, મનીષ પાંડે, તેજસ્વી સિંહ, નવદીપ સૈની અને ટિમ સેફર્ટ.
    Click here to Read More
    Previous Article
    Days after 28 cops suspended over death of missing girl, Jharkhand Police Association demands action against SP
    Next Article
    ટ્રમ્પે PM મોદીને ફોન કર્યો, 40 મિનિટ વાત કરી:ઈરાન યુદ્ધ પર ચર્ચા થઈ, બંનેએ કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેવો ખૂબ જ જરૂરી છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment