Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રાન્ડેડ બોટલમાં સસ્તા દારૂના વેચાણનો પર્દાફાશ:શાહપુર પોલીસની જાણ બહાર મકાનમાં ચાલતું કૌભાંડ CPની PCB સ્ક્વોર્ડે ઝડપ્યું, 4 આરોપીની ધરપકડ

    17 hours ago

    શહેરના શાહપુર વિસ્તારમાં સસ્તી બ્રાન્ડના દારૂને બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભેળવીને વેચાણ કરવામાં આવતું હોવાનું કૌભાંડ પોલીસ કમિશનરની PCB સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી ઘરમાંથી સસ્તી બ્રાન્ડની દારૂની બોટલ અને વિદેશી દારૂની બ્રાન્ડેડ ખાલી બોટલો સહિતનો રૂ.1.56 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. કેટલાક સમયથી આ સસ્તાના નામે બ્રાન્ડેડ દારૂ વેચવાની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે સ્થાનિક શાહપુર પોલીસની જાણ બહાર પોલીસે દરોડો પાડી અને કાર્યવાહી કરી છે. PCBને બાતમી મળતા જ દરોડો પાડ્યો મળતી માહિતી મુજબ PCB સ્ક્વોડના PI જે.પી.જાડેજા અને ટીમને બાતમી મળી હતી કે, શાહપુર વિસ્તારમાં હલીમની ખડકી પાસે મોઢાની પોળમાં વિકી ઉર્ફે મંગો ચૌહાણ નામનો શખસ સસ્તી વિદેશી દારૂની બોટલમાંથી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલમાં ભરી લોકોને દારૂનું વેચાણ કરી રહ્યો છે. જેના આધારે PCBના દિવ્યરાજસિંહ, કલ્યાણસિંહ, મહાવીરસિંહ અને મનહરસિંહ સહિતના પોલીસ કર્મીઓ બાતમી મળેલા મકાનમાં પહોંચ્યા હતા. આ સમયે ત્યાં મકાનમાં ચાર લોકો બેઠા હતા. મકાનમાંથી કૌભાંડ ઝડપાયું ચારેયની પૂછપરછ કરતા તેમના નામ મનદીપ ભાવસાર, કૈલાસ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાની હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઘરમાં તપાસ કરતા પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી જેમાં વિદેશી દારૂની બોટલ હતી અને ખાલી બ્રાન્ડેડ દારૂની બોટલના બુચ, હેર ડ્રાયર મશીન અને લાલ કલરનું પ્રવાહી મળી આવ્યું હતું. બ્રાન્ડેડ વિદેશી દારૂની ખાલી બોટલ અને સસ્તી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી. સાથે જ પ્લાસ્ટિકના કેરબા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ચારેય આરોપીઓ તો નોકરી કરતા હતા આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ મકાન વિકી ઉર્ફે મંગો ચૌહાણનું છે અને ચારે તેના મિત્રો છે. વિદેશી દારૂનો ધંધો મંગો ચૌહાણ કરે છે અને ચારેય તેના ત્યાં નોકરી કરે છે મનદીપ ભાવસારને આ ધંધાનું સંચાલન કરવા આપ્યું હતું. અને પગાર તરીકે ₹35,000 આપે છે જ્યારે કૈલાશ બોડાણા સસ્તો વિદેશી દારૂનો જથ્થો અને ખાલી બોટલ લઈને આપે છે, જેના તેને દસ હજાર રૂપિયા મળે છે. જ્યારે દેવ પટેલ અને દેવાંગ જાની બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલની ડિલિવરી કરવા જાય છે જેને રોજના પગાર પેટે ₹200 આપે છે. બ્રાન્ડેડ બોટલમાં સસ્તો વિદેશી દારૂ ભરી વેચાણ થતું આરોપી વિકી ઉર્ફે મંગો ચૌહાણ શાહપુર વિસ્તારમાં મકાનમાં સસ્તા વિદેશી દારૂની બોટલ લાવી બ્રાન્ડેડ વિદેશી દારૂની ખાલી બોટલમાં ભરીને લોકોને સસ્તાના નામે મોંઘો બનાવટી દારૂ વેચતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર વિકી ઉર્ફે મંગાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી સસ્તાના નામે બ્રાન્ડેડ વિદેશી બનાવટી દારૂ બનાવવાનું વેચાણ શાહપુર વિસ્તારમાં થતું હતું. ત્યારે શાહપુર પોલીસની જાણ બહાર પોલીસ કમિશનરની સ્ક્વોડે દરોડા પાડી સમગ્ર કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. અને 1,56,410 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. જપ્ત મુદામાલની વિગતો: (1) ભારતીય બનાવટની વિદેશી દારુની સીલબંધ બોટલ નંગ 227 ₹1,14,850/- (2) વિદેશી દારુની બ્રાન્ડેડ ખાલી બોટલો નંગ 127 (3) વિદેશી દારુની બ્રાન્ડેડ ખાલી બોટલોના બુચ નંગ 100 (4) વિદેશી દારુની બ્રાન્ડેડ બોટલોના સ્ટીકર નંગ 118 (5) એક કાળા કલરનુ હેર ડ્રાયર (6) અલગ અલગ ફ્લેવર નંગ 05 (7) મોબાઇલ ફોન નંગ 05 ₹ 26,000/- (8) અંગ ઝડતીના રોકડા ₹11,160/- (9) એક કેરબામાં 8 લિટર વિદેશી દારુ ₹ 1,600/- (10) બીજા કેરબામાં 14 લિટર વિદેશીદારુ ₹ 2,800/-
    Click here to Read More
    Previous Article
    પત્નીને બચકા ભરી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ:ફોનમાં પ્રેમભર્યા મેસેજથી ભેદ ખુલ્યા બાદ પતિ અન્ય સ્ત્રી સાથે ઝડપાયો, સાસુએ પુત્રનો પક્ષ લઈ ઘરમાંથી કાઢી મૂકી
    Next Article
    CWG 2026, India's Medal Tally: List Of All Gold, Silver, Bronze Winners

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment