Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM યોગીને રામ મંદિરમાં ચોરીનો રિપોર્ટ આપવા પહોંચી SIT:7 પેન ડ્રાઇવમાં પુરાવા; ચંપત રાય-અનિલ મિશ્રા સહિત 150 લોકોને ચેતવણી- અયોધ્યા છોડીને ન જાય

    13 hours ago

    રામ મંદિરમાં ચોરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રવિવારની સાંજે સીએમ યોગીને પ્રારંભિક રિપોર્ટ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી ગઈ છે. SIT એ ઘટનાસ્થળેથી એકત્ર કરેલા તમામ પુરાવા અને લોકો પાસેથી પૂછપરછની વિગતો 7 પેન ડ્રાઇવમાં સુરક્ષિત કરી છે. 6 દિવસની તપાસમાં 150 શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા છે. તેમાંથી 25 લોકો સામે કાર્યવાહી થવાની શક્યતા છે. જે લોકોની SIT પૂછપરછ કરી ચૂકી છે, તેમને આગામી આદેશ સુધી ક્યાંય બહાર ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. તેમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રા પણ સામેલ છે. SIT એ રામ મંદિરમાં પ્રભુત્વ ધરાવતા રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુની લગભગ દરરોજ પૂછપરછ કરી. ટીમે તેના નજીકના લોકો, સંબંધીઓ અને તેમની સંપત્તિઓની પણ માહિતી મેળવી છે. આ 6 દિવસમાં ટીમે ઘણા જરૂરી દસ્તાવેજો જેવા કે- સીસીટીવી ફૂટેજ, ચઢાવા સંબંધિત માહિતી, ચઢાવાની ગણતરી કરવાની રીત, બેંકમાં પૈસા લઈ જવાની રીત સહિત એક-એક મુદ્દાઓ પર ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી. છઠ્ઠા દિવસે શનિવારે ટીમે તમામ આરોપીઓ અને શંકાસ્પદોના બેંક ખાતાઓની માહિતી મેળવી છે. આ બધી તપાસ પછી ટીમ તમામ પુરાવા પોતાની સાથે લઈ ગઈ છે. તેમને અયોધ્યા છોડીને ન જવાની ચેતવણી મળી 2021 સુધીના જૂના રેકોર્ડ પણ ટીમે તપાસ્યા SIT એ મંદિરના દાનપાત્રોની રકમનો ઉપયોગ, બિનજરૂરી ખર્ચાઓ અને જમીન ખરીદી સંબંધિત મામલાઓની પણ તપાસ કરી. 2021 સુધીના જૂના રેકોર્ડ પણ તપાસ્યા. બેંક અધિકારીઓની પણ પૂછપરછ કરી. સૂત્રો અનુસાર, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા સામે કાર્યવાહી લગભગ નિશ્ચિત છે. બંનેને પદ પરથી હટાવી શકાય છે. આ ઉપરાંત, મંદિરના નિર્માણ પ્રભારી ગોપાલ રાવને પણ પદ પરથી હટાવી શકાય છે. અત્યાર સુધીમાં 2 કરોડની રિકવરી ચોરીના કેસમાં 5 લોકો લવકુશ, અવનીશ, અનુકલ્પ, કરુણે અને રામશંકર ઉર્ફે ટિન્નુની નિશાનદેહી પર અત્યાર સુધીમાં 2 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. આ બધા મંદિરમાં દાનની રકમ ગણવાની ફરજ સાથે સંકળાયેલા હતા. મંદિર ટ્રસ્ટના કર્મચારી ટિન્નુના ઘરેથી 13 જૂને સોનું મળ્યું હતું. જોકે, સોનું કેટલું છે, તે હજુ કન્ફર્મ નથી. સપા પ્રમુખ અને પૂર્વ મંત્રીએ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો સપા સરકારમાં મંત્રી રહી ચૂકેલા પવન પાંડેયે 7 જૂને દાવો કર્યો હતો કે રામ મંદિરથી 5 થી સાડા 7 કરોડ રૂપિયા સુધીની ચોરી કરવામાં આવી છે. અખિલેશે પણ કહ્યું હતું કે આ મામલે સરકારની ચૂપકીદી શંકાસ્પદ છે. કોર્ટે આ મામલો જોવો જોઈએ. ચંપત રાયે સ્પષ્ટતા કરી હતી કે અત્યાર સુધી આવી કોઈ વાત સામે આવી નથી. વિવાદ વધ્યો તો ભાજપ નેતા ડો. રજનીશ સિંહે 9 જૂને વડાપ્રધાનને પત્ર લખીને CBI તપાસની માગ કરી. બીજા દિવસે એટલે કે 10 જૂને વડાપ્રધાન કાર્યાલય (PMO) એ મંદિર ટ્રસ્ટ પાસેથી આ મામલે રિપોર્ટ માંગી લીધો હતો. અયોધ્યામાં યોગીએ કહ્યું હતું- આરોપી કોઈ પણ હોય, બચશે નહીં રામ મંદિરમાં ચઢાવા ચોરી વિવાદ વચ્ચે સીએમ યોગી શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા. હનુમાનગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરી. ત્યારબાદ રામ મંદિરે પહોંચીને રામલલાના દર્શન કર્યા. CM યોગીએ કહ્યું- વિપક્ષના લોકો રામનો નારો લગાવવા પર ગોળીઓ ચલાવતા હતા. તેમના બેવડા ચરિત્રને તો જુઓ. રામ મંદિર બની ન શકે, તે માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. સુપ્રીમ કોર્ટમાં બેશરમીથી કહ્યું હતું કે રામ તો થયા જ નથી. યોગીએ જનસભામાં કહ્યું- સપાના બેવડા ચરિત્રને જુઓ, કહે છે કે રામ ભક્તોનું અપમાન થયું છે. કારસેવકો અને રામભક્તો પર ગોળી ચલાવનારા લોકો ઉપદેશ આપવા નીકળ્યા છે. અમે ટ્રસ્ટની વિનંતી પર SIT તપાસ બેસાડી. SIT દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને રહેશે. હું બધાને કહીશ કે કોઈ પણ અર્થહીન ટિપ્પણી ન કરે, જે રામભક્તોને દુઃખ પહોંચાડે. SIT એ 6 દિવસમાં કોની પૂછપરછ કરી, જાણો રામ મંદિર ચઢાવો ચોરી-SIT ને સોના-ચાંદીનો રેકોર્ડ મળ્યો નથી અયોધ્યાના શ્રીરામ મંદિરમાં ચઢાવાની ચોરી પછી દેશભરમાં ટિન્નુ યાદવ ચર્ચામાં છે. કહેવા પૂરતો ટિન્નુ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો ખાસ સહયોગી છે, પરંતુ શ્રીરામ મંદિર ટ્રસ્ટમાં તે ખૂબ જ શક્તિશાળી ગણાય છે. ભલે સુરક્ષાનું મેનેજમેન્ટ હોય કે ચઢાવાને બેંકમાં જમા કરાવવાનું હોય, ટિન્નુ જ બધું મેનેજ કરતો આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર નૃપેન્દ્ર મિશ્રા બોલ્યા-રામ મંદિરના બેઈમાનોને 7 પેઢીઓ સુધી શ્રાપ લાગશે શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું-ચંપત રાય શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના કર્તા-હર્તા છે. ચંપત રાયની નિષ્ઠા પર સવાલ નહીં ઉઠાવું. તેઓ છેલ્લા 35 વર્ષથી મંદિર આંદોલન સાથે જોડાયેલા છે. પરંતુ દેખરેખમાં કમી રહી છે. ચઢાવામાં બેઈમાની કરનારાઓને 7 પેઢી સુધી શ્રાપ લાગશે. રામ મંદિરમાં પણ CEO ની નિમણૂક થઈ શકે છે સૂત્રોએ દાવો કર્યો કે અયોધ્યા રામ મંદિરમાં કાશી વિશ્વનાથ મંદિરની જેમ (CEO) ની નિમણૂક થઈ શકે છે. સરકાર નાણાકીય પારદર્શિતા અને જવાબદારી મજબૂત કરવા માટે આ પગલું ભરી શકે છે. ટ્રસ્ટના વહીવટી અને નાણાકીય કાર્યોની દેખરેખ માટે સિનિયર IAS અધિકારીને CEO બનાવી શકાય છે. આ નિમણૂકથી દાન, હિસાબ-કિતાબ અને વહીવટી વ્યવસ્થાને વધુ પારદર્શી બનાવવાનો પ્રયાસ છે. અંતિમ નિર્ણય લેતા પહેલા સરકાર અને ટ્રસ્ટ સ્તરે મંથન કરવામાં આવી રહ્યું છે. દાવો- સોના-ચાંદીની 1250 શ્રીરામ શિલાઓ ગાયબ ધર્મસેનાના સ્થાપક સંતોષ દુબેનો દાવો છે કે 1989માં ગામડે-ગામડે, શહેરે-શહેરે અને દેશ-વિદેશથી પૂજિત થઈને અયોધ્યા આવેલી સોના-ચાંદી, હીરા-માણિક્ય અને અષ્ટધાતુની 1250 શિલાઓ હવે ‘ગાયબ’ થઈ ગઈ છે. આ શિલાઓ 2002 સુધી કારસેવકપુરમમાં રહી હતી. માટીની પૂજિત શિલાઓ આજે પણ કારસેવકપુરમમાં રાખેલી છે, પરંતુ ધાતુની શિલાઓ ક્યાંય દેખાતી નથી. સંતોષ દુબેના મતે, સોના-ચાંદીની શિલાઓની દેખરેખની જવાબદારી પણ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પાસે હતી. ------------------------ આ સમાચાર પણ વાંચો- અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!:SITએ પૂછ્યું- કોને આપી હતી, મહંતે કહ્યું- ટિન્નુને; ચાંદીની ઈંટ આપનાર વેપારીએ હકીકત જણાવી અયોધ્યાના રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) હવે એવા દાતાનો સંપર્ક કરી રહી છે, જેમણે મંદિર ટ્રસ્ટના કોઈ કર્મચારીને ઘરેણાં સોંપ્યા હતા. SIT પોતાના રિપોર્ટમાં આ હકીકતનો સમાવેશ કરશે કે ક્યારે અને કોના હાથમાં ઘરેણાં સોંપવામાં આવ્યા હતા. કોઈ રસીદ આપવામાં આવી હતી કે નહીં. SIT એ ગુરુવારે (18 જૂન) ના રોજ આવા જ મુંબઈના એક વેપારી અનિલ વિશ્વકર્માનું નિવેદન નોંધ્યું. વેપારીનો આરોપ છે, ‘અમે રામલલ્લા માટે 3 કિલો ચાંદીનો હાર અને 1 કિલો ચાંદીની ચરણ પાદુકા ટિન્નુ યાદવને સોંપી હતી, પરંતુ મંદિર તરફથી કોઈ રસીદ મળી નહોતી.’ વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં એમોનિયા ગેસથી 2 મહિલાનાં મોત:65થી વધુની હાલત ગંભીર, 9 વેન્ટિલેટર પર; સીફૂડ ફેક્ટરીમાં લીક થયો ઝેરી ગેસ
    Next Article
    અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા રિલીફ રોડ પર હત્યા:રસ્તા પર લોહીના રેલા ચાલ્યા, પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment