Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરળના CMએ કહ્યું- રાહુલમાં પાર્ટીના કાર્યકર જેટલી પણ સમજણ નથી:કોંગ્રેસ BJPની B-ટીમ છે; થરૂરે આવા અહેવાલને પાયાવિહોણા ગણાવ્યા

    2 days ago

    કેરળ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ, તમામ પક્ષોના નેતાઓ એકબીજા પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું, "રાહુલ ગાંધી એક નેશનલ લીડર છે, છતાં તેમનામાં એક સામાન્ય સ્થાનિક કોંગ્રેસ કાર્યકર જેટલી પણ સમજણ નથી. જોકે, થરૂરે "B-ટીમ"ની વાતને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી. કેરળમાં કોંગ્રેસ પાર્ટીને "B-ટીમ" કહેવાના નિવેદનો અંગે થરૂરે કહ્યું, આ બિલકુલ બકવાસ છે. અમને કોઈની B-ટીમ બનવામાં કોઈ રસ નથી કારણ કે અમે કેરળની A-ટીમ છીએ. ભાજપ અને એલડીએફ બંને નથી ઇચ્છતા કે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં સત્તામાં આવે. અમારી ડીલ કેરળના લોકો સાથે છે, અને અમે ખાતરી કરીશું કે કેરળના લોકો અને તેમના હિતોનું અમારી સાથે રક્ષણ થાય. કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ની જીત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. થરૂરે કહ્યું કે ભાજપ કેરળમાં 'ઝીરો સીટ'વાળી પાર્ટી છે. ખરેખરમાં મુકાબલો UDF અને LDF વચ્ચે છે. અમારી પાસે સારા અને અનુભવી ઉમેદવારો છે. થરૂરે વધુમાં કહ્યું કે લોકો LDFના કુશાસનથી કંટાળી ગયા છે અને ભાજપ તેનો જવાબ નથી કારણ કે તેમની પાસે ક્ષમતાનો અભાવ છે. જો તેઓ વિધાનસભામાં એક, બે કે ત્રણ બેઠકો જીતે છે, તો તેઓ જંગી વિજયનો દાવો કરશે, જે અર્થહીન છે. 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, 4 મેના રોજ એકસાથે આવશે પરિણામ પાંચેય રાજ્યોમાં ચૂંટણી અંગે અપડેટ્સ માટે, નીચેનો બ્લોગ વાંચો...
    Click here to Read More
    Previous Article
    ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મની જાહેરાત:વિવેક અગ્નિહોત્રી કરશે ડિરેક્શન; નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ધિલ્લોનની પુસ્તક પર આધારિત પ્રોજેક્ટ
    Next Article
    મહારાષ્ટ્રમાં પકડાયેલા બાબા પર 5 નરબલિની આશંકા:મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો હતો, 10 વર્ષમાં 1500 કરોડનું સામ્રાજ્ય બનાવ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment