Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરનો વોર્ડ, CMની વિધાનસભા તો પણ AMC નફ્ફટ:4 દિવસથી પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થતાં 1050 ઝાડા-ઉલટીના કેસ; બંછાનિધિ પાનીએ કહ્યું માત્ર 50 કેસ

    1 week ago

    અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર જેમાં થલતેજ અને ગોતા વોર્ડ આવે છે. જ્યાં પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી મિક્સ થઈ જતા ઝાડા-ઉલટીના કેસનો રાફટો ફાટ્યો છે. ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા-ઉલટીના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. એકસાથે અંદાજિત 700 ઝાડા-ઉલટીના કેસો સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. સ્થિતિ એવી વણસી છે કે સોસાયટીની બે મહિલાને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવી પડી છે. સાથે જ આસપાસની ખાનગી હોસ્પિટલમાં પણ 30થી 40 લોકો દાખલ છે. અમદાવાદના મેયરના થલતેજ વોર્ડમાં આવતા નવરત્ન એવન્યુમાં અંદાજિત 200 લોકો છેલ્લા 4 દિવસમાં દૂષિત પાણીના કારણે બીમાર પડ્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. છેલ્લા ચાર દિવસથી રજૂઆત કરવા છતાં પીવાનું ચોખ્ખું પાણી આપવામાં ન આવતું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. સોસાયટીમાં અનેક લોકો બીમાર થઈ રહ્યા હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈપણ વ્યક્તિ જોવા આવ્યું ન હોવાનું પણ જણાવ્યું છે. થલતેજ વોર્ડમાં આવતા અન્ય વિનાયક બંગલોઝમાં પણ 50 લોકો બીમાર પડ્યા છે. અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર કે જે રાજ્યના મુખ્યમંત્રીનો વિધાનસભા મત વિસ્તાર છે. જ્યાં અમદાવાદના મેયરનો વોર્ડ એવો થલતેજ અને ગોતા વોર્ડમાં આવતી સોસાયટીના રહીશો છેલ્લા 4 દિવસથી દૂષિત પાણી પીવા મજબૂર છે, કોર્પોરેશનને વારંવાર ફરિયાદ કરવા છતાં ફરિયાદ નોંધીશું તેમ કહી ફોન કાપી નાખવામાં આવે છે. આજે આ વિસ્તારમાં ઘેર-ઘેર બીમારીના ખાટલા જોવા મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થિતિની ગંભીરતા જોઈ મેયર હિતેશ બારોટ પણ આકાંક્ષા ફ્લેટ દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરી સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા મુજબ ઘાટલોડિયા વિસ્તારમાંથી અત્યારે 50 કેસો જ સામે આવ્યા છે. જ્યારે બીજા 50 લોકોને પેટમાં દુઃખાવો અને નબળાઈ જેવું થઈ શકે. 900થી વધુ જેટલા કેસો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે અને જે પાણીના લીકેજ અને ગટરનું પાણી મિક્સ થવાનો પ્રશ્ન હતો તે સોલ્વ થઈ ગયો છે. 700 લોકો બીમાર હોવાનો સ્થાનિકોનો દાવો આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ગયા શુક્રવારથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ આવતું હોવાથી રોગચાળો ફેલાયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અંદાજે 700 વધુ લોકોને ઝાડા-ઉલટી થઈ ગયા છે. ચાર દિવસથી લોકો બીમાર છે છતાં પણ કોઈ અધિકારી કે નેતા જોવા માટે આવ્યા નથી અને બહારથી પાણીના બાટલા મંગાવતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 'પાણી પુરવઠા વિભાગને કહ્યું તો ઓલરાઈટનો જવાબ મળ્યો' આકાંક્ષા ફ્લેટના સેક્રેટરી સનદભાઈએ જણાવ્યું હતું કે, આખી ઘટનાની શરૂઆત શુક્રવારથી થઈ છે. શુક્રવારે સોસાયટીના રહીશોએ પાણીમાં કંઈક ગડબડ હોવાની ફરિયાદ કરી હતી. બાદમાં ચેરમેન-સેક્રેટરી પાણી ચેકિંગ કરવા ગયા ત્યારે વાત સાચી નીકળી હતી અને ગટરનું પાણી મિક્સ થયાનું જાણવા મળ્યું હતું. ‘AMCએ કહ્યું કે બધું ઓલરાઇટ છે’ તાત્કાલિક ચેરમેન-સેક્રેટરીએ પાણી પુરવઠા વિભાગમાં જાણ કરી. પાણી પુરવઠા વિભાગવાળાએ કહ્યું કે પાણી ઓલરાઇટ છે, કોઈ કમ્પ્લેન નથી. આ શનિવાર સવારની વાત છે. બાદમાં શનિવારે બપોરે અમે AMCને જાણ કરી, AMCએ કહ્યું કે બધું ઓલરાઇટ છે, ક્યાંય કમ્પ્લેન નથી. રાત દરમિયાન અમને ખ્યાલ પડ્યો કે જનતાનગર પાસે કોઈ ભંગાણ પડેલું છે અને ત્યાં આગળ પાણી મિક્સિંગ થયેલું છે. નર્મદાનું પાણી અને ગટરનું પાણી. તેની જાણ કરવામાં આવે છે. ‘રવિવારે જાણ કરી છતા દુર્ગંધવાળું પાણી આવે છે’ વધુમાં સનદભાઈ કેસુરે જણાવ્યું હતું કે, શનિવારે અમે જાણ કરીએ છીએ ત્યાં સુધી કોઈ એક્શન લેવાતી નથી, સાઇટ ઉપર કોઈ AMCના અધિકારી નથી. પણ જેવી અમે જાણ કરીએ છીએ, ત્યાર પછી રાત દરમિયાન 12થી 1ની વચ્ચે કામ થયું હતું અને સવારમાં લગભગ 3 વાગ્યે એ કામનું કમ્પ્લીશન થાય છે. રવિવાર સવારે જાણ કરવામાં આવે છે કે કામ પૂરું થયું છે, તેમ છતાં સોસાયટીમાં જે પાણી આવ્યું રવિવારે તેમાં દુર્ગંધ આવતી હતી. આ બાબતે AMC અધિકારીઓને કોઈ જાણ નહોતી. અમે જાણ કર્યા પછી તેમણે કામ હાથમાં લીધું હતું અને શનિવારે રાત્રે 2-3 વાગ્યાની આસપાસ કામ પુરું કરાયું હતું. ‘અમારે 700 લોકો બીમાર પડ્યા છે’ અન્ય એક સ્થાનિક કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારે 700 લોકો અહીંયા બીમાર પડ્યા છે. જનતાનગર પાસે પાણીના લીકેજની કામગીરી દરમિયાન ગટર અને પીવાનું પાણી મિક્સ થઈ ગયું છે. જેના કારણે રોગચાળો ફેલાયો છે. કોઈપણ જવાબદારી ન હોય તેમ ચાર કોર્પોરેટરો છે છતાં એક પણ અહીંયા આવ્યા નથી. નવરત્ન એવન્યુમાં 200 લોકો બીમાર નવરત્ન એવન્યુમાં અંદાજિત 200 લોકો છેલ્લા 4 દિવસમાં દૂષિત પાણીના કારણે બીમાર પડ્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. છેલ્લા ચાર દિવસથી રજૂઆત કરવા છતાં પીવાનું ચોખ્ખું પાણી આપવામાં ન આવતું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. સોસાયટીમાં અનેક લોકો બીમાર થઈ રહ્યા હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈપણ વ્યક્તિ જોવા આવ્યું ન હોવાનું પણ જણાવ્યું છે. ‘સ્વખર્ચે 16 ટાંકીઓ સાફ કરાવી’ નવરત્ન સોસાયટીના સેક્રેટરી કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી દૂષિત પીવાનું પાણી આવી રહ્યું છે. ગટર અને પીવાનું પાણી મિક્સ થઈ રહ્યું છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ દૂષિત પાણી બંધ થયું નથી. અમે લોકોએ અમારા સ્વખર્ચે 16 ટાંકીઓ સાફ કરાવી છે. છતાં પણ પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ઘણા લોકોને દાખલ પણ કરવા પડ્યા છે. વિનાયક બંગલોઝમાં 50 લોકો બીમાર વિનાયક બંગલોઝમાં પણ દૂષિત પીવાના પાણીની સમસ્યા ખૂબ વકરી રહી છે. અંદાજે 28 જેટલા બંગલો આવેલા છે. જેમાં 50 લોકો દૂષિત પીવાના પાણીના કારણે બીમાર પડ્યા છે. એટલે કે ઘર દીઠ બે વ્યક્તિ બીમાર હોય તેવી સ્થિતિ વિનાયક બંગલોઝમાં જોવા મળી રહી છે. AMCએ ફરિયાદ નોંધીશું કહીને ફોન કાપી દીધો સોસાયટીના ચેરમેન અમૃતભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, દૂષિત પીવાનું પાણી આવતું હોવાની લોકોએ મને ફરિયાદ કરી હતી. જેથી મે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણ કરી હતી. તો તેમણે ફરિયાદ નોંધીશું કહીને ફોન કાપી દીધો હતો. સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી તો તે લોકોએ હાથ ઊંચા કરી દીધા હતા. જનતાનગર ફાટક પાસે ભૂવો પડ્યો હતો તેનું રીપેરીંગ કામ કરતા સમયે ગટરની પાઇપ ફાટી ગઈ હતી જેથી તેનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ ગયું હોવાનું અમને જણાવ્યું હતું. હું પોતે પણ છેલ્લા કેટલાક દિવસથી બીમાર છું અને દવા લઈને આવ્યો છું. ખૂબ જ અંધકાર તંત્ર હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી. રવિવારે રજૂઆત કરી તો એવું કહેવામાં આવ્યું કે આજે રવિવાર છે એટલે કામ થશે નહીં. રોગચાળો ફેલાયો હોવાનું મુખ્ય કારણ ઘાટલોડિયા વિસ્તારમાં જનતાનગર ફાટક પાસે શનિવારે પાણીની લાઇન લીકેજ થઈ હતી. ગોતા વોર્ડના ઇજનેર વિભાગના અધિકારીઓએ લીકેજ રિપેર કરવા જતાં નીચે ગટર લાઇન હતી. જે ગટર લાઇન તૂટેલી હતી. જેમાં પહેલા ગટરલાઇન રીપેર કરી અને તે દરમિયાનમાં પાણીની લાઇનના લીકેજમાં બંને પાણી મિક્સ થતાં જે રિપેરિંગ દરમિયાન બે દિવસમાં પાણી પીધું જેના કારણે રોગચાળો ફેલાયો હતો. સૌથી વધારે આકાંક્ષા ફ્લેટમાં અસર થવા પાછળનું કારણ 386 ફ્લેટમાં 20 અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી ઓવરહેડ ટાંકીમાં પાણી ચડાવ્યું હતું અને જે ગટર અને પીવાનું પાણી મિક્સ હતું તેની ખબર ન હોવાથી લોકોએ દૂષિત પાણી પી લીધું હતું. સમસ્યાનું નિરાકરણ આવી ગયું: મેયર સમગ્ર મામલે અમદાવાદના મેયર હિતેશ બારોટે આકાંક્ષા સોસાયટીની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે ડ્રેનેજ અને પીવાનું પાણી મિક્સ થયાની ફરિયાદ મળી હતી. મેડિકલ અને તંત્રના અધિકારીઓ સાથે વાતચીત કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. સોસાયટીમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી છે અને મેડિકલની ટીમે પહોચીને નાગરિકોની સારવાર શરૂ કરી દીધી છે. પાણીના તમામ ટાંકાની સફાઈ કરાઈ છે અને સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    ટેકાના ભાવે ખરીદી ઘટાડા સામે ખેડૂતોની ગાંધીનગર કૂચ:સચિવાલય બહાર પોલીસ સાથે ઘર્ષણ,142 મણના બદલે 100 મણ ખરીદીનો નિર્ણય પાછો ખેંચવા માંગ
    Next Article
    Dang Storm Disaster | ડાંગમાં વાવાઝોડા અને વરસાદથી શાળાને નુકસાન | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment