Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી CNGના ભાવમાં ફરી 4 રૂપિયાનો વધારો:નવો ભાવ પ્રતિ કિલો 94.02 રૂપિયા, 2026ના વર્ષમાં 12 રૂપિયાનો વધારો

    14 hours ago

    ઑગસ્ટ મહિનાના પ્રારંભ સાથે જ અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં અદાણી કંપની દ્વારા 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં તોતિંત ભાવમાં વધારો કરવામાં આવતા હવે CNGનો પ્રતિ કિલોનો ભાવ 94.02 રૂપિયા પહોંચી ગયો છે. અગાઉ પણ અનેક વખત ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો અને CNG વાહન ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લે 19 જુલાઈ, 2026ના રોજ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે 12 દિવસમાં બીજી વખત અદાણી CNGના ભાવ વધ્યા છે. CNGના ભાવમાં એક સાથે 4 રૂપિયાનો વધારો CNG પર નિર્ભર લાખો વાહનચાલકોને ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. અદાણી દ્વારા CNGના ભાવમાં આજે ફરી પ્રતિ કિલો 4નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ CNGનો ભાવ હવે 90.02થી વધીને 94.02 પ્રતિ કિલો પહોંચી ગયો છે. અગાઉ પણ કંપનીએ ભાવમાં વધારો કરતાં 88.02થી 90.02 રૂપિયા ભાવ થઈ ગયો હતો. હવે તેના પર વધુ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક સમયે પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સસ્તું ગણાતું CNG હવે પેટ્રોલ અને ડિઝલના સમકક્ષ પહોંચી ગયું છે. રિક્ષા અને ટેક્સી ચાલકો માટે ચિંતા સતત વધી રહેલા ભાવને કારણે CNG વાહન ચાલકોનું બજેટ ખોરવાઈ શકે છે. તેમજ રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો માટે આ વધારો ચિંતાનો વિષય બની ગયો છે. CNGના સતત વધી રહેલા ભાવની સૌથી મોટી અસર રિક્ષા ચાલકો પર જોવા મળશે. અગાઉ ઓછા ખર્ચને કારણે હજારો લોકોએ પેટ્રોલ અને ડીઝલ વાહનો છોડીને CNG વાહનો ખરીદ્યા હતા, પરંતુ હવે વારંવાર થતા ભાવ વધારાને કારણે તેમની બચતનું ગણિત પણ બગડી રહ્યું છે. પરિપત્ર ન થતા રિક્ષાના ભાડામાં વધારો નહીં અગાઉ પણ જ્યારે અદાણી કંપની દ્વારા CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો ત્યારે રિક્ષા ચાલક એક્તા યુનિયન દ્વારા ભાડામાં પણ વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે વાહન વ્યવહાર કમિશનર સાથેની ચર્ચા બાદ ભાડામાં વધારો આપવાની સહમતિ સધાઈ હતી. પરંતુ હજી સુધી સરકાર દ્વારા પરિપત્ર કરવામાં ન આવતા રિક્ષા ચાલકો ભાડામાં વધારો કરી શક્યા નથી. જેથી વધતા જતા CNG ના ભાવ સામે હવે રિક્ષા ચાલકો સખત વિરોધ નોંધાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી:આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય
    Next Article
    "His Approach Was Risky": Mountaineers On Nirmal Purja's Legendary Climbs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment