Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કર્ણાટકના CM સિદ્ધારમૈયાનું રાજીનામું, ગુજરાતી યુવતીની કેનેડામાં હત્યા, હવે વોટ્સએપ, FB અને ઈન્સ્ટા માટે પૈસા આપવા પડશે

    1 day ago

    નમસ્તે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દીધું છે. ડીકે શિવકુમારનું મુખ્યમંત્રી બનવું નક્કી માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ, એક્ટ્રેસ ટ્વિશાની સાસુ ગિરિબાલા સિંહની CBIએ ધરપકડ કરી લીધી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. NEET-UG પેપર લીક મામલાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રિમ કોર્ટ સુનાવણી કરશે. 2. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ જાતીય શોષણના મામલામાં સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. 3. દિલ્હી હાઈકોર્ટમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના X (ટ્વિટર) એકાઉન્ટ બ્લોક કરવા વિરુદ્ધ સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું:સિદ્ધારમૈયાએ કહ્યું- હાઈકમાન્ડે જે કહ્યું તે કર્યું; ડીકે શિવકુમાર જ નવા CM બનશે ગુરુવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું. બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું, મેં કહ્યું હતું કે જ્યારે પણ હાઇકમાન્ડ મને કહેશે ત્યારે હું રાજીનામું આપીશ. તેથી ગઈકાલે, હાઇકમાન્ડે મને રાજીનામું આપવાના વાત કરી હતી. રાજ્યના હવે જે આગામી મુખ્યમંત્રી થે તેમને તક આપવી જોઈએ. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બપોરે 3 વાગ્યે રાજભવન પહોંચ્યા અને પાંચ મિનિટ પછી ત્યાંથી નીકળી ગયા. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પણ તેમની સાથે હાજર હતા. સિદ્ધારમૈયાએ રાજ્યપાલના સચિવને પોતાનું રાજીનામું સુપરત કર્યું. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પારિવારિક કારણોસર બેંગલુરુની બહાર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્વિશા કેસ- CBIએ ગિરિબાલાસિંહની ધરપકડ કરી:કાલે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મગાશે, 3D કેમેરાથી ઘટના સ્થળના વીડિયો રેકોર્ડ કર્યા ભોપાલના ચર્ચિત ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈએ તેની સાસુ, નિવૃત્ત ન્યાયાધીશ ગિરિબાલા સિંહની ધરપકડ કરી છે. સીબીઆઈના અધિકારીઓ ગુરુવારે સવારે લગભગ 10:30 વાગ્યે તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારથી ગિરિબાલાની પૂછપરછ કરવામાં આવી રહી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ગિરિબાલાની સાંજે 5 વાગ્યે 10 મિનિટે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ ટીમ થોડા સમયમાં તેમને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જશે. આ પછી તેમને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાન પછી ઓમાનને ટ્રમ્પની ધમકી:કહ્યું- હોર્મુઝ પર કોઈનો કંટ્રોલ સહન નહીં કરીએ, ઉડાવી દઈશું; મને ચૂંટણીની પરવા નથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન પછી હવે ઓમાનને ધમકી આપી છે. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે અને અહીં કોઈ એક દેશનો કબજો ન હોઈ શકે. દુનિયાના તમામ જહાજોને અહીંથી પસાર થવાની આઝાદી હશે. ટ્રમ્પે કહ્યું કે અમે તેના પર નજર રાખીશું, પરંતુ તેને કોઈ નિયંત્રિત નહીં કરે. ઈરાન તેને નિયંત્રિત કરવા માંગે છે, પરંતુ આવું નહીં થાય. આ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર છે. ઓમાનને પણ બાકીના દેશોની જેમ વર્તવું પડશે, નહીં તો તેને ઉડાવી દઈશું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. બકરીદ પર દિલ્હી-યુપીમાં મસ્જિદો પર ડ્રોનથી નજર:5 રાજ્યોમાં મુસ્લિમ સંગઠનોનો વિરોધ, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સમગ્ર દેશમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ સમુદાયના લોકો ઈદગાહો અને મસ્જિદોમાં નમાજ પઢવા પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોને ઈદની શુભકામનાઓ પાઠવી. રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહનો જન્નતી દરવાજો ખોલવામાં આવ્યો. જ્યારે યુપી, દિલ્હી અને બંગાળમાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સે ફ્લેગ માર્ચ કર્યું. ઘણી જગ્યાએ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે પૈસા આપવા પડશે:મેટાએ પેઇડ પ્લાન લોન્ચ કર્યા, એપ્સના 'પ્લસ' વર્ઝનમાં યુઝર્સને મળશે 5 ફાયદા સોશિયલ મીડિયા કંપની મેટાએ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ માટે નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યા છે. આ અંતર્ગત એપ્સના 'પ્લસ' વર્ઝન રોલ આઉટ કરવામાં આવી રહ્યા છે. આ પ્લાન લેનારા યુઝર્સને સ્પેશિયલ ટૂલ્સ અને કસ્ટમાઇઝેશનના વિકલ્પો મળશે. આ પગલું મેટાની જાહેરાત ઉપરાંત કમાણીનો નવો સ્ત્રોત બનાવવાની રણનીતિનો એક ભાગ છે. નવા પ્લસ પ્લાન કંપનીના હાલના 'મેટા વેરિફાઇડ' પ્લાનની જગ્યા લેશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 6. આણંદની દીકરીની કેનેડામાં ચાકુ મારી હત્યા:પૈસા બાબતે હુમલો; માતાના આંસુ રોકાતા નથી; પિતાએ કહ્યું- '14 તારીખે જ વાત થઈ, વર્ક વિઝા માટે એપ્લાય કરવાની હતી' વિદેશમાં રહેતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ વચ્ચે હવે ગુજરાતની વધુ એક દીકરીની હત્યાના સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષીય વિધિ મેઘાની કેનેડામાં ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. વિધિ છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નિયાગ્રા વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં લો (કાયદા)નો અભ્યાસ કરી રહી હતી અને અભ્યાસની સાથે-સાથે નોકરી પણ કરતી હતી. આ સિવાય તે કેનેડામાં કાયમી વસવાટ એટલે કે પીઆર (PR)ની તૈયારી પણ કરી રહી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મધ્યપ્રદેશમાં ગુજરાતી પ્રવાસીઓની બસ-કાર પર પથ્થરમારો:બેને ઈજા, હદ મામલે પોલીસે ખો આપ્યાનો આક્ષેપ, નીતિન ગડકરી હાઈવે બનાવે તો સિક્યુરિટીની જવાબદારી પણ લે: પ્રવાસી વડોદરાથી ફરવા ગયેલા પ્રવાસીઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મધ્ય પ્રદેશમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 20થી 25 લોકોના ટોળાએ પથ્થરમારો કરતા ડ્રાઇવર સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાથે બસને પણ મોટું નુકસાન થયું છે. આ પ્રવાસીઓને આક્ષેપો છે કે સ્થાનિક પોલીસ અને મેડિકલ સેવા પણ સમયસર મળી નથી. એટલું જ નહીં અન્ય કેટલીક ગાડીઓ પર પણ પથ્થરમારો થયો હોવાના વિડિયો સામે આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાજસ્થાન-MP સહિત 15 રાજ્યોમાં કાલથી ગરમીથી રાહત:આગામી 3 દિવસ વરસાદનું એલર્ટ; રાજસ્થાનનું શ્રીગંગાનગર દેશમાં સૌથી ગરમ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં 700 કિલો વજનના ટ્રમ્પ પાડાની કુરબાની રોકવામાં આવી:ત્રણ લાખ રૂપિયામાં ઈદ માટે હરાજી થઈ હતી, હવે નેશનલ ઝૂ મોકલવામાં આવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પટના-ગંગામાં 15 લોકો ભરેલી હોડી ડૂબી, 3ના મોત:4 લોકો ગુમ, મૃતકોમાં પિતા-પુત્ર પણ, નજરેજોનારે કહ્યું- ભારે પવનથી હોડી ડગમગી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકામાં ટ્રક અકસ્માતમાં ભારતીય યુવકનું મોત:50 લાખ ખર્ચીને ડંકી રૂટથી ગયો હતો, કરનાલમાં પિતાએ જમીન પણ વેચી દીધી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ખાવા-પીવાની વસ્તુઓ અને પર્સનલ કેર પ્રોડક્ટસ મોંઘા થશે:કંપનીઓ પર કાચા માલના ખર્ચનું દબાણ; પેકેજિંગ મટિરિયલ 56% સુધી મોંઘું થયું વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : 'રોહિત-બુમરાહ-હાર્દિક સાથે વાત કરીને ઘણું શીખ્યો':ગુજરાતના યંગ સેન્સેશન રુચિત આહીરને IPLમાં મુંબઈએ ટીમમાં લીધો; મમ્મી-પપ્પા સામે જીદ કરીને ક્રિકેટ રમ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે બુધ રાશિ પરિવર્તન કરશે!:સિંહ રાશિના જાતકો પર પૈસાનો વરસાદ થશે, કુંભ રાશિના લોકોનું પ્રેમનું પાનું પલટશે; જાણો તમારા ફાળે શું વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ TMC નેતાએ ખેતરમાં રોકડા ₹2.24 કરોડ દાટ્યા પશ્ચિમ બંગાળમાં TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના ખેતરમાંથી પોલીસે ₹2.24 કરોડ રોકડા જપ્ત કર્યા. જમીન ખોદીને ₹500 ની નોટોથી ભરેલા કોથળા અને ટ્રોલી બેગ બહાર કાઢવામાં આવ્યા. દીપાંકર હત્યાના કેસમાં ધરપકડ હેઠળ છે. પૂછપરછ દરમિયાન તેણે ખેતરમાં કેશ છુપાવી હોવાની વાત કબૂલી હતી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. MATCH મસાલા : આવતા વર્ષથી IPL ચોમાસામાં રમાશે?:હાર્દિકે ઇન્સ્ટાગ્રામ ડિએક્ટિવેટ કરી નાખ્યું; લાઇટ શોમાં BCCIએ ભારતનો ખોટો મેપ દેખાડી દીધો!; VIDEO 2. ભાસ્કર એક્સપ્લેનર : શું મધ્યસ્થીના ચક્કરમાં ફસાઈ ગયું પાકિસ્તાન:ટ્રમ્પનો ગુસ્સો મંજૂર, પરંતુ ઇઝરાયલ સાથે દોસ્તી કેમ નહીં કરે શાહબાઝ શરીફ 3. બંગાળમાં ગાયની કુરબાની પર પ્રતિબંધ, હિંદુઓ કેમ નારાજ?:કહ્યું- દીદીથી પરેશાન થઈને સરકાર બદલી, ભાજપે 2500 કરોડ રૂપિયાનો ધંધો બગાડ્યો 4. એક્સક્લૂસિવ : '100-200 ડોલર માટે આવું કામ ન કરતા':ગુજરાતી યુવાનને USમાં 12 વર્ષની જેલ, પત્નીએ ભાસ્કર સમક્ષ વર્ણવી વ્યથા- મારા પતિ સાથે થયું એવું કોઇ સાથે ન થાય 5. પારકી પંચાત : ‘ટ્યુબનો નહીં ગોળનો દારૂ વેચો’:સૌરાષ્ટ્રના બેને નેતા-પોલીસનું પેપર ફોડી નાખ્યું; દાદા સરકારી બાબુઓને વર્ક ફ્રોમ હોમની ગિફ્ટ આપવાની તૈયારીમાં 6. બીપી, ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે નવતપા અગ્નિપરીક્ષા સમાન!:નાનકડી બેદરકારી જીવલેણ સાબિત થશે, આ 11 સંકેતો દેખાય તો તરત ડૉક્ટરને મળો 7. બ્લેકબોર્ડ-છોકરાને ઝાડ સાથે સાંકળથી બાંધ્યો, તાળું માર્યું:કહ્યું- ખાટલા સાથે બાંધવા પર ખાટલો માથા પર લઈને ફરે છે, માતાને સાંકળથી બાંધી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મેષ-મિથુનના બિઝનેસમેન માટે પડકારરૂપ દિવસ, મીન રાશિનો સૂર્ય શુભ સમાચાર સાથે ઊગશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    ‘To impress Delhi bosses’: Sonam Wangchuk on Ladakh L-G’s warning over ‘honorary cockroach’ remark
    Next Article
    Claude Opus 4.8 prioritises honesty over overconfidence, says Anthropic

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment