Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ ચોપાટી પર હૃદય રોગ જાગૃતિ માટે CPR ડેમો કરાયો:વિશ્વ હૃદય દિવસ પહેલા 300થી વધુ લોકો જોડાયા, ઝુમ્બા-યોગા પણ થયા

    17 hours ago

    વેરાવળની ચોપાટી પર વિશ્વ હૃદય દિવસ પહેલા હૃદયના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આદિત્ય બિરલા અને સિનર્જી હોસ્પિટલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 300થી વધુ નાગરિકો જોડાયા. નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં ઝુમ્બા, યોગા અને કસરત જેવી પ્રવૃત્તિઓ કરાઈ. હૃદયરોગ નિષ્ણાતોએ સ્વસ્થ હૃદય માટે દૈનિક ફેરફારોનું માર્ગદર્શન આપ્યું. નિયમિત ચાલવું, કસરત કરવી, વજન નિયંત્રણમાં રાખવું અને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલની તપાસ કરાવવા પર ભાર મુકાયો. મુખ્ય આકર્ષણ CPRનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન હતું. તબીબોએ અચાનક હૃદય બંધ પડે ત્યારે CPR કેવી રીતે આપવું તે પ્રત્યક્ષ નિદર્શન સાથે સમજાવ્યું. સામાન્ય નાગરિકોને CPRની જાણકારી હોય તો ઇમરજન્સીમાં જીવન બચાવવામાં મદદ મળે છે. ડો. સુરસિંહ બારડ અને ડો. રાજુ ક્રિશ્નાનીએ કાર્યક્રમની સફળતા પર ભાર મૂક્યો. નરેશ ગોહેલે નિયમિત કસરત અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી. ‘હૃદય સ્વસ્થ તો જીવન સ્વસ્થ’ અને ‘હૃદય બચાવો, જીવન બચાવો’નો સંદેશ અપાયો.
    Click here to Read More
    Previous Article
    ગૃહમંત્રી આજે અમદાવાદમાં દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી બતાવશે:ટેન્ક ફૂલ થવા પર 2200 કિમી ચાલશે, LNG અને ડીઝલ વચ્ચે સ્વિચ કરી શકશે એન્જિન
    Next Article
    એશિયન ગેમ્સ- બોક્સર અંકુશે દિવસનો પહેલો મેડલ પાકો કર્યો:મુરલી શ્રીશંકર લોંગ જમ્પની ફાઇનલમાં, તીરંદાજી ટીમો સેમિફાઇનલમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment