Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વૃક્ષો પડ્યાં-પાક પલળ્યો, માવઠાંથી તારાજી, CM ઓમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાઝદાન સાથે નિકાહ કર્યા, KGની બાળકી પર ધો.3ના વિદ્યાર્થીનો ખૌફનાક હુમલો

    15 hours ago

    નમસ્તે, રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીને ગેરકાયદેસર ગણાવી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલના ટેન્કર પર બોમ્બ ચોંટાડીને હુમલો કરવામાં આવ્યો. દુષ્કાળગ્રસ્ત કલ્યાણપુર-તાલાલામાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. SIR વિરુદ્ધ આજે વિપક્ષની રામલીલા મેદાનમાં રેલી. 2. ભારત Vs ન્યૂઝીલેન્ડની પાંચમી T20 મેચ હેમિલ્ટનમાં બપોરે 12:30 વાગ્યાથી રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલ બોલ્યા- 2024ની લોકસભા ચૂંટણી ગેરકાયદેસર:વિપક્ષની સંસદ 3:23 કલાક ચાલી, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જન-મહાભિયોગ પાસ; 19 પક્ષોના 215 સાંસદો હાજર રહ્યા રાહુલ ગાંધીએ કહ્યું કે SIR દ્વારા 13.3 કરોડ એટલે કે 15 ટકા મતદાતાઓનાં નામ હટાવી દેવામાં આવ્યાં છે. તેમાંના અનેક લોકોએ 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તે ચૂંટણીમાં જીતનું અંતર માત્ર 3 ટકા મતનું હતું. રાહુલ શનિવારે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ચાલી રહેલી મોક પાર્લામેન્ટને સંબોધિત કરી રહ્યા હતા. પૂર્વ સ્પીકર મીરા કુમાર સ્પીકર બન્યાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગ લાવ્યા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સહિત 19 પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. જાહેર મહાભિયોગમાં જનતા અથવા રાજકીય પક્ષો કોઈ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. દરિયા વચ્ચે નાની હોડીમાં આવીને જહાજ પર માઇન્સ ચોંટાડ્યા:હોર્મુઝમાં હુમલાની નવી રીત; એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી; 27 ભારતીયો હાજર હતા, બધા સુરક્ષિત હોર્મુઝમાં ગુરુવારે 27 ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા તેલ ટેન્કર MT લુઈસ 1 પર હુમલો થયો. પનામાનો ધ્વજ ધરાવતા આ ટેન્કરની નજીક એક નાની હોડી આવી હતી. હોડીમાંથી આવેલા લોકોએ જહાજના બાહ્ય ભાગ (હુલ) પર બે લિમ્પેટ માઇન્સ ચોંટાડી અને ત્યાંથી ચાલ્યા ગયા. થોડી વાર પછી બંને વિસ્ફોટકોમાં વિસ્ફોટ થયો, જેના કારણે જહાજના એન્જિન રૂમમાં આગ લાગી. વિસ્ફોટના કારણે જહાજનું એન્જિન થોડા સમય માટે બંધ થઈ ગયું. જોકે, ક્રૂએ આગ પર કાબૂ મેળવી લીધો અને જહાજને સુરક્ષિત કરી લીધું. જોકે, હુમલા પાછળ કોનો હાથ છે તેની પુષ્ટિ થઈ નથી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે જહાજ પર સવાર તમામ 27 ભારતીય નાવિકો સુરક્ષિત છે. કોઈને ઈજા થઈ નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પંજાબમાં AAPના 40 ઉમેદવારો જાહેર, તમામ વર્તમાન ધારાસભ્યો:CM માન ફરી ધૂરીથી જ લડશે; જેલમાં બંધ મંત્રીને પણ ટિકિટ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)એ 40 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. તેમાં તમામ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભગવંત માન પણ ધૂરી બેઠક પરથી જ ચૂંટણી લડશે. આ ઉપરાંત જેલમાં બંધ મંત્રી સંજીવ અરોરાને લુધિયાણા વેસ્ટ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જોકે યાદીમાં નાણામંત્રી હરપાલ ચીમાનું નામ નથી. તેમના પર સંગરુરના તૂરબંજારા ગામના ગુલઝાર આત્મહત્યા કેસમાં સવાલો ઉઠ્યા હતા. પંજાબની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ માર્ચ 2027માં પૂર્ણ થઈ રહ્યો છે. તે પહેલાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પંજાબમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે, જેમાંથી હાલ 94 બેઠકો પર AAPના ધારાસભ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ વરિષ્ઠ પત્રકાર સાથે નિકાહ કર્યા:સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી; લખ્યું- એક નવી જર્નીની શરૂઆત; નિધિ રાઝદાનની પોસ્ટ- ઇટ્સ ડન બ્રો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પૂર્વ પત્રકાર નિધિ રાઝદાન સાથે નિકાહ કરી લીધા છે. ઓમરે શનિવારે બંનેની 2 તસવીરો પોસ્ટ કરતા લખ્યું- ‘કાલથી એક નવી જર્ની શરૂ થઈ, નિધિ.’ પોસ્ટની સાથે તેમણે રિંગ ઇમોજી પણ લગાવ્યું છે. આના પછી સોશિયલ મીડિયા યુઝર્સ બંનેના નિકાહ અને સગાઈને લઈને અટકળો લગાવી રહ્યા છે. નિધિએ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, 'ઇટ્સ ડન બ્રો.' ઓમરના પહેલી પત્ની પાયલ સાથે આ વર્ષે 31 જુલાઈએ છૂટાછેડા થયા હતા. 31 જુલાઈ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ઓમર અબ્દુલ્લા અને પાયલ અબ્દુલ્લાના છૂટાછેડાને મંજૂરી આપવાની વાત કહી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. KGની બાળકીના માથા પર 12 વખત ઈંટ મારી:ક્લાસરૂમમાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ માસુમનું માથું બેન્ચ પર પછાડ્યું, વાળ પકડીને પછાડી; 96 સેકન્ડ સુધી માર માર્યો હરિયાણાના પંચકુલાની એક જાણીતી સ્કૂલમાં KGની વિદ્યાર્થીની પર ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ બેરહમીથી હુમલો કર્યો. વિદ્યાર્થીએ બાળકીનું માથું પહેલાં બેન્ચ પર પટક્યું, ત્યાર બાદ તેને 19 વાર તેના ચહેરા પર લાતો-મુક્કાઓથી માર માર્યો. તેના વાળ પકડીને તેને ઘસડી. બાદમાં ઈંટથી બાળકીના માથા પર 12 વાર ઘા મારીને હુમલો કર્યો. 96 સેકન્ડ સુધી સતત બાળકી સાથે બેરહેમીથી મારપીટ કરવાની ઘટના ક્લાસમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. મારપીટનાં દૃશ્યો અત્યંત વિચલિત કરનારાં છે, તેથી અમે તેનો વીડિયો બતાવી રહ્યા નથી. ફૂટેજ જોઈને શિક્ષણ મંત્રી મહિપાલ ઢાંડાએ પણ કહ્યું કે આ સમગ્ર ઘટના જોવી પણ મુશ્કેલ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. નકસલવાદનો સફાયો કરાયો, માનસિક નક્સલી સામે લડીશું:એકતા દિવસ પર વડાપ્રધાન મોદીનું સંબોધન; એકતા પરેડમાં દેશભરના સુરક્ષાદળોની શક્તિના દર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે શનિવારે એકતાનગર (કેવડિયા) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે એકતા પરેડ પહેલા દેશભરમાં એકતા માટે વડાપ્રધાને શપથ લેવાડાવ્યાં હતા. ત્યારે એકતા પરેડ યોજાઈ હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો હતો. દરમિયાન એકતા દિવસની ઉજવણીમાં સંબોધનમાં તેમણે નકસલવાદના સફાયો કરાયો છે અને હવે માનસિક નકસલ સામે લડવાનું છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપી હતી. કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા નીકળ્યા હતા. ત્યારબાદતેઓ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કર્યુ હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. દુષ્કાળગ્રસ્ત કલ્યાણપુર-તાલાલામાં ભારે પવન સાથે વરસાદ:ગોંડલમાં ખેતરોમાં મગફળીના પાથરા પલળ્યા; ખેડૂતો પર માવઠાની આફત 31 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, કેનેડી અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. એક તરફ જિલ્લામાં પહેલેથી જ દુષ્કાળ છે, ત્યારે અચાનક આ માવઠાએ ખેડૂતોની રહીસહી આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ખેતરોમાં તૈયાર થયેલા મગફળીના પાક અને ખુલ્લામાં પડેલા પશુચારાના જથ્થાને પલળી જવાથી મોટું નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમની ચિંતામાં વધારો થયો. તો આ તરફ ગીર સોમનાથના તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ વરસ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા વિરુદ્ધ 24 ધારાસભ્યો એકજૂથ થયા:4 દિવસ પહેલાં બનેલા ચાર મંત્રી, CMના સલાહકારને હટાવવાની માગ; ફારૂકને મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઇઝરાયલમાં કોઈને બહુમતી નહીં, સીધી PMની ચૂંટણી પર વિચાર:30 વર્ષમાં અત્યાર સુધી 3 વખત આવું થયું; નેતન્યાહૂને હટાવવા વિપક્ષ નવો રસ્તો શોધી રહ્યો છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : કાશીથી દિલ્હી સ્લીપર વંદેભારત ટ્રેન શરૂ:પ્રયાગરાજ-કાનપુરમાં રોકાશે, યોગીએ રેલવે મંત્રી સાથે અંદરથી નિહાળી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પોલેન્ડમાં PM ટસ્ક પર તખ્તાપલટનો આરોપ:કોર્ટના 2 ન્યાયાધીશો સસ્પેન્ડ, દેશભરમાં પ્રદર્શન; રાષ્ટ્રપતિનું વિમાન વચ્ચેથી પરત ફર્યું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : બુર્જ ખલીફા અને યુનિવર્સલ સ્ટુડિયોઝની ટિકિટ UPIથી મળશે:હવે UAE અને સિંગાપોર સહિત 10 દેશોમાં પેમેન્ટ શરૂ; ઉઝબેકિસ્તાન બનશે 11મો દેશ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : રોહિત શર્મા ફરી કેપ્ટન બનશે!:IPL-2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે તખતો ઘડાયો; શું હવે 'હિટમેન'ની છત્રછાયામાં રમવા હાર્દિક મજબૂર થશે? વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : તહેવારો ટાણે ગુરુએ બદલી ચાલ!:મેષ, કર્ક અને ધન સહિતની રાશિઓ માટે 'દિવાળી'; કન્યા રાશિના હાથમાં પૈસા ટકશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ બે મહિના સુધી વોલેટમાં પડેલી રહી લોટરીની ટિકિટ અમેરિકાના મિશિગન રાજ્યનો એક વ્યક્તિ લગભગ બે મહિના સુધી લોટરીની ટિકિટ પોતાના પર્સમાં રાખીને ફરતો રહ્યો. તેને ખબર જ નહોતી કે તે ટિકિટ પર લગભગ ₹8.8 કરોડનું ઇનામ લાગ્યું છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ખરેખર નાના થઇ રહ્યા છે ચાંદા મામા?: ચંદ્રમાંથી સ્પેસમાં ફેંકાઇ રહ્યો છે બરફ, ગુજરાતી વૈજ્ઞાનિકે ખોલ્યા રહસ્ય 2. પારકી પંચાત : બાપુ હજુ કોંગ્રેસમાં કેમ ન જોડાયા?: સુરતમાં એક લાખના ભજિયાંનો વિવાદ; ભાજપના ગ્રુપમાં કાર્યકરો બાખડ્યા, મંત્રીના વિસ્તારનું ગ્રુપ વિવાદમાં, જુઓ VIDEO 3. આજનું એક્સપ્લેનર: ગૌહત્યા માટે 3 લોકોને આજીવન કેદ, કોર્ટે કહ્યું- સજા નહીં હોય તો ગૌમાતા લુપ્ત થઈ જશે; કાયદો અને ધર્મગ્રંથ શું કહે છે? 4. દિવાળીનું બજેટ કેવી રીતે બનાવવું?:તહેવાર ઉજવવા અને બોનસ ખર્ચતા પહેલાં પ્લાનિંગ જરૂરી, સમજો નાણાકીય નિષ્ણાતનું ગણિત 5. યામી ગૌતમ એક્ટિંગ છોડીને ખેતી કરવાની હતી!:‘ઉરી’ ન ચાલી હોત તો હિમાચલ પાછી ફરત; 'ફેર એન્ડ લવલી ગર્લે' સંઘર્ષ સામે લડી જીત્યો નેશનલ અવોર્ડ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: રવિ પુષ્ય નક્ષત્રમાં વૃષભ સહિત 3 રાશિને ધનલાભના યોગ, મકર રાશિને ભાગ્યનો સાથ મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Oppo Reno 17 Series China Launch Set for November, Oppo Pad Air 6 and Watch 5 Teased
    Next Article
    Bihar Board Class 10, 12 Dummy Admit Card Out: Check Correction Window Details

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment