Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાવાસીઓને મોંઘવારીનો મોટો ઝટકો:CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો અને SCM દીઠ ₹2નો વધારો ઝીંકાયો, આજથી જ નવા દરો લાગૂ

    1 day ago

    મોંઘવારીના આ યુગમાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા સીએનજી (CNG) અને પીએનજી (PNG) ના દરોમાં આજથી એટલે કે 1 જૂન, 2026થી ઝીંકાયેલા ભાવવધારાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. કંપનીએ ઇનપુટ ગેસના સતત વધતા ખર્ચને કારણભૂત ગણાવીને સીએનજી અને પીએનજી (ઘરેલું તથા કોમર્શિયલ) બંનેમાં પ્રતિ યુનિટ ₹૨નો સીધો વધારો કર્યો છે. કેમ કરવો પડ્યો ભાવવધારો? વડોદરા ગેસ લિમિટેડના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા અપાતા APM/NAPM કુદરતી ગેસની ફાળવણીમાં તાજેતરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાને કારણે કંપનીએ ખુલ્લા બજાર (ઓપન માર્કેટ) માંથી મોંઘા ભાવે ગેસ ખરીદવો પડી રહ્યો છે, જેનાથી કંપનીના ગેસ પ્રાપ્તિ ખર્ચમાં મોટો વધારો થયો છે. કંપનીએ ઉમેર્યું કે, ગ્રાહકો પર આર્થિક બોજ ન પડે તે માટે VGL લાંબા સમયથી આ વધારાનો ખર્ચ પોતે વહન કરતી હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં હવે ભાવવધારો કરવો અનિવાર્ય બન્યો છે. જાણો હવે કેટલો ચૂકવવો પડશે ભાવ (જૂના vs નવા દરો): સામાન્ય જનતા અને વેપારીઓના બજેટ પર સીધી અસર ગેસના ભાવમાં થયેલા આ અચાનક વધારાને કારણે રિક્ષાચાલકો, કેબ ચાલકો અને ખાનગી સીએનજી કાર ધરાવતા વાહનચાલકોના દૈનિક ખર્ચમાં વધારો થશે. બીજી તરફ, ગૃહિણીઓનું માસિક બજેટ પણ ખોરવાશે. આ ઉપરાંત, હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં વપરાતો કોમર્શિયલ ગેસ મોંઘો થવાના કારણે આગામી દિવસોમાં બહાર ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને થાળીના ભાવમાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. ઓનલાઈન કનેક્શનની સુવિધા યથાવત ઉલ્લેખનીય છે કે, વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાઇપલાઇન ગેસ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ભાવવધારો મર્યાદિત છે અને અન્ય પરંપરાગત ઇંધણોની તુલનામાં આ ગેસ હજુ પણ વધુ કિફાયતી, સુરક્ષિત અને પર્યાવરણમિત્ર છે. નવા PNG જોડાણ મેળવવા ઈચ્છતા ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે અથવા VGLના ગ્રાહક સેવા કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    In Saket building collapse, aspirations, ambitions meet a tragic end
    Next Article
    અમરેલીના વડીયામાં 4 શ્વાને બાળકને ફાડી ખાધું:છેલ્લા 25 દિવસમાં 4 બાળકો પર જીવલેણ હુમલો થતાં ગામમાં ફફડાટ; સ્થાનિકોએ કહ્યું- 'અમને સિંહથી નહીં પણ શ્વાનથી ડર લાગે છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment