Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM આવે તે પહેલાં '#Pro modi-#Anti BJP'ના પોસ્ટર લાગ્યાં:વડોદરામાં પદયાત્રા પહેલા પોસ્ટર વોરથી વિવાદ, પોસ્ટર કોણે લગાવ્યા તે અંગે તર્ક-વિતર્ક

    15 hours ago

    વડોદરામાં ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રા અને મુખ્યમંત્રીના આગમન પહેલાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં #Pro modi અને #Anti BJPના પોસ્ટરો લાગતા વિવાદ સર્જાયો છે. શહેરના મુખ્ય માર્ગો પર "ભાજપ સુધારો, લોકશાહી બચાવો"ના નારા સાથેના લગાવવામાં આવેલા વિવાદાસ્પદ પોસ્ટરોએ રાજકીય હલચલ મચાવી દીધી છે. જોકે, વિવાદ વકરતાં આ પોસ્ટરો ગણતરીના સમયમાં જ ઉતારી લેવાયા હતા. પોસ્ટર કોણે લગાવ્યા તે અંગે તર્ક-વિતર્ક મુખ્ય માર્ગો અને ચોકસાહો પર જોવા મળેલા આ બેનરોમાં લોકશાહી અને પાર્ટીની આંતરિક વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સૌથી વધુ ધ્યાન ખેંચતી બાબત એ છે કે, આ પોસ્ટરની નીચે #Pro modi અને #Anti BJP લખવામાં આવ્યું છે. જો કે, આ પોસ્ટર કોને લગાવ્યા છે તે હાલ સુધી સામે આવ્યું નથી. એવી ચર્ચા છે કે આ પોસ્ટર ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ લાગ્યા છે. વિપક્ષ વિરોધી પદયાત્રા પહેલાં ભાજપનો જ વિરોધ કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે રાજ્યભરમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે. આજે (28 ઓક્ટોબર) વડોદરામાં પદયાત્રા છે અને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે તેવા સમયે ભાજપ વિરોધી પોસ્ટર લાગતા વિવાદ સર્જાયો છે. બીજી તરફ, પદયાત્રાને સફળ બનાવવા માટે સત્તાધારી પક્ષ તૈયારીમાં લાગ્યો છે. 4 વાગ્યે પદયાત્રા, ઐતિહાસિક વિસ્તારોમાંથી પસાર થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં બપોરે 4 વાગ્યે પદયાત્રા વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાનથી શરૂ થઈને કીર્તિસ્તંભ, માર્કેટ ચાર રસ્તા, બંબાખાના ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા થઈ નવલખી મેદાન ખાતે સમાપ્ત થશે. આ નિર્ધારિત રૂટ પર પદયાત્રાનું વિવિધ વેપારી મંડળો અને સ્થાનિક રહિશો દ્વારા સ્વાગત કરાશે.
    Click here to Read More
    Previous Article
    The Right Way To Eat Sargi For Karwa Chauth: 6 Foods You Must Have
    Next Article
    ભુજ તાલુકા પંચાયતમાં 'મંગલમ કેન્ટીન' શરૂ:સખી મંડળની બહેનોને સ્વરોજગાર, અરજદારો અને કર્મચારીઓને ભોજન-નાસ્તાની સુવિધા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment