Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને લઈને રાહુલ-પ્રિયંકાના ધરણા; પંજાબ CM ઓફિસમાં CBI રેડ; આશુતોષ દીક્ષિત નવા વાયુસેના પ્રમુખ

    10 hours ago

    નમસ્તે, INDIA બ્લોકે CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને લઈને સેવ ડેમોક્રેસી માર્ચ કાઢી. રાહુલ અને પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી. CBIએ પંજાબના CMના ચંદીગઢ સ્થિત કેમ્પ ઓફિસમાં દરોડા પાડ્યા. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે એર માર્શલ આશુતોષ દીક્ષિત વાયુસેનાના 29મા વડા બનશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. નોબેલ પ્રાઇઝની જાહેરાતનો ત્રીજો દિવસ, આજે કેમિસ્ટ્રીના પ્રાઇઝની ઘોષણા. 2. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે નવા વ્યાજ દરની જાહેરાત કરી શકે છે. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલ-પ્રિયંકા ગાંધીને દિલ્હી પોલીસે 2 કલાક બાદ છોડી દીધા:8 કલાકના ધરણા બાદ કસ્ટડીમાં લીધા હતા; સવારે CEC વિરુદ્ધ વિપક્ષે માર્ચ કાઢી હતી મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીને દિલ્હી પોલીસે મંગળવારે રાત્રે 10 વાગ્યે મુક્ત કરી દીધા હતા. પોલીસે રાહુલ સહિત લગભગ 250 લોકોને આકાશવાણી પરિસરમાંથી રાત્રે 8 વાગ્યે કસ્ટડીમાં લીધા હતા. રાહુલ જ્યારે પોલીસ લાઇનમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમના હાથમાં બંધારણની નકલ હતી. તેઓ બપોરે 12 વાગ્યાથી CEC જ્ઞાનેશ કુમારને મળવાની માગને લઈને ધરણા પર બેઠા હતા. ચૂંટણી પંચે મોડી સાંજે જણાવ્યું કે રાહુલ અથવા તેમના પ્રતિનિધિઓએ CECને મળવા માટે અપોઇન્ટમેન્ટ માંગી નહોતી. ત્યારબાદ પોલીસે તમામને કસ્ટડીમાં લઈ લીધા હતા. રાહુલની આગેવાનીમાં સવારે 10 વાગ્યે સંસદમાંથી વિપક્ષી પક્ષોની 'સેવ ડેમોક્રેસી માર્ચ' શરૂ થઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પંજાબ CM ભગવંત માનની ચંદીગઢ કેમ્પ ઓફિસમાં CBIના દરોડા:મોહાલી અને સંગરુર પણ ટીમો પહોંચી; ટ્રાન્સફર-પોસ્ટિંગ અને સરકારી કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ચંદીગઢ સ્થિત કેમ્પ ઓફિસમાં મંગળવારે સાંજે દરોડો પાડ્યો. CBIની ટીમો મોહાલી અને સંગરુર પણ પહોંચી. આ કાર્યવાહી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ કરવામાં આવી છે. પ્રવર્તન નિદેશાલય (ED)એ મુખ્યમંત્રી કાર્યાલયમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અને ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. EDએ મુખ્યમંત્રીના OSD રાજબીર સિંહ ઘુર્મનને મુખ્ય આરોપી બનાવ્યા હતા, પરંતુ પોલીસે તેમની વિરુદ્ધ FIR દાખલ કરી નહોતી. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને 5 ઓક્ટોબરે હાઈકોર્ટે OSD વિરુદ્ધ FIR દાખલ કરવાનો તથા CBI તપાસનો આદેશ આપ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. નવા વાયુસેના પ્રમુખ બન્યા આશુતોષ દીક્ષિત:કાર્યકાળ 2028 સુધી, 20 પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવામાં નિષ્ણાત; કારગિલ યુદ્ધમાં પણ સામેલ રહ્યા હતા એર માર્શલ આશુતોષ દીક્ષિત વાયુસેનાના નવા પ્રમુખ બનશે. તેઓ 31 ઓક્ટોબરે 29મા એર ચીફ માર્શલ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ હાલમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ છે. તેમણે 1 જુલાઈ 2026ના રોજ આ પદભાર સંભાળ્યો હતો. આશુતોષ દીક્ષિત કારગિલ યુદ્ધમાં પણ સામેલ હતા. તેમણે ફાઇટર જેટમાંથી ઘૂસણખોરો પર બોમ્બમારો કર્યો હતો. તેઓ 20 પ્રકારના લડાકુ વિમાનો ઉડાડવામાં નિષ્ણાત છે. આશુતોષ દીક્ષિત એર માર્શલ અમર પ્રીત સિંહનું સ્થાન લેશે. એર માર્શલ અમર પ્રીત સિંહ 30 સપ્ટેમ્બર 2024ના રોજ વાયુસેના પ્રમુખ બન્યા હતા. તેઓ 31 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. હરમનપ્રીતે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી:તેની આગેવાનીમાં જ ભારતે 2025 મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો; સ્મૃતિ મંધાના બની શકે કેપ્ટન હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. તેણે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. હરમનપ્રીતની જગ્યાએ સ્મૃતિ મંધાનાને કેપ્ટનશીપની જવાબદારી મળી શકે છે. હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2025 મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો. તેની કેપ્ટનશીપમાં ટીમે 2012, 2016, 2022 અને 2026 એશિયા કપનું ખિતાબ પણ પોતાના નામે કર્યો. જોકે, 2012 એશિયા કપમાં હરમનપ્રીતે માત્ર ફાઇનલમાં કેપ્ટનશીપ કરી હતી, જ્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચમાં મિતાલી રાજે ટીમની કમાન સંભાળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પ્રેમાનંદજીના શિષ્યનો ચોથો વીડિયો:ધોતી પકડીને રૂમમાંથી લથડાતાં બહાર આવ્યા; સુસાઇડનાં CCTV કોણ જાહેર કરી રહ્યું છે તેના પર સસ્પેન્સ વૃંદાવનમાં સંત પ્રેમાનંદના શિષ્ય રસિક દુલારી શરણનો આત્મહત્યા પહેલાંનો ચોથો વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ રૂમમાંથી બહાર નીકળીને સીડીઓ તરફ જતા દેખાઈ રહ્યા છે. તેમણે સફેદ રંગનો હાફ કુર્તો અને પીળા રંગની ધોતી પહેરી છે. 25 વર્ષના રસિક દુલારી લથડાતા અને ધોતી સરખી કરતા ગેલેરી તરફ ધીમે-ધીમે આગળ વધી રહ્યા છે. જોતા એવું લાગે છે કે તેમના પગ અથવા શરીરમાં ક્યાંક ઈજા થઈ છે. તેઓ 19 પગલાં ચાલે છે, પછી સીડીઓ પર ચઢવા માટે ગેલેરીમાંથી બીજી તરફ વળી જાય છે. રસિક દુલારીએ 25 સપ્ટેમ્બરની સવારે કેલી કુંજ ટ્રસ્ટની બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. 26 સપ્ટેમ્બરે યમુના કિનારે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ભાવનગરમાં રમરમાટ બોલેરો ટ્રેલર પાછળ ઘૂસતા 7ના મોત:મૃતકના સંબંધીએ કહ્યું-હિરેન ક્યાં છે?, સર ટી હોસ્પિટલના પરિસરમાં આક્રંદ; પુત્રના લગ્નના 4 મહિના પહેલા પિતાને કાળ ભેટ્યો ભાવનગર-તળાજા સોમનાથ હાઈવે આજે 6 ઓક્ટોબરે રક્તરંજિત થયો છે. સવારે સવારે 9:45 વાગ્યે ત્રાપજ ગામના પેટ્રોલ પંપ પાસે ઉભેલા ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે બોલેરો ઘૂસી ગઈ હતી જેના CCTV પણ સામે આવ્યા છે. અકસ્માતમાં બોલેરોમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે. એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકો શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરીએ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. બોલેરો એવી જોરદાર ટક્કર મારી હતી કે ટ્રેલર આગળ ધસી ગયું હતું અને હાઈવેની સાઈડમાં વિખરાયેલી લાશો જોવા મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'કોંગ્રેસ મુસ્લિમ લીગનો નવો અવતાર, રાહુલ ગાંધી મોર્ડન જિન્ના':વોટબેંકના લીધે કેપ્ટન સ્મિત માટે એક ટ્વીટ ના કરી શક્યા; બનાસકાંઠામાં ભાજપ પ્રભારી તરૂણ ચુઘ વરસ્યા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરૂણ ચુઘ આજે (6 ઓક્ટોબર) બનાસકાંઠાના પ્રવાસે પહોંચ્યા છે. પાલનપુરના ચડોતર નજીક આવેલા 'બનાસ કમલમ્' ખાતે તેમની અધ્યક્ષતામાં સંગઠનને મજબૂત કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ માટે મહત્વપૂર્ણ ત્રણ બેઠક યોજાઈ હતી. આ બેઠકોમાં સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પક્ષના સિનિયર નેતાઓ સાથે કામગીરી અને આગામી ચૂંટણીની તૈયારીઓ અંગે સીધી ચર્ચા કરવામાં આવી હતી. પ્રવાસ દરમિયાન મીડિયા સામે વાતચીત કરતા તરૂણ ચુઘે કોંગ્રેસ અને ED ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : SIRના ફોર્મ-6 વિવાદ પર રાહુલ vs ભાજપ:BJP બોલી- સુપ્રીમ કોર્ટે તેને યોગ્ય ઠેરવ્યું; રાહુલે કહ્યું હતું- ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 2026નો ફિઝિક્સ નોબેલ ફ્રાન્સિસ હાલ્ઝેનને મળ્યો:અવકાશમાંથી આવતા રહસ્યમય કણોની શોધ કરી; બ્રહ્માંડને સમજવામાં મદદ મળી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : શિવસેનાના ચૂંટણી ચિહ્ન વિવાદ, સુપ્રીમ કોર્ટે કહ્યું- પક્ષપલટો બંધારણીય પાપ:ચૂંટણી પંચ બંનેને અલગ-અલગ ચિહ્ન આપી શક્યું હોત; 4 વર્ષથી ચાલી રહ્યો છે વિવાદ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકી સંસદમાં કેપ્ટન સ્મિતના સન્માનમાં પ્રસ્તાવ પસાર:આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવાની પ્રશંસા કરી; ભારતીય પાઇલટને બહાદુર ગણાવ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : જિયોનો IPO જેને લાગ્યો તેને બખ્ખા!:લોન્ચ થયા પહેલાં જ GMP 150 રૂપિયાને પાર, 21 ઓક્ટોબરે ખુલી શકે ભારતનો સૌથી મોટો IPO વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ન્યૂઝીલેન્ડ સામેની T20 ટીમની જાહેરાત:ભુવનેશ્વર કુમારનું 4 વર્ષ બાદ ભારતીય ટીમમાં કમબેક, વૈભવ ટીમમાં યથાવત; સ્મૃતિ મંધાના વુમન્સ ટીમની નવી કેપ્ટન વાંચો સંપૂર્ણ સમાચાર 7.સ્પોર્ટ્સ : શું અમદાવાદમાં રમાશે 2036ની ઓલિમ્પિક?:યજમાનીની રેસમાં ભારત સહિત 7 દેશ; ઓલિમ્પિક કમિટીએ ઑફિશિયલી જાહેરાત કરી વાંચો સંપૂર્ણ સમાચાર 8.ધર્મ તહેવાર જ્યોતિષ : ઇન્દિરા એકાદશી, મંગળવાર અને શ્રાદ્ધ પક્ષનો શુભ સંયોગ:સુખ-સમૃદ્ધિની કામના સાથે કરો વિષ્ણુ પૂજા, મંગળ દોષ નિવારણ માટે આ કાર્યો કરો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ઊંઘીને જીત્યા ₹14 લાખ, જાપાનમાં અનોખી સ્પર્ધા જાપાનમાં એક અનોખી સ્પર્ધા થઈ, જેમાં ડઝનબંધ લોકો 90 મિનિટ સુધી ઊંઘ્યા. બધાને સ્લીપ ટ્રેકિંગ ડિવાઇસ પહેરાવવામાં આવ્યા હતા, જેનાથી તેમની ઊંઘને ટ્રેક કરવામાં આવી. આમાં સૌથી ઝડપી અને ઊંડી ઊંઘમાં સરકી જનારી સુઇમી નામની છોકરીને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી. સુઇમીને પ્રાઇઝ મની તરીકે ₹14 લાખ મળ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : ફાયદો કોને? શંકરસિંહને, કોંગ્રેસને કે કોઈને નહીં: બાપુએ બ્રાહ્મણ, પટેલવાળું સ્ટેટમેન્ટ જાણી જોઈને કેમ આપ્યું; માથે મેલું ઉપાડવું એ શું હતું 2. મર્સિડીઝની ડેકી ખોલતાં જ પુત્રની ચીસ નીકળી ગઇ!: કરોડપતિ પાટીદાર બિલ્ડરની લોહીલુહાણ લાશ મળતા ખળભળાટ 3. Editor's View : ગાઝા યુદ્ધ માટે હમામને શહીદ થવું હતું: મિત્રને બચાવી 180ને મારવા તૈયાર થયો, અલકાયદા અંગે પણ મોટો ધડાકો, ફ્લાયદુબઇ કેસમાં છ-છ રેડ ફ્લેગ ચૂકાયા 4. પારકી પંચાત : સંઘવી-ધોળકિયાના કાર્યક્રમમાં એક્સપાયરી ડેટવાળું પાણી વહેંચી દીધું!: શંકરભાઈએ મોદી-શાહ સાથે નીતિન કાકાનું નામ જોડ્યું; BJPના મહિલા પ્રમુખ સામે પક્ષના જ સભ્યોને અવિશ્વાસ 5. આજનું એક્સપ્લેનર: સુપ્રીમ કોર્ટે નોટિસ આપી, શું જ્ઞાનેશ કુમારે પદ છોડવું પડશે; ત્રણ તરફથી ઘેરાયા, આખરે અસલી મુદ્દો શું છે 6. BJP સરકારમાં બંગાળની દુર્ગા પૂજા કેટલી બદલાઈ:370 વર્ષ બાદ પાર્ક સ્ટ્રીટમાં પૂજા; DJ, દારૂ અને પંડાલો પર નવા નિયમો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: કર્ક-સિંહ રાશિના જાતકોને મળશે સફળતા, કન્યા-કુંભ રાશિના લોકો માટે ચિંતાજનક દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Lionel Messi's Last Match LIVE Updates | Argentina vs Benin LIVE Score: Messi In Tears Ahead Of Grand Farewell
    Next Article
    પાકિસ્તાનમાં 60 યુવતીઓના ફોન લઈને ઠગો ફરાર:નોકરીની લાલચ આપીને બોલાવી, સૌના મોબાઇલ જમા કરાવ્યા, પછી બાઇક પર ફરાર થઈ ગયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment