Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી મોંઘું, જમ્મુ-કાશ્મીરમાં CRPF પર આતંકી હુમલો; ઈરાનનું નવું અંડરગ્રાઉન્ડ મિસાઈલ સિટી

    8 hours ago

    નમસ્તે, જમ્મુ-કાશ્મીરમાં બાઇક સવાર આતંકીઓએ CRPFના જવાનો પર ફાયરિંગ કર્યું. અમેરિકી હુમલાઓ વચ્ચે ઈરાને પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કર્યું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે અમૂલ અને મધર ડેરીએ 6 મહિનામાં બીજી વખત દૂધના ભાવ વધાર્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી મોદી દિલ્હીના ભારત મંડપમમાં ખેડૂતો સાથે સંવાદ કરશે. 2. હૈદરાબાદમાં કોંગ્રેસની ભારત સમિટ 2.0નું આયોજન થશે. જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે. 📰 કાલના મોટા સમાચારો 1. અમૂલ દૂધના ભાવમાં 6 મહિનામાં બીજીવાર વધારો:ગોલ્ડમાં પ્રતિ લિટર રૂ.4 અને તાજામાં લિટર દીઠ રૂ.2 વધારો, 12 નવેમ્બરથી નવો ભાવ લાગુ દિવાળીના તહેવાર પૂર્ણ નથી થયા ત્યાં જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે. ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા અને તાજાના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે.આવતીકાલ (12 નવેમ્બરથી) અમૂલ ગોલ્ડના અડધા લિટર પાઉચના 35ના બદલે 37 રૂપિયા અને અમૂલ તાજાના અડધો લિટર પાઉચના 29ના બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. મહત્વનું છે કે, ગોલ્ડ અને તાજા સિવાયની અમૂલની અન્ય પ્રોડક્ટના ભાવમાં કોઈ વધારો કરાયો નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, 3 જવાન ઈજાગ્રસ્ત:ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા, બાઇક સવારોએ 30 રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી છૂટ્યા જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે બાઇક પર સવાર અજાણ્યા હુમલાખોરોએ CRPFના અખરાન કેમ્પમાં નાકા ડ્યુટી પર તૈનાત જવાનો પર ગોળીબાર કર્યો. આતંકવાદી હુમલાનો CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં હુમલાખોરો 15 સેકન્ડની અંદર લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. પાતાળમાં ઈરાનનું ‘મિસાઈલ સામ્રાજ્ય’: જમીનની નીચે ધમધમતા સીક્રેટ મિસાઈલ સિટીનો વીડિયો જાહેર, બેલિસ્ટિક અને ક્રૂઝનો ભંડાર, અમેરિકા-ઇઝરાયલનું ટેન્શન વધ્યું ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ નવી અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટીનો વીડિયો જાહેર કર્યો છે. તેમાં બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો સાથે તેમને લોન્ચ કરનારી સિસ્ટમ્સ પણ રાખેલી જોવા મળી હતી. IRGC સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સી તસ્નીમે મંગળવારે આ મિસાઇલ સિટીની તસવીરો જાહેર કરી હતી. જોકે, આ ઠેકાણું ક્યાં છે અથવા તેમાં કેટલી મિસાઇલો છે અને તેના કયા કયા પ્રકારો છે, તે જણાવવામાં આવ્યું નથી. ગલ્ફ ન્યૂઝ અનુસાર, ઈરાનના આશરે 90% મિસાઇલ ઠેકાણાં અને સુરંગોમાં બનાવાયેલા ભંડારો હજુ પણ કાર્યરત છે. તેમના પર હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ પણ તેઓ ચાલુ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. 'બ્રેક કામ કરતી નથી...':ટ્રેન રોકવા લોકો-પાઇલટની મથામણ, કોલકાતા-સૈરંગ એક્સપ્રેસના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા; જુઓ એન્જિનની અંદરનો ડરામણો VIDEO આસામના કામરૂપ જિલ્લાના ડિગારૂ રેલવે સ્ટેશન પર બુધવારે સવારે લગભગ 6:54 વાગ્યે કોલકાતા-સૈરંગ એક્સપ્રેસ (13125)નું એન્જિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, લગભગ 50 મુસાફરો ઘાયલ થયા છે. જોકે રેલવેએ જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે. પૂર્વોત્તર સીમા રેલવે (NFR) મુજબ, ડિગારૂ સ્ટેશન પર ટ્રેનને બીજી લાઇન પર લઈ જતી વખતે આ અકસ્માત થયો. લોકોપાયલટ બીજી ટ્રેનને પ્રાથમિકતા આપવા માટે ઝડપ ઘટાડી શક્યા નહીં. જેના કારણે ટ્રેન બીજી લાઇન પર લગાવેલા બેરીકેડ્સ સાથે અથડાઈ અને એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો 5. બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું, 21 જિલ્લામાં હિંસા:અનેક સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ, વાહનો-ટ્રેનના કોચ સળગાવ્યા; પૂર્વ PM શેખ હસીનાની વાપસી પર બબાલ પૂર્વ PM શેખ હસીનાના પરત ફરવાના એલાન બાદ બાંગ્લાદેશમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. સોમવાર રાતથી મંગળવાર સાંજ સુધી દેશમાં ઓછામાં ઓછા 21 જિલ્લાઓમાં આગચંપીની ઘટનાઓ સામે આવી છે. બસો અને ટ્રેનના કોચમાં આગ લગાવવામાં આવી હતી. સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ પોલીસ અને ઢાકા મેટ્રોપોલિટન પોલીસ (DMP)ના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 11 જિલ્લાઓમાં 22 વાહનોને આગ લગાવવામાં આવી હતી. ઢાકા અને અન્ય છ જિલ્લાઓમાં ઓછામાં ઓછા 28 સ્થળોએ દેશી બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ બની હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષા, દિલ્હીમાં AQI 322::MPમાં તાપમાન 12°Cથી નીચે; બિહારમાં વરસાદનું એલર્ટ, રાજસ્થાનમાં દિવસનું તાપમાન 38°C જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં તાજી બરફવર્ષા થઈ છે. ગુલમર્ગ ગોંડોલાના ફેઝ-1ની આસપાસના પહાડો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. દિલ્હીમાં AIIMSની આસપાસ સવારે 6:30 વાગ્યે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 322 નોંધાયો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 201થી 300 સુધી હોય ત્યારે હવા ખરાબ માનવામાં આવે છે. 301થી 400 સુધી ખૂબ જ ખરાબ અને 401થી 500 સુધી ગંભીર શ્રેણી હોય છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26માં ગુજરાતના 3 શહેરોએ બાજી મારી:'સ્વચ્છ શહેર જોડી' કેટેગરીમાં અમદાવાદ-સાણંદ નંબર-1, સુપર સ્વચ્છ લીગમાં સુરત બીજા નંબરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બુધવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26ની જાહેરાત કરવામાં આવી. અલગ અલગ ત્રણ કેટેગરીમાં ગુજરાતના ત્રણ શહેરોએ બાજી મારી. સ્વચ્છ જોડી કેટેગરીમાં અમદાવાદ અને સાણંદે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. જ્યારે સુપર સ્વચ્છ લીગમાં સુરત બીજા નંબરે રહ્યું. જ્યારે રાજ્યમાં સૌથી સ્વ્ચછ શહેરની કેટેગરીમાં વડોદરાએ બાજી મારી. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા અને મનપાના મેયર દ્વારા એવોર્ડનો સ્વીકાર કરવામાં આવ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ AIIMSના કાર્ડિયો ન્યુરો સેન્ટરમાં દાખલ:મોર્નિંગ વૉક કરતી વખતે બેભાન થઈ ગયા'તા; ગયા વર્ષે સ્ટેન્ટ મૂકાયું હતું (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ પાકિસ્તાની ડેપ્યુટી PMના પૌત્ર પર ગેંગરેપના આરોપો નક્કી:વિદેશી મહિલાની સલાહ પર પૈસા લગાવ્યા, નુકસાન થયું તો પાકિસ્તાન બોલાવીને શોષણ કર્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ 'જો સુરક્ષા નહીં વધારાય તો તેમના અંતિમ સંસ્કારમાં આવવું પડશે':સોનિયા ગાંધીએ લખ્યું- રાહુલને પિતાની હત્યાની આશંકા હતી; અગાઉ સુરક્ષામાં થયેલી ચૂકથી આશ્ચર્યચકિત થયા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ ન્યૂયોર્કની જેલમાંથી બ્રિટિશ એરબેઝ પર હુમલાનું કાવતરું:આરોપી ફોન પર કોડિંગ લેંગ્વેજમાં સૂચનાઓ આપી રહ્યો હતો, ઈંધણથી ભરેલી 3 વેન મોકલી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ શેરબજાર 10 મહિનામાં 16% ઘટ્યું, એક મહિનામાં રિકવરી:સેન્સેક્સ 772 અંક વધીને 81,879 પર બંધ, નિફ્ટી 210 અંક વધ્યો; બેન્કિંગ-ઓટો શેર સૌથી વધુ વધ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ વનડે બોલિંગ રેન્કિંગમાં ગુરનૂરને 60 સ્થાનનો ફાયદો:બેટર્સમાં ટોપ-4માં ત્રણ ભારતીયો; શુભમન ગિલ નંબર-1 પર યથાવત્ (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ હાથકડી પહેરીને 101 કિમી દોડ્યા પોલીસકર્મીઓ સ્પેનના બે પોલીસકર્મીઓએ એકબીજા સાથે હાથ બાંધીને 101 કિલોમીટરની દોડ પૂરી કરી. 46 વર્ષીય જેસિકા અને 40 વર્ષીય પેલાયોએ 17 કલાક 31 મિનિટમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોકવા ડ્રેગનનો ફૂંફાડો:500 હાથી જેવડાં મશીન માટે ચીન વિલન, મુંબઇના દરિયા નીચે દગાબાજી, નવા ફતવાથી ગુજરાતને શું અસર થશે? ચાર મુદ્દામાં સમજો 2. વાર્ષિક રાશિફળ:વિક્રમ સંવત 2083નું વર્ષ બારેય રાશિના જાતકો માટે કેવું રહેશે? વીડિયો દ્વારા જાણો આવનારા વર્ષનું ભવિષ્યફળ 3. પ્રેમી સાથે કરવા હતા લગ્ન પણ પતિ હતો રસ્તાનો કાંટો:1 વર્ષ સુધી જોઇ રાહ, 35 કિમી સુધી શિકારીની જેમ પીછો કર્યો અને પછી મારી દીધી ટક્કર 4. આજનું એક્સપ્લેનર:PM પદ માટે રાજી સોનિયા પાછળ કેમ હટ્યાં; રાહુલની નારાજગી કે ‘વિદેશી મૂળ’ પર હોબાળાનો ડર, પુસ્તકમાં શું જણાવ્યું 5. મીઠાઈ આપવા ગયેલા કોર્પોરેટર પર શ્વાન ભસ્યો:દિવાળીની રાત્રે જ નેતાના ભત્રીજાએ ફાયરિંગ કર્યું? લો બોલો, ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ ઓનલાઈન! 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: વૃષભ રાશિના જાતકોની ચિંતાઓ દૂર થશે, વૃશ્ચિક રાશિના લોકોને યોગ્ય રોકાણથી ફાયદો થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Ramayana Box Office Collection: रामायण की सुनामी में बहा बॉक्स ऑफिस, 500 करोड़ के पार हुई फिल्म
    Next Article
    Who Is Kimberly Powell, Nvidia Executive Who Had Affair With CEO Jensen Huang?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment