Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-એનસીઆરમાં CNG ₹3.89 મોંઘુ થયું:કિંમત ₹83 પ્રતિ કિલોથી વધીને લગભગ ₹87 થઈ; આ વર્ષે 5મી વાર ભાવ વધ્યા

    14 hours ago

    દિલ્હી-NCRમાં CNGની કિંમત ₹3.89 પ્રતિ કિલો વધી ગઈ છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) અનુસાર, નવી કિંમત શનિવારે સવારે 6 વાગ્યાથી લાગુ પડશે. ત્યારબાદ દિલ્હીમાં CNG ₹83.09 થી વધીને ₹86.98 પ્રતિ કિલો થઈ જશે. આ વર્ષે CNGના ભાવમાં આ પાંચમો વધારો છે. IGL અનુસાર, આ વખતે કિંમત વધારવાનું મુખ્ય કારણ LNGની વધતી આયાત કિંમત, આંતરરાષ્ટ્રીય ગેસ કિંમતોમાં તેજી અને CNGની વધતી માંગ છે. આ પહેલા મે મહિનામાં પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઉર્જા કિંમતોમાં તેજીના કારણે IGLએ 10 દિવસની અંદર ચાર તબક્કામાં CNGના ભાવ કુલ ₹6 પ્રતિ કિલો વધાર્યા હતા. નોઈડા-ગાઝિયાબાદમાં ₹95.59, ગુરુગ્રામમાં ₹92.01 પ્રતિ કિલો નવી કિંમતો પછી નોઈડા અને ગાઝિયાબાદમાં CNG ₹95.59 પ્રતિ કિલો થઈ ગઈ છે. મેરઠમાં તેની કિંમત ₹95.47 અને ગુરુગ્રામમાં ₹92.01 પ્રતિ કિલો છે. પેટ્રોલ અને ડીઝલની જેમ CNGના ભાવ પણ અલગ-અલગ રાજ્યોમાં અલગ હોય છે. તેનું એક કારણ રાજ્યોમાં લાગુ અલગ-અલગ વેટ દરો છે. દિલ્હીમાં કિંમત વધવા છતાં IGLએ કહ્યું છે કે CNG ગ્રાહકો માટે અન્ય ઇંધણની સરખામણીમાં સસ્તો વિકલ્પ બની રહી છે. હોર્મુઝ સંકટથી LNGના સપ્લાય અને કિંમત પર અસર IGLએ જણાવ્યું કે પશ્ચિમ એશિયા સંકટ ફરી વધવાથી હોર્મુઝ જળસંધિ દ્વારા થતી માલસામાનની હેરફેર પ્રભાવિત થઈ છે. તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય LNG બજાર પર પડી છે. કંપનીના મતે, સંકટ પહેલાની સરખામણીમાં વૈશ્વિક LNG કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. યુરોપમાં શિયાળા પહેલા ગેસનો ભંડાર વધારવાની જરૂરિયાતે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણ વધાર્યું છે. જેના કારણે આયાતી LNGની કિંમત વધી છે, જેની અસર CNG માટે ઉપયોગમાં લેવાતી ઇનપુટ ગેસની કિંમત પર પડી છે. CNGની વધતી માંગથી આયાત પર નિર્ભરતા વધી ભારતીય અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ અને વાહનોમાં CNGના વધતા ઉપયોગથી તેની ખપતમાં પણ તેજી આવી છે. વધતી માંગને પૂરી કરવા માટે CNG સેક્ટરની ઇનપુટ ગેસનો એક મોટો હિસ્સો આયાતી સ્પોટ LNGથી પૂરો કરવામાં આવી રહ્યો છે. IGL મુજબ, આંતરરાષ્ટ્રીય LNGની મોંઘી કિંમત અને ઘરેલું સ્તરે વધતી CNG ખપત, બંનેના કારણે ઇનપુટ ગેસની કિંમત ઘણી વધી ગઈ છે. કંપનીએ આ જ વધેલી કિંમતના પ્રભાવને અમુક હદ સુધી ઓછો કરવા માટે CNGની કિંમતમાં 3.89 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે. ઓટો-ટેક્સી અને માલસામાનની હેરફેર પર પડી શકે છે અસર દિલ્હી-NCRમાં મોટી સંખ્યામાં ઓટો, ટેક્સી, બસ અને માલસામાન લઈ જતાં વાહનો CNGથી ચાલે છે. આવી સ્થિતિમાં, ઇંધણ મોંઘું થવાની અસર આ વાહનોના સંચાલન ખર્ચ પર પડી શકે છે. CNGની કિંમત વધવાથી ભવિષ્યમાં મુસાફરોના ભાડા અને માલસામાનની હેરફેરના ખર્ચ પર પણ અસર થવાની સંભાવના છે. ખાસ કરીને તે લોકો અને વ્યવસાયો પર તેની વધુ અસર થઈ શકે છે, જેઓ રોજિંદા CNGથી ચાલતા વાહનો પર નિર્ભર છે. એશિયામાં LNG બેન્ચમાર્ક કિંમત બમણાથી વધુ થઈ આંતરરાષ્ટ્રીય બજારમાં LNGની કિંમતોમાં તેજીનો અંદાજ એશિયાના JKM બેન્ચમાર્ક પરથી લગાવી શકાય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેની કિંમત લગભગ 11 ડોલર પ્રતિ MMBTU હતી, જે ઓગસ્ટમાં વધીને 23.4 ડોલર થઈ ગઈ. યુરોપના TTF ગેસ બેન્ચમાર્કમાં પણ આ સમયગાળા દરમિયાન મોટો ઉછાળો આવ્યો. ફેબ્રુઆરીમાં તે લગભગ 11.3 ડોલર પ્રતિ MMBTU હતો, જે ઓગસ્ટમાં વધીને 23.3 ડોલર થઈ ગયો. આ વૈશ્વિક કિંમતોમાં તેજીની અસર ભારતમાં આયાતી ગેસના ખર્ચ પર પણ પડી છે. આ સમાચાર પણ વાંચો… બ્લિંકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે:રિટેલ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સે લિમિટ નક્કી કરી, એક મહિનામાં 35% મોંઘી થઈ બ્લિંકિટ, ઝેપ્ટો જેવી ક્વિક-કોમર્સ એપ્સ પરથી હવે ગ્રાહકો એક વખતમાં 2 થી 5 કિલો સુધી જ ખાંડ ખરીદી શકશે. દેશમાં તહેવારોની સિઝન શરૂ થવાના બરાબર પહેલાં ખાંડનો પુરવઠો ઘટવા અને કિંમતોમાં અચાનક આવેલા ઉછાળા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    સુવિધા:વડોદરાથી મુંદ્રાની એર ટેક્સીનો પ્રારંભ,રોજ 3 ફ્લાઇટ ઉડાન ભરશે, 50 મિનિટમાં પહોંચાશે
    Next Article
    6 વર્ષની બાળકી ધ્વનીને બાઇકની ટક્કર વાગતાં મોત:માણેજામાં ચાલવા નીકળેલા 3ને બાઈકની ટક્કર, બાળકીનું મોત, માતા-બહેન ગંભીર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment