Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM નિવાસસ્થાને PM મોદીની ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક પૂર્ણ:ભોજન બાદ તમામ મંત્રીઓ પોતપોતાના નિવાસસ્થાને રવાના, PM મોદી 14મીએ સંસ્કારધામની બેઠકમાં હાજરી આપશે

    21 hours ago

    ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના મંત્રીમંડળ સાથે બેઠક યોજી હતી. જે રાત્રે 11:10 વાગ્યે પૂર્ણ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓ સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ વડાપ્રધાન બેઠક અને ભોજન પૂર્ણ કરી લોકભવન પહોંચ્યા હતા, જ્યાં તમામ મંત્રીઓ પોતપોતાના નિવાસસ્થાને રવાના થયા હતા. બેઠકમાં ઉપસ્થિત સંગઠનના નેતાઓ અને હોદ્દેદારો પણ બેઠક પૂર્ણ થયા બાદ રવાના થયા હતા. 14 નવેમ્બરે વડાપ્રધાન સવારે દિલ્હી પરત ફરશે ત્યારે પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા, પૂર્વ ધારાસભ્ય કૌશિક પટેલ સહિતના અન્ય પૂર્વ ધારાસભ્યોને પણ એરપોર્ટ પર ટૂંકી મુલાકાત કરી અને રવાના થશે. એરપોર્ટ પર PM મોદી પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદોને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે 13 નવેમ્બરે આશરે રાતે 8.15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. એરપોર્ટ પર જ મોદી પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદોને મળ્યા હતા. પૂર્વ સાંસદ હરિદ પાઠક, પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર, ગીતાબેન, ભરત બારોટ, અરવિંદ પટેલ સહિતને મળ્યા હતા. વડાપ્રધાને જુના ધારાસભ્યો અને નેતાઓને તેમના ખબર અંતર પૂછ્યા હતા. ખાસ વાત એ છે કે 4 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક કર્યા બાદ હવે 132 દિવસ પછી વડાપ્રધાન ફરી મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. અગાઉની બેઠકમાં સરકારી વિભાગોની કામગીરી, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને વહીવટી કામગીરીને વેગ આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે પણ બેઠકમાં સરકારની કામગીરી અને આગામી રાજકીય તથા વહીવટી પ્રાથમિકતાઓ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ 14 નવેમ્બરે લાભપાંચમના દિવસે બનાસકાંઠાના અંબાજી મંદિરે દર્શન અને પૂજા કરવાનો તેમનો કાર્યક્રમ નક્કી થયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યો. અંબાજીનો કાર્યક્રમ રદ થયા બાદ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ હવે ગાંધીનગર સુધી મર્યાદિત રહ્યો. અંબાજીનો પ્રવાસ રદ થયા બાદ PM મોદી માત્ર ગાંધીનગરમાં ડિનર માટે આવ્યા અને તેમાં પણ ખાસ સાંજે 7 વાગ્યે મંત્રીઓને હાજર રહેવા સૂચના આપી હતી અને PA-PS અને કમાન્ડોને પ્રવેશ આપ્યો નહોતો. ત્યારે ગાંધીનગરમાં ચર્ચા ચાલી રહી છે કે શું મોદી માત્ર ડિનર માટે છેક ગાંધીનગર સુધી ધક્કો ખાધો કે પછી પાર્ટી-સરકારમાં કંઈ અંદરખાને રંધાઈ રહ્યું છે?. PM મોદી 14મીએ સંસ્કારધામની બેઠકમાં હાજરી આપશે, ટ્રસ્ટીઓ સાથે ચર્ચા લોકભવનમાં જ PM મોદી આવતીકાલે(14 નવેમ્બર) સવારે સંસ્કારધામ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં PM મોદી ઉપરાંત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં આગામી દિવસોમાં સંસ્કારધામ દ્વારા હાથ ધરાનારા વિવિધ આયોજનો અને શિક્ષણ ક્ષેત્રે થનારી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે, PM મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમના ગુરુ વકીલ સાહેબની સ્મૃતિમાં સંસ્કારધામની શરૂઆત કરી હતી. સંસ્કારધામ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે. આવતીકાલની બેઠકમાં સંસ્થાના આગામી આયોજન અને વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચા થવાની શક્યતા છે. વડાપ્રધાનનો મંત્રીઓ સાથે સીધો સંવાદ PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ ભાજપે અત્યારથી જ વિધાનસભા ચૂંટણી 2027 માટે રાજકીય ગણિત ગોઠવવાનું શરૂ કરી દીધું છે. આ સંજોગોમાં વડાપ્રધાનની મંત્રીઓ સાથેની ડિનર બેઠકને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકારના કામકાજ, મંત્રીઓની કામગીરી, આગામી રાજકીય પડકારો અને ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિનર બેઠકમાં આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન અને તેની તૈયારીઓ, વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીનો રોડમેપ તથા આદિવાસી વિસ્તારોમાં ભાજપનું જનસમર્થન વધુ મજબૂત કરવા સહિતના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે. આ ઉપરાંત રાજ્યના તમામ વર્તમાન મંત્રીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે તેવી પણ શક્યતા છે. મંત્રીઓને પોતાના વિભાગની પડતર ફાઈલો ઝડપથી ક્લિયર કરવા, સરકારી યોજનાઓના અમલીકરણમાં ગતિ લાવવા અને પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપવા સૂચનાઓ અપાય તેવી ચર્ચા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ, સંગઠન મહામંત્રીઓ બેઠકમાં હાજર આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના તમામ મંત્રીઓ ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મહામંત્રીઓ અને સંગઠન મહામંત્રી હાજર રહ્યા. બીજી તરફ, અગાઉથી જ બેઠકનો ચોક્કસ એજન્ડા જાહેર ન થતાં મંત્રીઓમાં પણ બેઠકને લઈને ઉત્સુકતા સાથે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો . ખાસ કરીને વડાપ્રધાન કયા મંત્રીઓની કામગીરી અંગે ચર્ચા કરશે અને આગામી સમય માટે કેવા નિર્દેશો આપશે તેના પર રાજકીય વર્તુળોની નજર હતી. મંત્રી નિવાસસ્થાને વર્તમાન મંત્રીમંડળના સભ્યો અને પક્ષના આગેવાનો, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ભાજપના ચારેય મહામંત્રી અને સંગઠન મંત્રી રત્નાકરજી પણ હાજર હતા. આમ, PM મોદીના સ્વાગતના આયોજનની સાથે ભાજપે સંગઠનાત્મક અને રાજકીય શક્તિનું પ્રદર્શન કરવાની પણ તૈયારીઓ કરી. 14 નવેમ્બરનો અંબાજીનો કાર્યક્રમ મોકૂફ 14મી નવેમ્બરે અંબાજી મંદિરમાં PM મોદી દર્શનાર્થે જવાના હતા અને પૂજા અર્ચના કરવાના હતા. જો કે, લાભ પાંચમનો દિવસ હોય અને ભક્તોની ભીડ થવાની શક્યતા હોય અંતિમ ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરાયો અને PMની અંબાજી મંદિરની મુલાકાત હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી. ત્યારે વડાપ્રધાન 14 નવેમ્બરે સવારે ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.
    Click here to Read More
    Previous Article
    Nvidia विवाद में नया दावा, पूर्व रूसी खुफिया अधिकारी बोलीं- 'हनी ट्रैप' हो सकता है पूरा मामला
    Next Article
    Serbia vs Germany Live Streaming: Likely Lineups; Where To Watch UEFA Nations League Match On TV, Online?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment