Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજય આજે તમિલનાડુ CM તરીકે શપથ લેશે:60 વર્ષ પછી બિન-દ્રવિડ પક્ષના CM; TVKનું કોંગ્રેસ સહિત 5 પક્ષો સાથે ગઠબંધન

    7 hours ago

    તમિલનાગા વેત્રી કઝગમ (TVK) ના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા સી. જોસેફ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી હશે. વિજય આજે સવારે 10 વાગ્યે ચેન્નઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રાજ્યના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે. વિજયે શનિવારે રાજભવન પહોંચીને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને TVK, કોંગ્રેસ, CPI, CPM, VCK અને IUML ના 121 ધારાસભ્યોના સમર્થન પત્રો સુપરત કર્યા. ત્યારબાદ રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. વિજયની બે વર્ષ જૂની પાર્ટી TVK એ તેની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં 234 માંથી 108 બેઠકો જીતીને એક મોટો રેકોર્ડ બનાવ્યો. સહયોગી પક્ષોના સમર્થન પછી વિજય પાસે 121 ધારાસભ્યોનું સમર્થન છે. બહુમતી માટે 118 બેઠકોની જરૂર હોય છે. તમિલનાડુમાં 1967 પછી એટલે કે લગભગ 60 વર્ષ પછી બિન-દ્રવિડ પક્ષના મુખ્યમંત્રી હશે. આ પહેલા 1963-1967 સુધી કોંગ્રેસ સરકારમાં એમ. ભક્તવત્સલમ મુખ્યમંત્રી હતા. તમિલનાડુમાં વિજયના CM શપથવિધિ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાત ધખધખ્યું, 12 જિલ્લામાં આજે હીટવેવનો ખતરો, દિલ્હીમાં આતંકવાદી હુમલાનું હાઈ એલર્ટ, પંજાબમાં AAP મંત્રીની ધરપકડ
    Next Article
    Vijay Oath Ceremony LIVE Updates: Vijay To Be Sworn In Today, Rahul Gandhi To Be Present

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment