Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેકેશન ન લંબાવવા CM-શિક્ષણમંત્રીને પત્ર:રાજ્યની 8500 શાળાના 40 લાખ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનથી નુકસાન, પ્રત્યક્ષ શિક્ષણ જ આપવા શાળા સંચાલક મહામંડળની માગ

    3 दिन पहले

    ગુજરાતની 8500 ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1થી 12ના આશરે 40 લાખ વિદ્યાર્થીઓનું નવું શૈક્ષણિક સત્ર સમયસર એટલે કે, 8 જૂનથી જ શરૂ કરવા માટે રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મહામંડળે ઓનલાઇન એજ્યુકેશનના બદલે શાળાઓમાં ઓફલાઇન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ આપવા પર ભાર મૂક્યો છે. નવું શૈક્ષણિક સત્ર 8 જૂનથી શરૂ કરવા અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા તેમજ રિવાબા જાડેજાને કરાયેલી આ રજૂઆત અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જતિન ભરાડે જણાવ્યું કે, રાજ્ય સરકાર તેમજ સીબીએસઈ (CBSE) બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2027માં લેવાનારી પરીક્ષાઓ માટે શાળાઓ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરવો એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં જો નવું શૈક્ષણિક સત્ર મોડું શરૂ થાય, તો વિદ્યાર્થીઓ પર અભ્યાસનો વધારાનો બોજો વધે છે અને તેમને રિવિઝન તેમજ પ્રેક્ટિસ માટે પૂરતો સમય મળતો નથી. તેથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ, શિસ્તબદ્ધ અભ્યાસ અને માનસિક સ્વસ્થતા માટે સમયસર શાળાઓ શરૂ કરી પ્રત્યક્ષ શિક્ષણને પ્રાથમિકતા આપવી અત્યંત જરૂરી બની ગઈ છે. ઓનલાઇન શિક્ષણ ક્યારેય પ્રત્યક્ષ શિક્ષણનો વિકલ્પ ન હોઈ શકે: ભરત ગાજીપરા આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન લાંબા સમય સુધી શાળાઓ બંધ રહેવાના કારણે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેની એકાગ્રતા, લેખન ક્ષમતા, સામાજિક સંવાદ અને શિસ્ત જેવા અનેક પાસાઓ પર વિપરીત અસર પડી હતી. ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓમાં મૂળભૂત શૈક્ષણિક કૌશલ્યોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે-તે સમયે ઓનલાઇન શિક્ષણ એક વૈકલ્પિક વ્યવસ્થા જરૂર હતી, પરંતુ તે પ્રત્યક્ષ શિક્ષણનો સંપૂર્ણ વિકલ્પ ક્યારેય બની શકે નહીં. માસ પ્રમોશન મેળવનારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં મુશ્કેલી મહામંડળે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના કાળ દરમિયાન બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ માસ પ્રમોશનથી પાસ કરવામાં આવ્યા હતા. પરિણામે, આવા વિદ્યાર્થીઓને હવે ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યા બાદ વિષયોની મૂળભૂત સમજણમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. કોલેજ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં આવા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક માહોલમાં ટકી રહેવા માટે વધારાના પ્રયાસો કરવા પડી રહ્યા છે, જે શિક્ષણની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રમાં રાખી નિર્ણયો લેવા સરકારને અપીલ નવા શૈક્ષણિક સત્રની શરૂઆતને ધ્યાનમાં રાખીને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સમયસર શાળાઓ શરૂ કરી ઑફલાઇન શિક્ષણને જ પ્રાથમિકતા આપવાની માગ ઉઠાવી છે. મહામંડળનું સ્પષ્ટ માનવું છે કે, કોરોના કાળ દરમિયાન ઓનલાઇન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓને થયેલી શૈક્ષણિક, માનસિક અને વ્યવહારિક ક્ષતિઓની સંપૂર્ણ ભરપાઈ આજદિન સુધી શક્ય બની નથી. આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રમાં રાખી શિક્ષણ ક્ષેત્રે સમયબદ્ધ અને હિતકારી નિર્ણયો લેવા સરકારને અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    IMD predicts relief from heatwave in North India; rain likely to hit multiple states
    Next Article
    બકરી ઈદ નિમિત્તે અબોલ પશુઓ માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન:પશુઓને 2621 કિલો ફ્રુટ, 500 કિલો શાકભાજી ખવડાવવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment