Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસનું નૂતન વર્ષાભિનંદન:CP વાબાંગ ઝમીરની કહ્યું - "નવા વર્ષમાં ગુજસીટોક-ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ અને પોક્સોના કેસો પર ખાસ ફોકસ"

    6 hours ago

    દિવાળી અને નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમ નિમિત્તે સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ ઝમીર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ કમિશનરે સ્પષ્ટ સંદેશ આપતાં જણાવ્યું કે, નવા વર્ષમાં પણ અસામાજિક તત્ત્વો, સંગઠિત ગુનાખોરી અને શરીર-મિલકત વિરુદ્ધના ગુના આચરતા તત્ત્વો સામે ‘ગુજસીટોક’ અને ‘પાસા’ જેવા કડક કાયદાકીય હથિયારોનો સંપૂર્ણ ઉપયોગ ચાલુ રહેશે. પાછલા વર્ષની સફળ વ્યૂહરચનાને આગળ ધપાવી શહેરને ગુનામુક્ત રાખવા માટે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ સામે સીપીની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા સાથે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે પોક્સો (POCSO) હેઠળ તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થોના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા ડ્રગ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવશે. પોલીસ કમિશનરે ભારપૂર્વક કહ્યું કે, ડ્રગ્સ માફિયાઓ અને આધુનિક યુગમાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુનેગારો સામે પોલીસ કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર આક્રમક રીતે કાર્યવાહી કરશે. સહયોગ આપનાર સંસ્થાઓનો આભાર, નાગરિક સુરક્ષા માટે કટિબદ્ધતા પોલીસ કમિશનર વાબાંગ ઝમીરએ ‘ફ્રેન્ડ ઓફ પોલીસ’ અને ગુનાખોરી ડામવામાં પોલીસ તંત્રને સતત સહકાર આપતી વિવિધ સામાજિક સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સુરતના નાગરિકોને નૂતન વર્ષની શુભકામના પાઠવતાં અપીલ કરી કે, સમાજમાંથી ડ્રગ્સ અને ગુનાખોરીને દૂર કરવા પોલીસ સાથે મળીને ખભેખભા મિલાવી સહકાર આપે. અંતમાં તેમણે વિશ્વાસ અપાવ્યો કે, સુરત શહેર પોલીસ પ્રત્યેક નાગરિકની સલામતી, સુખ-શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨૪ કલાક કટિબદ્ધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    સ્વધા ફાઉન્ડેશને 150 બાળકોને નવાં કપડાં આપ્યાં:દિવાળી નિમિત્તે ચાંદખેડા, ઝુંડાલ, સાબરમતી અને ટ્રાગડમાં ચાર દિવસ વિતરણ
    Next Article
    BAPS સ્વામિનારાયણ મંદિરનો અન્નકૂટ મહોત્સવ:અપૂર્વમુનિસ્વામીએ કહ્યું- વિદેશી નાગરિકો ભારતીય પરંપરા સાથે જોડાતા શાકાહારી વાનગીઓનું મહત્વ વધ્યું, હરિભક્ત બોલ્યા- એક મહિનાથી તૈયારીઓ કરી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment