Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:તમિલનાડુના CMની ગર્લફ્રેન્ડ પર કોમેન્ટ, સ્ટાલિન અરેસ્ટ, રાહુલે કહ્યું- RSS ઇતિહાસ બદલવાના પ્રયાસમાં, પાસપોર્ટ માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા બંધ

    22 hours ago

    નમસ્તે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર કમેન્ટ કરી. તમિલનાડુ CM વિજયની મહિલા મિત્ર એક્ટ્રેસ તૃષા પર કમેન્ટ પછી નેતા વિપક્ષ ઉદયનિધિ સ્ટોલિન સામે કાનૂની કાર્યવાહી થઈ. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે રામ મંદિર દાન ચોરીના 2 મહિના પછી ચંપત રાય દેખાયા ત્યારે અયોધ્યામાં આંગળી ચીંધીને તેમણે શું સંકેત આપ્યો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કોકરોચ જનતા પાર્ટીની પ્રથમ કોર કમિટીની બેઠક છત્રપતિ સંભાજી નગરમાં યોજાશે. 2. સુપ્રીમ કોર્ટમાં ધાર સ્થિત ભોજશાળા કેસ પર અંતિમ સુનાવણી થશે. 3. Metaની ગ્લોબલ ટીમની 5-6 ઓગસ્ટ સુધી IT મંત્રાલય સાથે બેઠક. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલ ગાંધી બોલ્યા- RSS ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે:દેશ સહન નહીં કરે, PM સરકારના કામો માટે માફી માગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશના વિદ્યાર્થીઓ પીડામાં છે. તેમને PM નરેન્દ્ર મોદીની માફીની જરૂર નથી, પરંતુ તેઓ ઈચ્છે છે કે PM પોતાની સરકારના કાર્યો માટે માફી માગે. તેમણે કહ્યું- વિદ્યાર્થીઓ રસ્તાઓ પર એટલા માટે છે, કારણ કે RSS દેશનો ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત પોતાના ઇતિહાસને કચડી નાખવાનું સહન નહીં કરે. રાહુલ ગાંધી મંગળવારે પૂર્વ કોંગ્રેસ સાંસદ વાયકોના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. રાહુલે કહ્યું, "આપણે એક વિચિત્ર સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ, જ્યાં વિદ્યાર્થીઓ રસ્તાઓ પર છે, તેમની પાસે કામ નથી અને તેઓ પરીક્ષાઓમાં નિષ્પક્ષતા તથા એક સારી શિક્ષણ પ્રણાલીની માગ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. તમિલનાડુના વિરોધ પક્ષના નેતા સ્ટાલિનને પૂછપરછ બાદ મુક્ત કરાયા:પોલીસે અભિનેત્રી તૃષા પર વાંધાજનક ટિપ્પણીના કેસમાં ધરપકડ કરી હતી; ઉદયનિધિએ કહ્યું- બદલાની કાર્યવાહી તમિલનાડુના વિરોધ પક્ષના નેતા અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનને અભિનેત્રી તૃષા પર વાંધાજનક ટિપ્પણીના મામલે મંગળવારે ધરપકડ કરવામાં આવી. ઉદયનિધિ સોમવારે તંજાવુરમાં કાવેરી જળ વિવાદ પર આયોજિત રેલીમાં પણ હાજર હતા. આ દરમિયાન ભીડમાં "તૃષા, તૃષા" ના નારા લાગ્યા. આરોપ છે કે તેના પર ઉદયનિધિએ કહ્યું, "પાણી ક્યાંય પહોંચે કે ન પહોંચે, ત્યાં જરૂર પહોંચવું જોઈએ." પાછળથી સ્પષ્ટતા કરી કે તેમનો ઈશારો કાવેરીના પાણી તરફ હતો. પોલીસે તેમની વિરુદ્ધ 6 કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ધરપકડથી બચવા માટે ઉદયનિધિએ મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જોકે, તેના પર સુનાવણી થાય તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી. મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપ્યો કે ઉદયનિધિને પૂછપરછ બાદ આજે જ મુક્ત કરવામાં આવે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. શેખ હસીનાનું ભાષણ રોકવાનો ભારતનો ઇનકાર:બાંગ્લાદેશની માગ પર કહ્યું- અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી, આવતીકાલે 2 વર્ષ પછી દેખાશે પૂર્વ PM બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ જાહેરાત કરી છે કે તેઓ 5 ઓગસ્ટના રોજ નવી દિલ્હી સ્થિત 'ફોરેન કોરેસ્પોન્ડન્ટ્સ ક્લબ ઓફ સાઉથ એશિયા (FCCSA)' ના કાર્યક્રમને ઓનલાઈન સંબોધિત કરશે. બાંગ્લાદેશે ભારત પાસે તેમના ભાષણ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. ભારત સરકારે કહ્યું છે કે શેખ હસીનાના ઓનલાઈન સંબોધન સાથે અમારો કોઈ સંબંધ નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ મંચ પર રજૂ થતા કોઈપણ વિચારને સરકાર સમર્થન પણ આપતી નથી. 5 ઓગસ્ટ 2024 ના રોજ બાંગ્લાદેશ છોડ્યા પછી આ પહેલીવાર હશે, જ્યારે શેખ હસીના કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ડાબરના '100% શુદ્ધ' દાવાવાળા પ્રોડક્ટ્સ પર રોક:FSSAIએ મધ-ઘી સહિત ઘણી વસ્તુઓ વેચવા પર પ્રતિબંધ મૂક્યો; 15 દિવસમાં રિપોર્ટ માંગ્યો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ડાબર ઇન્ડિયા પર ભ્રામક અને '100% શુદ્ધ' દાવાઓ સાથે તેના ઘણા ખાદ્ય ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં ડાબરનું મધ અને ગાયનું ઘી પણ સામેલ છે. FSSAIએ આ દાવાઓને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે અને કંપનીને તાત્કાલિક આ ચિહ્નિત સામાનનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. FSSAIએ ડાબર પાસેથી 15 દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે. FSSAI મુજબ, કંપનીની વેબસાઇટ પર વેચવામાં આવતા ખાદ્ય પદાર્થો પર અનેક પ્રકારના ભ્રામક '100%' દાવાઓ જોવા મળ્યા હતા. જેમાં '100% નેચરલ', '100% પ્યોર', '100% પ્યોરિટી ગેરન્ટેડ', '100% ઓર્ગેનિક' અને '100% ટેન્ડર કોકોનટ વોટર' જેવા લેબલનો સમાવેશ થતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રામ મંદિર દાન ચોરીના 2 મહિના પછી ચંપત રાય દેખાયા:અયોધ્યામાં આંગળી ચીંધીને કેમેરા બંધ કરાવ્યા, કહ્યું- અંતિમ શ્વાસ સુધી હું અહીં જ રહીશ રામ મંદિર દાન ચોરીના લગભગ 2 મહિના પછી, પૂર્વ મહાસચિવ ચંપત રાય મંગળવારે પહેલીવાર અયોધ્યામાં જોવા મળ્યા. તેઓ તપસ્વી છાવણી મંદિર પહોંચ્યા. જ્યારે તેઓ મંદિર જઈ રહ્યા હતા, ત્યારે મીડિયાકર્મીઓ તેમની ફોટો-વિડિયો બનાવવા લાગ્યા. તેના પર ચંપત રાય ગુસ્સામાં જોવા મળ્યા અને આંગળીથી ઈશારો કરીને પોતાના સાથીઓને કેમેરા બંધ કરવા કહ્યું. ચંપત રાય સાથે મુલાકાત કર્યા પછી, તપસ્વી છાવણી મંદિરના પરમહંસ આચાર્યએ કહ્યું- અમે લોકોએ ચંપત રાયને વિનંતી કરી કે તમે અયોધ્યા ધામ છોડશો નહીં. તેમણે અમારી વિનંતી સ્વીકારી અને કહ્યું કે અંતિમ શ્વાસ સુધી હું અયોધ્યામાં રહીશ. આ પહેલાં ચંપત રાયે 7 જૂને વિડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે રામ મંદિરમાં કોઈ ચોરી થઈ નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે:અરજદારને રૂબરૂ બોલાવાશે નહીં, ગુજરાતમાં વેરિફિકેશન પ્રક્રિયા સરળ બની ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનારા નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપ્યા છે. પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન પોલીસ દ્વારા મુખ્યત્વે અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેશે નહીં. નવી સૂચનાઓ મુજબ પાસપોર્ટ અરજદારને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર થવા માટે બોલાવી શકાશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 7. D કંપની સ્ટાઇલથી મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર રમાતો:મેમ્બરશીપ, આંગડિયામાં પૈસાની લેવડદેવડ, હાર-જીત માટે કોડવર્ડ; 9 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર અમદાવાદના મનપસંદ જીમખાના ક્લબમાં 'D કંપની' સ્ટાઇલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને હાઇપ્રોફાઇલ જુગારધામ ચલાવવામાં આવતું હતું. જેમાં ક્લબની મેમ્બરશીપથી લઈને હાર-જીતના નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને સમગ્ર ખેલ ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં દરોડો પાડી જુગારધામ ચલાવતા મુખ્ય સંચાલકો સહિત 187 જુગારીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, સંચાલકો ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા જુગાર માટે પ્રતિ ટેબલ 15,000થી 30,000 સુધીનું ભાડું વસૂલતા, રૂ. 2000માં મેમ્બરશીપ આપતા અને નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરતા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઘાયલ:અચાનક વિમાન નીચે ઉતરવા લાગ્યું, હવામાં ભારે આંચકા લાગ્યા, સીલિંગમાં તિરાડો પડી; દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : કલમ 370 હટ્યા પછી બદલાયું PoKનું ચિત્ર!:લોટ-વીજળીથી શરૂ થયેલી લડાઈ હવે સરકાર ઉથલાવવા સુધી પહોંચી; 12 અનામત બેઠકો પર મોટો વિવાદ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાજ્યસભામાં ખડગે બોલ્યા- ED- CBI ક્યાં છે:રિજિજુએ કહ્યું- વિપક્ષના મગરના આંસુ, રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન; લોકસભા આવતીકાલ સુધી સ્થગિત વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઈરાનમાં વિદેશ મંત્રી અરાઘચીને હટાવવાની તૈયારી:દાવો- રાષ્ટ્રપતિ પઝેશકિયાનની તાકાત ઘટી, સુપ્રીમ લીડરની ઈસ્લામિક ફોર્સ વધુ પાવરફુલ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : માત્ર 100 રૂપિયાની SIP કરીને બની શકો છો કરોડપતિ!:નાની બચતથી મોટો ફાયદો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ચાલુ ટ્રેકે ધોનીના નવા અવતારથી ફેન્સને મળી સરપ્રાઇઝ, VIDEO:ચેન્નઈમાં ફૂલ સ્પીડે દોડાવી બાઇક; ક્રિકેટ બાદ હવે રેસિંગ ટ્રેક પર કિંગ બનશે 'કેપ્ટન કૂલ'? વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ભૂત-પ્રેત અને દૈત્ય!:ભગવાન શિવના 4 સૌથી શક્તિશાળી ગણ-સેનાપતિ, શિવપુરાણમાં વર્ણન થયેલી કથા જાણો વાંચો સંપૂર્ણ સમાચાર 8.સ્પોર્ટ્સ : નીરજ 21 ઑગસ્ટે લુસાને ડાયમંડ લીગમાં ઉતરશે:કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર જીત્યો હતો; ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અરશદ અને શ્રીલંકાના પથિરાજે સામે મુકાબલો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ઓપરેશન પછી મોંની અંદર વાળ ઉગવા લાગ્યા મધ્યપ્રદેશના જબલપુરમાં એક વ્યક્તિએ દાવો કર્યો કે મોંના ચાંદાનું ઓપરેશન કરાવ્યા પછી તેના મોંની અંદર વાળ ઉગવા લાગ્યા. તેનું કહેવું છે કે છેલ્લા 19 મહિનાથી તેને ખાવા, પીવા અને ગળવામાં તકલીફ પડી રહી છે. તેણે આ મામલે તપાસ અને કાર્યવાહીની માગ કરી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 3 દાયકા સુધી જમીનમાં ધરબાયેલું રહ્યું રહસ્ય: એક ફોન ને 15 દિવસ સુધી પોલીસે આકાશ પાતાળ એક કર્યા, ખાળકૂવામાંથી યુવતીની લાશ નહીં ફક્ત અવશેષો મળ્યા 2. Editor's View: શહેરી મતદારો કેમ ભાજપથી દૂર થઇ રહ્યા છે: લોકોનો મૂડ સ્વિંગ થવાનાં ત્રણ કારણ, PK ફેક્ટરે ગેમ પલટી, બિહારની એક હારે મોદી અને સંઘને ચેતવ્યા 3. પારકી પંચાત : સુરતના દીદી ગુસ્સે થયા: નેતાને ફોન કરી કહ્યું, ‘જનતાને લોલીપોપ પકડાવી દીધો’; લો બોલો, કાર્યકરોએ પ્રમુખ અમિત ચાવડા વિના જ રેલી કાઢી 4. આજનું એક્સપ્લેનર: પ્રશાંત કિશોરનું 9 મહિનામાં ધમાકેદાર કમબેક; હારીને ભાગ્યા નહીં, 3 બોધપાઠ શીખ્યા; ‘જિદ્દી PK’ની કહાની 5. પેકેજ્ડ ફૂડ સાથે હૃદયને 36નો આંકડો!: વધતા હાર્ટ એટેક પાછળ વાસી ખાવાનો હાથ, રસોડામાંથી બહાર કરો હાઈ પ્રિઝર્વેટિવ્સ ફૂડ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: સિંહ રાશિએ સ્વાર્થી બનીને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું, મકર રાશિએ લાગણીમાં આવીને નિર્ણય ન લેવો વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    સંસદના ચોમાસુ સત્રનો 13મો દિવસ:ગઈકાલે રામ મંદિરના ચઢાવાની ચોરી પર હોબાળો થયો; સરકારના 8માંથી 3 બિલ બંને ગૃહોમાં પસાર થયા
    Next Article
    પોતાના ઘરે પાનસર આવતા પોલીસે દબોચ્યો:પોક્સો કેસમાં 20 વર્ષની સજા પામેલો પેરોલ જમ્પ કેદી ઝડપાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment