Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૃહમંત્રીની CM, DyCM સાથે એક કલાકની બેઠક પૂર્ણ:અમદાવાદના 4 વોર્ડના તમામ નવનિયુક્ત કોર્પોરેટરો સાથે મુલાકાત કરી, આવતીકાલે મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

    1 day ago

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. અમિત શાહે આજે 16મે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણને લઈને અમદાવાદ તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ એક કલાક સુધી બેઠક કરી હતી. જ્યારે અમદાવાદના 4 વોર્ડના તમામ નવનિયુક્ત કાઉન્સિલરો સાથે પણ મુલાકાત કરી હતી. તો હવે આવતીકાલે 17મેએ ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગર લોકસભામાં આવતા નવનિયુક્ત કાઉન્સિલરો સાથે બેઠક કરી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ અને નવનિયુક્ત કોર્પોરેટરો સાથેની મુલાકાત પૂર્ણ થઈ ચૂકી છે. ગૃહમંત્રી અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એસ.જી હાઇવે પરની દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતેથી રવાના થઈ ચૂક્યા છે. એ પહેલા ગૃહમંત્રીએ ગાંધીનગર લોકસભા અંતર્ગત નારણપુરા, સાબરમતી, વેજલપુર અને ઘાટલોડિયા વિધાનસભાના વોર્ડના તમામ નવનિયુક્ત કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટેની અપીલ કરી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના કાફલામાં ઘટાડો કર્યો છે. ત્રણ ગાડીઓના કાફલા સાથે કેન્દ્રીય મંત્રી અમદાવાદના એસજી હાઇવે પર આવેલા દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ માત્ર એક જ ગાડી સાથે આવ્યા હતા. પશ્ચિમ બંગાળની જીતના અભિનંદન પાઠવ્યા ચૂંટણીના પરિણામો ખૂબ સારા રહ્યા તે અંગે અમિત શાહે સૌને અભિનંદન પાઠવ્યા હતા. એક બાદ એક વિધાનસભાના વોર્ડના કોર્પોરેટરોને મળ્યા હતા. તો જોધપુર વોર્ડના કોર્પોરેટર વિનોદ પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને ફોટો ફ્રેમ ભેટમાં આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં જીતની ફોટો ફ્રેમ આપી અને તેમને પશ્ચિમ બંગાળની જીતના અભિનંદન પાઠવ્યા હતા. 25 મે સુધીમાં 15 મનપાને નવા મેયર મળી શકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે એક કલાક સુધી બેઠક યોજાઈ હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે એક કલાક સુધી ચર્ચા કરવામાં આવી હતી. આગામી 25 મે સુધીમાં અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સહિત તમામ 15 મહાનગરપાલિકાઓને નવા મેયર મળી શકે છે. સોમવારે-મંગળવારે તમામ મહાનગરપાલિકાઓમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે એજન્ડા બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણીના ત્રણથી સાત દિવસની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જાહેરાત કરવામાં આવશે. ધરમશી દેસાઈ અને દેવાંગ દાણી ગાડીની જગ્યાએ બુલેટ લઈને મિટિંગમાં આવ્યા અમદાવાદના એસજી હાઇવે ખાતે દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસમાં ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા વોર્ડના નવનિયુક્ત કોર્પોરેટરો સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બેઠક કરવાના છે. ત્યારે વડાપ્રધાનની પેટ્રોલ અને ડીઝલની બચત કરવાની અપીલને લઈને બોડકદેવ વોર્ડના કોર્પોરેટર ધરમશી દેસાઈ અને દેવાંગ દાણી ગાડીની જગ્યાએ બુલેટ ઉપર આવ્યા હતા. 17મેના મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે આવતીકાલે 17 મેના રોજ અમિત શાહના હસ્તે અમદાવાદના ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત “મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક” આઈ.ટી. અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તેમજ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિ. (મધુર ડેરી) દ્વારા નિર્મિત પાંચ લાખ લીટર ક્ષમતાવાળા અદ્યતન પ્લાન્ટનું ઉદ્ઘાટન ઉપરાંત ઇન્ફોસિટી, ગાંધીનગર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ (NID) ના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર (IIC)નું લોકાર્પણ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા ઘાટલોડિયા, ગોતા ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના ઇન્ટરલિન્કિંગને લઈને મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે ગૃહમંત્રીએ બેઠક કરી હતી. બેઠકમાં ગાંધીનગર લોકસભા અંતર્ગત તળાવના ઇન્ટરલિંકિંગ કરવા માટે ઝડપથી કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી હતી. હોસ્પિટલો અને જૂની હોસ્પિટલોના રિનોવેશન માટે સૂચના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરના માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યોને લઈને પણ ગાંધીનગર જિલ્લાના તેમજ માણસાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તમામ કામોને ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી સાર્વજનિક હોસ્પિટલો માટે પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ તમામ લોકોને સારી સુવિધા મળે તેના માટે જણાવ્યું હતું. હોસ્પિટલો અને જૂની હોસ્પિટલોના રિનોવેશન માટે પણ સૂચના આપવામાં આવી હતી. સાર્વજનિક હોસ્પિટલો બાબતે સમીક્ષા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ અને આગામી મિશન 5 મિલિયન ટ્રી અંગે ચર્ચા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા શહેરમાં વૃક્ષારોપણ અને ગ્રીન કવર વધારવા માટે અધિકારીઓને સૂચના બેઠકમાં આપી હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગાંધીનગર લોકસભામાં કરવામાં આવેલા વૃક્ષારોપણ અને આગામી મિશન 5 મિલિયન ટ્રી અંગે ચર્ચા કરી હતી. સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એસજી હાઇવે ઉપરની ડિઝાઇન અને સતત વધતા અકસ્માત અંગે ચર્ચા કરી હતી. SG હાઈવેને આઈકોનીક રોડ અને ડસ્ટ ફ્રી રોડની પ્રગતિને લઈને ચર્ચા વિશેષ રોડમેપ લઈ પોલીસની તૈયારીઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. SG હાઈવેને આઇકોનીક રોડ અને ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે તેની પ્રગતિને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. એસજી હાઇવે ઉપર કર્ણાવતી જંક્શન સરખેજ ઉજાલા સર્કલ સુધીના બ્રિજ બનાવવામાં આવ્યો છે જેની પ્રગતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતાએ ગુજરાતને 248 રનનો ટાર્ગેટ આપ્યો:ફિન એલને 93 રન, રઘુવંશીએે 82 અને કેમરૂન ગ્રીને 52 રન ફટકાર્યા
    Next Article
    લુણાવાડામાં શનિ જયંતિની ઉજવણી:શનિદેવ મંદિરે વિશેષ પૂજા અને મહાપ્રસાદનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment