Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઢોસા-ઇડલી-સાંભર' ગીત કેમ વગાડ્યું?:CSKએ નાના છોકરાની જેમ BCCIને RCBની ચાડી ફૂંકી, કહ્યું- અમારા ખેલાડીઓ અને ટીમની મજાક ઉડાવી

    1 week ago

    IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના મુકાબલા પછી વિવાદ સામે આવ્યો છે. CSK એ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને RCB વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આ મામલો 5 એપ્રિલનો છે, જે દિવસે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચે મેચ રમાઈ હતી. આ દરમિયાન સ્ટેડિયમમાં એક ગીત વગાડવામાં આવ્યું હતું, જેમાં ઢોંસા, ઇડલી, સાંભર, ચટણી જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. CSK નો આરોપ છે કે આ ગીત તેના ખેલાડીઓ અને ટીમ પર કટાક્ષ તરીકે વગાડવામાં આવ્યું હતું. BCCIને પત્ર લખ્યો ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર CSKના મેનેજિંગ ડિરેક્ટર કાશી વિશ્વનાથને જણાવ્યું કે, સામાન્ય રીતે ડીજે ઘરેલું ટીમને સપોર્ટ કરવા માટે હોય છે. પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સ્થિતિ અલગ હતી. અમારા ખેલાડીઓ વિરુદ્ધ કેટલીક ખાસ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને, અમે BCCIને પત્ર લખીને મામલાની તપાસ કરવા વિનંતી કરી છે. ગયા વર્ષે જીતેશ શર્માએ ગીત ગાયું હતું RCBએ ગયા વર્ષે ચેન્નઈ સામેની મેચ પહેલા તેના વિકેટકીપર જીતેશ શર્માનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે ઇડલી-ઢોસા વાળું ગીત ગાઈ રહ્યા હતા. ત્યારે તેને CSK ફેન્સે ટ્રોલ કર્યા હતા. જોકે, આના પર વધુ વિવાદ થયો ન હતો. આ ગીત સંગીતકાર ગાના અપ્પુએ બનાવ્યું હતું. RCB-CSK મેચને સદર્ન ડર્બી કહેવાય છે છેલ્લા કેટલાક વર્ષોમાં CSK અને RCB વચ્ચે રાઈવલરી જોવા મળી છે, જેના કારણે તેને IPLની સદર્ન ડર્બી કહેવામાં આવી. હેડ ટુ હેડમાં CSKનું RCB પર પલડું ભલે ભારે રહ્યું હોય, પરંતુ છેલ્લી કેટલીક સિઝનમાં બેંગલુરુએ ચેન્નઈ પર પોતાનો દબદબો બનાવ્યો છે. RCBએ CSKને 43 રનથી હરાવ્યું 5 એપ્રિલે રમાયેલી મેચમાં RCB એ CSK ને 43 રનથી હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCB એ 250 રન બનાવ્યા. આ સિઝનનો બેસ્ટ સ્કોર છે. જવાબમાં CSK 207 રન જ બનાવી શકી હતી. RCB માટે ટિમ ડેવિડે 25 બોલમાં 8 છગ્ગા ફટકારીને 70 રન બનાવ્યા. કેપ્ટન રજત પાટીદારે 48, ફિલ સોલ્ટે 46, વિરાટ કોહલીએ 28 અને દેવદત્ત પડિકલે 50 રન બનાવ્યા. ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી. અભિનંદન સિંહ, જેકબ ડફી અને કૃણાલ પંડ્યાને 2-2 વિકેટ મળી. ભુવીએ IPLમાં 200 વિકેટ પૂરી કરી. ------------------------ સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… માર્શે એવી સિક્સ ફટકારી કે બોલ સ્ટેડિયમની બહાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026ની 23મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મિચેલ માર્શે 102 મીટર લાંબો સિક્સર ફટકાર્યો. લખનઉના કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત થઈને રિટાયર હર્ટ થયા. સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    હાર્દિકે ઉઘાડા શરીરે ફરારીની સવારી કરી:OMG, સ્ટેડિયમમાં વિદેશી ગર્લનાં ગાંડા 'ફેન'; મયંતી હીલ પહેરીને ફૂટબોલ રમી, જુઓ VIDEO
    Next Article
    સેલેબ્સના બોડીગાર્ડ્સની વાર્ષિક કમાણી કરોડોમાં નથી હોતી!:શાહરુખ ખાનના પૂર્વ બોડીગાર્ડે સોશિયલ મીડિયા પર પગારના દાવાઓની પોલ ખોલી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment