Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CSK સામે ગુજરાતની સરળ જીત:8 વિકેટે મેચ જીતી, સાઈ સુદર્શનની 87 રનની ધમાકેદાર ઇનિંગ; ગાયકવાડનો 'વન મેન આર્મી' શૉ ફેલ

    2 days ago

    ગુજરાત ટાઇટન્સે IPL 2026 ના 37મા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવીને સીઝનની ચોથી જીત નોંધાવી છે. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ 20 ઓવરમાં 7 વિકેટે 158 રન જ બનાવી શકી હતી. રવિવારે ચેન્નઈની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને ટીમ 37 રન સુધીમાં 4 વિકેટ ગુમાવી ચૂકી હતી. ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં અણનમ 74 રન બનાવીને ઇનિંગ સંભાળી હતી, જ્યારે શિવમ દુબેએ 22 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત માટે કગિસો રબાડાએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજ, માનવ સુથાર અને અરશદ ખાનને 1-1 સફળતા મળી હતી. 159 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતે એકતરફી અંદાજમાં મેચ જીતી લીધી હતી. ટીમે 16.4 ઓવરમાં 162 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરતા 46 બોલમાં 87 રન ફટકાર્યા હતા, જ્યારે જોસ બટલરે 39 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલે 33 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ તરફથી નૂર અહમદ અને અકીલ હુસૈનને એક-એક વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અકીલ હુસૈન, નૂર અહેમદ, ગુરજપનીત સિંહ અને અંશુલ કંબોજ. ઇમ્પેક્ટ પ્લેયર: સરફરાઝ ખાન ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ.
    Click here to Read More
    Previous Article
    LSG vs KKR | GT vs CSK: Pant की अब बढ़ गई मुश्किल? GT ने जीत के साथ लगाई छलांग
    Next Article
    IPLમાં બીજી મેચ લખનઉ vs કોલકાતા:કેપ્ટન પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, હેડ-ટુ-હેડમાં પંતની ટીમનું પલડું ભારે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment