Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિસાન ગ્રેવાઇટ માટે રેટ્રોફિટ CNG કિટ લોન્ચ:7 સીટ્સ સાથે 25-25 લિટરના 2 સિલિન્ડર આપતી દેશની પહેલી કાર; કિંમત ₹82,999

    2 days ago

    નિસાન ઇન્ડિયાએ 4 મેના રોજ તેની કોમ્પેક્ટ MPV 'ગ્રેવાઇટ' માટે રેટ્રોફિટ CNG કિટ લોન્ચ કરી છે. તેની શરૂઆતની કિંમત 82,999 રૂપિયા છે. ગ્રાહકો કોઈપણ ઓફિશિયલ નિસાન ડીલરશીપ પર જઈને પોતાની કારમાં તેને ઇન્સ્ટોલ કરાવી શકે છે. કંપનીનો દાવો છે કે, આ કિટ ICAT (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી) દ્વારા માન્ય છે. તેને મોટોજેન દ્વારા વિકસાવવામાં આવી છે. કંપની આ કિટના પાર્ટ્સ પર 3 વર્ષ અથવા 1 લાખ કિલોમીટરની થર્ડ-પાર્ટી વોરંટી પણ આપી રહી છે. 'નિસાન ગ્રેવાઇટ'ની એક્સ-શોરૂમ કિંમત 5.65 લાખથી 8.93 લાખ રૂપિયાની વચ્ચે છે. 25-25 લિટરના બે સિલિન્ડર, બૂટ સ્પેસ નહીં મળે ગ્રેવાઇટ CNG કિટની સૌથી મોટી ખાસિયત તેનું 'ટ્વીન ટેન્ક' સેટઅપ છે. તેમાં 25-25 લિટરના બે CNG ટેન્ક આપવામાં આવ્યા છે, જેને એક ઉપર એક (વર્ટિકલી) રાખવામાં આવ્યા છે. જોકે, બંને ટેન્કના કારણે કારનો બૂટ સ્પેસ (સામાન રાખવાની જગ્યા) સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે, પરંતુ તેની 7-સીટર ક્ષમતા યથાવત રહેશે. આ દેશની એકમાત્ર એવી કાર છે, જે 7 સીટો સાથે ટ્વીન CNG ટેન્ક ઓફર કરી રહી છે. ‘રેનો ટ્રાઇબર CNG’થી કેટલી અલગ? નોંધનીય છે કે 'નિસાન ગ્રેવાઇટ'ની આ CNG કિટ રેનોની આવનારી ‘ટ્રાઇબર CNG’થી અલગ છે. 'ટ્રાઇબર'ના નવા મોડલમાં કંપનીએ પ્લેટફોર્મમાં ફેરફાર કરીને સિલિન્ડરને ગાડીના નીચેના ભાગમાં (અંડરબોડી) ફિટ કર્યો છે, જ્યારે ગ્રેવાઇટમાં જૂના આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં સિલિન્ડર ડેકી એટલે કે બૂટ સ્પેસમાં રાખવામાં આવે છે. પર્ફોર્મન્સ: 1.0 લિટર એન્જિન, મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે CNG ઓપ્શન 'નિસાન ગ્રેવાઇટ'માં 1.0-લિટરનું 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળે છે, જે 72hpની પાવર અને 96Nmનો ટોર્ક જનરેટ કરે છે. હાલમાં આ CNG કિટ ફક્ત 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનવાળા વેરિઅન્ટ્સ માટે જ ઉપલબ્ધ છે. તેમાં પેટ્રોલ ભરવાની જગ્યાની નીચે જ CNG નોઝલ (ફ્યુઅલ-ફિલિંગ પોઈન્ટ) આપવામાં આવ્યું છે. હાલમાં આ સુવિધા 16 રાજ્યોના 60 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. એક્સટીરિયર: 'ટ્રાઇબર' જેવો લુક, પરંતુ મોર્ડન ટચ 'ગ્રેવાઈટ'ની બાહ્ય ડિઝાઇન મોટાભાગે 'ટ્રાઇબર' જેવી જ છે, પરંતુ નિસાને તેમાં ઘણા 'કોસ્મેટિક' ફેરફારો કર્યા છે. કારના આગળના ભાગમાં નવી હનીકોમ્બ પેટર્નવાળી ગ્રિલ અને હેડલાઇટ્સમાં નવી સિગ્નેચરવાળી DRLs આપવામાં આવી છે. તેના બમ્પરને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં C-આકારના સિલ્વર ફિનિશવાળા ભાગો મળે છે. કારને અલગ ઓળખ આપવા માટે તેના બોનેટ અને પાછળના દરવાજા (ટેલગેટ) પર મોટા અક્ષરોમાં 'GRAVITE' લખેલું છે. ગ્રાહકો તેને પાંચ કલર- ફોરેસ્ટ ગ્રીન, ઓનિક્સ બ્લેક, બ્લેડ સિલ્વર, સ્નો વ્હાઇટ અને મેટાલિક ગ્રેમાં ખરીદી શકે છે. ઇન્ટિરિયર અને સીટિંગ: 7 લોકોના બેસવાની જગ્યા કારની અંદર 5+2 સીટિંગ કન્ફિગરેશન મળે છે. ડેશબોર્ડનું લેઆઉટ સરળ છે. તેમાં 8-ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડ્રાઇવર માટે 7-ઇંચનું ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ઇન્ટિરિયરની કલર સ્કીમ અને ટ્રિમ્સ 'ટ્રાઇબર'થી અલગ છે, જેનાથી તે અંદરથી ફ્રેશ લાગે છે. તેમાં વાયરલેસ ચાર્જિંગ પેડ અને કૂલ્ડ ગ્લવ બોક્સ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. ફીચર્સ: સેફ્ટી માટે 6 એરબેગ્સ અને ક્રુઝ કંટ્રોલ નિસાને તેમાં ફીચર્સની લાંબી યાદી આપી છે. ટોપ મોડલ્સમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ, ઓટોમેટિક LED હેડલેમ્પ્સ, રેઈન-સેન્સિંગ વાઇપર્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવા ફીચર્સ છે. સેફ્ટી માટે તેમાં 6 એરબેગ્સ અને રીઅર પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Assam Election Result: जीत के बाद RSS दफ्तर में हिमंता, कुछ बड़ा होगा! IBreaking
    Next Article
    ટ્રમ્પે કહ્યું- 8-9 વર્ષ વધુ રાષ્ટ્રપતિ રહીશ:સાંભળીને લોકો હસવા લાગ્યા તો કહ્યું- હું મજાક નથી કરી રહ્યો, હજુ ઘણું કામ કરવાનું બાકી છે

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment