Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શરવરી વાઘના નાના હતા મહારાષ્ટ્રના CM, એક કૌભાંડે ખુરશી છીનવી:પહેલાં કેટરીનાના દિયર સાથે અફેર હતું, હવે ખુશી કપૂરના એક્સ BF સાથેના સંબંધોએ ચર્ચા જગાવી

    16 hours ago

    યશરાજ બેનરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આલ્ફા'નું ટીઝર થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું છે. દમદાર ટીઝરમાં આલિયા ભટ્ટનો એક્શન અવતાર જોવા મળે છે. 'લોર્ડ' બોબી દેઓલ પણ પોતાના અંદાજમાં જોવા મળ્યો છે. સૌથી નવાઈની વાત એ છે કે ટીઝરમાં ક્યાંય શરવરી વાઘ જોવા મળી નથી. ચર્ચા હતી કે ફિલ્મમાં આલિયા ને શરવરી બંનેના પેરલલ રોલ છે. હવે તો 3 જુલાઈએ ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ ખબર પડશે કે ફિલ્મમાં શરવરીના હિસ્સે કેટલું કામ આવ્યું છે અને તેનો રોલ કેટલો મોટો છે? શરવરી વાઘની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા' આજે એટલે કે 12 જૂને રિલીઝ થઈ છે. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં દિલજીત દોસાંજે ને નસરુદ્દીન શાહ લીડ રોલમાં છે. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું વાઘ પરિવારની... શરવરીના પેરેન્ટ્સ શું કરે છે? શરવરીને કેટલા ભાઈ બહેન છે ને તેઓ શું કરે છે? શરવરીને નાનપણમાં મિરર આગળ ઊભા રહીને ડાન્સ કરતી. આટલું જ નહીં, લગ્નમાં જ્યારે ડાન્સ અચૂકથી જ કરતી. શરવરીએ બાર સાયન્સમાં હોવા છતાં મિસ ઇન્ડિયા સ્પર્ધામાં કેમ ભાગ લીધો હતો? શરૂઆત કરીએ શરવરીના પેરેન્ટ્સથી મુંબઈના જાણીતા બિલ્ડર શૈલેશ વાઘ 1987થી રિયલ એસ્ટેટ કંપની વેલ ડીવેલ બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમન છે. આ કંપનીનું હેડક્વાર્ટર મુંબઈના દાદરમાં છે. આ ઉપરાંત શૈલેશ વાઘ અન્ય કંપની શૈલેશ ગ્રુપમાં પણ ચેરમેન છે. શૈલેશ વાઘની પત્ની નમ્રતા વાઘ આર્કિટેક્ટ છે. સુખી સંપન્ન આ મરાઠી પરિવારમાં ત્રણ સંતાનો. સૌથી મોટી દીકરી કસ્તૂરી, બીજી શરવરી ને ત્રીજો દીકરો અર્ણવ. વાઘ પરિવારના રાજકારણ સાથે નિકટના સંબંધો છે. આ જ કારણે શરવરી નાનપણથી બોલિવૂડની નિકટ રહી છે. મૌટી બહેન ને નાનો ભાઈ શું કરે છે? સૌ પહેલા કસ્તૂરીની વાત કરીએ તો, કસ્તૂરી માતાની જેમ જ આર્કિટેક્ટ ફિલ્ડમાં પોતાનું નામ બનાવી રહી છે. તે અવાર-નવાર બહેન શરવરી સાથે જોવા મળતી હોય છે. કસ્તૂરીએ ડિસેમ્બર, 2025માં લોંગ ટાઇમ બોયફ્રેન્ડ વિનીત હિંગોરાની સાથે લોનાવલામાં પરિવાર ને મિત્રોની હાજરીમાં લૅવિશ લગ્ન કર્યા. વિનીત હિંગોરાની આર્કિટેક્ટ છે. બંને કોલેજ સમયથી સાથે છે. બંનેએ ન્યૂ યોર્કમાંથી આર્કિટેક્ટનો અભ્યાસ કર્યો છે. શરવરીથી નાનો અર્ણવ વાઘ લાઇમલાઇટથી દૂર અભ્યાસમાં ફોકસ કરી રહ્યો છે. નાનપણથી જ શરવરીને ડાન્સનો શોખ 14 જૂન, 1997માં જન્મેલી શરવરીએ મુંબઈમાં ધ દાદર પારસી યુથ એસેમ્બલી હાઇસ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું ને ત્યારબાદ રૂપારેલ કોલેજમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએટ થઈ. શરવરી નાનપણથી જ ઘરમાં મિરર આગળ ઊભી રહીને ડાન્સ કરતી. આ ઉપરાંત આસપાસમાં ને સંબંધીમાં લગ્ન હોય તો શરવરી ડાન્સ કરવા હંમેશાં તૈયાર જ હોય. આટલું જ નહીં, તે સંગીતમાં કોઈ ફિલ્મના સીન કે ડાયલૉગ્સની નકલ પણ ઉતારતી. શરવરી ફિલ્મી માહોલમાં મોટી નથી થઈ. પરિવાર એજ્યુકેટ હોવાથી તેણે ક્યારેય એક્ટ્રેસ બનવાનું સપનું જોયું નહોતું. અલબત્ત, બારમા ધોરણમાં તે સાયન્સ સ્ટ્રીમ હતી. તે સમયે મિસ ઇન્ડિયા ફ્રેશ ફેસ કોન્ટેસ્ટની જાહેરાત થઈ હતી. શરવરીને સ્કૂલમાં કહેવામાં આવ્યું કે જે છોકરીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે તેમની હાજરી પૂરાઈ જશે. હાજરીની લાલચમાં શરવરીએ આ સ્પર્ધામાં પોતાનું નામ લખાવ્યું. પછી શરવરીને ખ્યાલ આવ્યો કે આ મિસ ઇન્ડિયાની કોમ્પિટિશન હતી. આ સ્પર્ધામાં શરવરી ક્લિન એન્ડ ક્લિયર ફેસ કોમ્પિટિશનમાં વિનર રહી હતી. આ જ કારણે તેને અલગ-અલગ ટીવી જાહેરાતો મળવા લાગી ને તેની મોડલિંગ કરિયરની શરૂઆત થઈ. મોડલિંગ કરવાને કારણે શરવરીને કાસ્ટિંગ ડિરેક્ટર્સની ઑફિસથી ઑડિશન માટે ફોન આવવા લાગ્યા અને તે અલગ અલગ ઑડિશન આપતી. શરવરીએ જેફ ગોલ્ડબર્ગ સ્ટૂડિયોમાંથી એક્ટિંગ કોર્સ પૂર્ણ કર્યો. આ ઉપરાંત વીકેન્ડ થિયેટર વર્કશોપ પણ કરતી. માત્ર 18 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી શરવરીએ માત્ર 18 વર્ષની ઉંમરથી બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી. તેણે 'પ્યાર કા પંચનામા 2', 'બાજીરાવ મસ્તાની' તથા 'સોનુ કે ટીટુ કી સ્વીટી' એમ ત્રણ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. શરવરી 17 વર્ષની ઉંમરથી ફિલ્મમાં લીડ રોલ માટે ઓડિશન આપતી હતી. શરૂઆતમાં શરવરીએ રિજેક્શનનો સામનો કરવો પડ્યો. અંતે, 2020માં શરવરી ડિજિટલ પ્લેટફોર્મ પર વેબ સિરીઝ 'ધ ફરગોટન આર્મીઃ આઝાદી કે લિયે'માં એક્ટર સની કૌશલ સાથે જોવા મળી. શરવરીએ 'ધ ફરગોટન આર્મી' કેવી રીતે મળી તે અંગે વાત કરતા કહ્યું હતું કે તેણે ઓડિશન આપ્યું હતું અને એક દિવસ તેને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની ઑફિસમાંથી ફોન આવ્યો કે તે સિરીઝ માટે શોર્ટ લિસ્ટ થઈ છે. ડિરેક્ટર કબીર ખાન તમામ શોર્ટલિસ્ટેડ એક્ટર્સના ઑડિશન લેશે અને જે સિલેક્ટ થશે તેમને રોલ મળશે. તેના માટે કબીર ખાન સામે પર્ફોર્મ કરવું ચેલેન્જ હતું, પરંતુ તેણે પર્ફોર્મ કર્યું ને અંતે આ સિરીઝ તેને મળી. અલગ-અલગ રોલ પ્લે કર્યા શરવરીએ યશરાજ ફિલ્મ્સની 'બંટી ઔર બબલી 2'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, સિદ્ધાંત ચતુર્વેદી તથા રાની મુખર્જી હતા. ક્રાઇમ કોમેડી આ ફિલ્મ 2021માં રિલીઝ થઈ હતી. શરવરીની એક્ટિંગના ખાસ્સા વખાણ કરવામાં આવ્યા હતા. એ વાત અલગ છે કે આ ફિલ્મ બોક્સઑફિસ પર સુપરફ્લોપ રહી હતી. ત્યારબાદ શરવરી કેટલીક ફિલ્મમાં જોવા મળી, પરંતુ જોઈએ તેવી સફળતા મળી. 2024માં શરવરીની ફિલ્મ 'મુંજ્યા' રિલીઝ થઈ. આ ફિલ્મ મહારાષ્ટ્રીયન લોકકથા પર આધારિત હતી. મેડડોક બેનરની હોરર કોમેડી યુનિવર્સે ચાહકોના દિલ જીતી લીધા ને આ ફિલ્મ બોક્સઑફિસ પર સુપરડુપર હિટ રહી હતી. ફિલ્મ 'વેદા'માં શરવરી વાઘે દલિત યુવતીનો રોલ પ્લે કર્યો હતો ને ફિલ્મમાં જ્હોન અબ્રાહમ લીડ રોલમાં હતો. શરવરી હવે આલિયા ભટ્ટ સાથે 'આલ્ફા' ને દિલજીત દોસાંજે ને વેદાંગ રૈના સાથે ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'માં જોવા મળશે. સૂરજ બરજાત્યાની ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'માં આયુષ્યમાન ખુરાના સાથે જોડી જમાવશે. ગોડ ફાધર વગર ઓળખ બનાવી કરિયર અંગે શરવરીએ એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું હતું કે તેની કરિયરમાં ઘણા જ ચઢાવ-ઉતાર આવ્યા છે. તેને રોજે રોજ કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. તેને લાગે છે કે આ તો હજી શરૂઆત છે અને તેણે હજી લાંબી સફર બોલિવૂડમાં કરવાની છે. પાંચ વર્ષથી પણ વધુ સમય સુધી રિજેક્શનનો સામનો કરવો તેના માટે ઘણો જ દુઃખદાયક સમય હતો. તે અઢળક ઑડિશનમાં રિજેક્ટ થઈ છે, પરંતુ તે હિંમત હાર્યા વગર રોજ નવી આશાએ ઑડિશન આપતી. તેણે નક્કી કર્યું હતું કે તે જેવી ઈચ્છે છે તે જ રીતની ફિલ્મથી ડેબ્યૂ કરશે. ઇન્ડસ્ટ્રીમાં ગોડફાધર વગર એકલા આગળ આવવું થોડું મુશ્કેલ છે. પોતાને સતત રિજેક્ટ થતાં જોવું એ સમય તેની કરિયરનો સૌથી કપરો સમય હતો. લવ અફેર્સમાં પણ પાછળ નથી.. સની કૌશલ સાથેના પાંચ વર્ષના સંબંધનો અંત આવ્યો શરવરીના સંબંધો કેટરીના કૈફના દિયર એટલે કે સની કૌશલ સાથે 2020થી હતા. સની કૌશલ ને શરવરી અવારનવાર સાથે જોવા મળતા. આટલું જ નહીં, ડિસેમ્બર, 2021માં કેટરીના-વિકીના લગ્નમાં શરવરી ખાસ હાજર રહી હતી. શરવરી પછી કૌશલ પરિવારના નાના-મોટા દરેક પ્રસંગમાં સાથે જોવા મળતી. સની ને શરવરી પણ ડિનર ડેટ ને મૂવી ડેટ પર સાથે સ્પોટ થતા. અલબત્ત, સની ને શરવરી એકબીજાને ક્લોઝ ફ્રેન્ડ્સ જ કહેતા અને તેમણે ક્યારેય પોતાના રિલેશન સ્વીકાર્યા નહોતા. 2025માં સની ને શરવરીનું બ્રેકઅપ થયું હતું. બંનેએ બ્રેકઅપ અંગે કોઈ કારણ જણાવ્યું નહોતું. શરવરી, સની કૌશલ કરતાં આઠ વર્ષ નાની છે. સની કૌશલની વાત કરીએ તો, 2016માં ફિલ્મ 'સનશાઇન મ્યૂઝિક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ'થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ટીવી મિની સિરીઝ 'ઑફિસિયલ ચુકિયાગિરી' કરી હતી. 2018માં અક્ષય કુમાર-મૌની રૉયની ફિલ્મ 'ગોલ્ડ'માં જોવા મળ્યો હતો. સની કૌશલે ત્યારબાદ કેટલીક ફિલ્મમાં કામ કર્યું, પરંતુ સની કૌશલને હજી સુધી ભાઈ વિકી ને ભાભી કેટરીના જેવી સફળતા બોલિવૂડમાં મળી નથી. 2 વર્ષ નાના વેદાંગ રૈના સાથે અફેર હોવાની ચર્ચા સની કૌશલ સાથેના બ્રેકઅપ બાદ શરવરીના સંબંધો પોતાનાથી બે વર્ષ નાના એટલે કે 26 વર્ષીય વેદાંગ રૈના સાથે હોવાની ચર્ચા છે. 2026ની શરૂઆતમાં જ વેદાંગ ને ખુશી કપૂરના સંબંધોનો અંત આવ્યો હતો. ખુશી ને વેદાંગે 2023માં 'ધ આર્ચીઝ'માં સાથે કામ કર્યું ને બંને વેકેશન મનાવવાથી લઈ ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળતા. અલબત્ત, અગમ્ય કારણોસર બંનેએ બ્રેકઅપ કર્યું હોવાની વાતો બી-ટાઉનમાં થઈ રહી છે.. વેદાંગ ને શરવરી ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'માં સાથે કામ કર્યું છે ને છેલ્લા કેટલાક સમયથી બંને ફિલ્મના પ્રમોશનમાં પણ સતત સાથે જ જોવા મળે છે. આ જ કારણે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ રહી છે. વેદાંગની વાત કરીએ તો, દિલ્હીમાં કાશ્મીરી પરિવારમાં જન્મેલો વેદાંગ મુંબઈમાં મોટો થયો છે. તેણે ક્યારેય એક્ટિંગ અંગે વિચાર્યું નહોતું. તેને સંગીત ને ગિટારમાં રસ હતો. કોલેજ પૂર્ણ કર્યા બાદ વેદાંગે મોડલિંગ ને મ્યૂઝિકમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. મોડલિંગ કર્યાના થોડા સમય બાદ જ ઝોયા અખ્તરે 'ધ આર્ચીઝ' ફિલ્મ ઑફર કરી ને એ રીતે વેદાંગ બોલિવૂડમાં એક્ટિંગ કરવા લાગ્યો. કરિયરને માત્ર છ વર્ષ પણ કમાણી ચિક્કાર બોલિવૂડ કરિયરને માત્ર છ વર્ષ થયા પણ શરવરીની કમાણી લાખોમાં છે. શરવરી એક ફિલ્મના એકથી દોઢ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના ચાલીસથી પચાસ લાખ રૂપિયા વસૂલે છે. શરવરી પાસે મર્સિડિઝ બેન્ઝ કાર છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કામશેટમાં તળાવ સાઇડ હોલિડે હોમ પણ લીધું છે. શરવરીના નાના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી બહુ ઓછા ચાહકોને ખ્યાલ હશે કે શરવરીના નાના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં જન્મેલા મનોહર ગજાનન જોશીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો ને પછી ટીચરથી કરિયરની શરૂઆત કરી. 1964માં તેમણે અનઘા જોશી સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ સંતાનો, જેમાં બે દીકરીઓ નર્મદા ને અસ્મિતા ને દીકરો ઉન્મેશ. મનોહર જોશી 1967માં બાળ ઠાકરેની શિવસેનામાં જોડાયા. 1976-77 સુધી મુંબઈના મેયર રહ્યા. ત્યારબાદ 1990-91માં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા. 1995-1999 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હતા. શિવસેનાની સરકારના તેઓ પહેલા મુખ્યમંત્રી હતા. 1999માં તેમણે પુણેમાં સ્કૂલ માટેનો રિઝર્વ પ્લોટ જમાઈને આપ્યો અને ત્યાં હાઉસિંગ સોસાયટી બનાવવામાં આવી. આ મુદ્દે ખાસ્સો વિવાદ થયો હતો અને અંતે તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. 2011માં સુપ્રીમ કોર્ટે મનોહર જોશીને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને તે હાઉસિંગ સોસાયટીનો ઉપયોગ હવે સ્કૂલ તરીકે કરવામાં આવે છે. બાળ ઠાકરે સાથે તેમના સંબંધો ખાસ રહ્યા હતા. માનવામાં આવે છે કે જ્યારે 1995માં શિવસેના સત્તામાં આવી ત્યારે બાળ ઠાકરેએ પોતે મુખ્યમંત્રી નહીં બને તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમણે પોતાના નિકટના સાથી મનહોર જોશીને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ 1999માં મનોહર જોશી મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા બેઠક પરથી વિજયી બન્યા. 2002-04 સુધી અટલ બિહારી વાજપેયીની સરકારમાં લોકસભા અધ્યક્ષ પણ રહ્યા. આ ઉપરાંત તેઓ છ વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ પણ હતા. 86 વર્ષની ઉંમરે ફેબ્રુઆરી, 2024માં તેમને હાર્ટ અટેક આવ્યો અને હિંદુજા હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. તાત્કાલિક સારવાર મળી હોવા છતાંય ડૉક્ટર્સ તેમને બચાવી શક્યા નહીં.
    Click here to Read More
    Previous Article
    બિહારમાં વીજળી પડવાથી 9 લોકોનાં મોત:રાજસ્થાન-પંજાબમાં કરા પડ્યા, દિલ્હીમાં વાવાઝોડાનું રેડ એલર્ટ, 27 રાજ્યોમાં વરસાદની ચેતવણી
    Next Article
    Brent Crude Slides To $86 As Trump Claims 'Great Settlement' In Iran War

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment