Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેકેશન ન લંબાવવા CM-શિક્ષણમંત્રીને પત્ર:રાજ્યની 53000 શાળાઓના 1.04 કરોડ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનથી નુકસાન, પ્રત્યક્ષ શિક્ષણ જ આપવા ખાનગી શાળા સંચાલક મહામંડળની માગ

    2 दिन पहले

    ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવવાના બદલે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ નિયમિત સમયસર એટલે કે આગામી 8 જૂનથી જ કરવા માટે કાજકોટના શાળા સંચાલકોએ સરકાર સમક્ષ મોરચો માંડ્યો છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને ઓનલાઇન એજ્યુકેશનના બદલે વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ આપવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની ઉગ્ર માગ કરી છે. સંચાલકોનું સ્પષ્ટ માનવું છે કે કોરોના કાળ દરમિયાન ઓનલાઇન શિક્ષણથી ભણતર પર જે નકારાત્મક અસરો પડી હતી, તેમાંથી વિદ્યાર્થીઓ હજુ પણ સંપૂર્ણ બહાર આવી શક્યા નથી. નવું શૈક્ષણિક સત્ર સમયસર શરૂ કરવું કેમ જરૂરી? સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જતિન ભરાડે અને રાજકોટ મંડળના પ્રમુખ અવધેશ કાનગડે સંયુક્ત સ્તરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ સીબીએસઈ (CBSE) બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2027માં લેવાનારી પરીક્ષાઓ માટે શાળાઓ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરવો એક મોટો પડકાર છે. જો શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં વિલંબ થશે, તો અભ્યાસક્રમ પૂર્ણ કરવા સાથે રિવિઝન અને પ્રેક્ટિકલ તાલીમ માટે પૂરતો સમય મળશે નહીં, જેનો સીધો પ્રભાવ વિદ્યાર્થીઓના પરિણામો પર પડશે. શૈક્ષણિક સત્રનો દરેક દિવસ વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વનો છે. શાળા માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતી સંસ્થા નથી: ડી. વી. મહેતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી. વી. મહેતાએ વર્ગખંડના શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, શાળા માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતી સંસ્થા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંવાદક્ષમતા, આત્મવિશ્વાસ અને સામાજિક મૂલ્યો વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. કોરોના દરમિયાન લાંબા સમય સુધી વિદ્યાર્થીઓ વર્ગખંડથી દૂર રહ્યા હોવાથી તેમના અભ્યાસ પ્રત્યેના લગાવ અને નિયમિતતામાં મોટો ઘટાડો નોંધાયો હતો. ઓનલાઇન શિક્ષણ અને માસ પ્રમોશનથી પાયો નબળો પડ્યો: ભરત ગાજીપરા આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન આપવામાં આવેલા ઓનલાઇન શિક્ષણ અને પરીક્ષા લીધા વિના અપાયેલા માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓની લેખન ક્ષમતા અને એકાગ્રતા પર વિપરીત અસર પડી છે. આવા વિદ્યાર્થીઓને હવે ઉચ્ચ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યા બાદ વિષયોની મૂળભૂત સમજણમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. રાજકોટ મંડળના હોદ્દેદારોના જણાવ્યા મુજબ, ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને ભાષાકીય વિષયોમાં વિદ્યાર્થીઓનું મૂળભૂત જ્ઞાન નબળું હોવાથી તેમને હવે સ્પર્ધાત્મક માહોલમાં ટકી રહેવા માટે વધારાની મહેનત કરવાની ફરજ પડી રહી છે. પ્રત્યક્ષ શિક્ષણ માનસિક અને સામાજિક ઘડતર માટે અનિવાર્ય રાજકોટ મંડળના મહામંત્રી ઉર્વિશભાઇ પટેલ અને ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, વર્ગખંડનું વાતાવરણ, શિક્ષકો સાથેનો સીધો સંપર્ક અને મિત્રો સાથેનો શૈક્ષણિક સંવાદ વિદ્યાર્થીઓને વધુ સક્રિય અને આત્મવિશ્વાસી બનાવે છે. તેથી શિક્ષણ વ્યવસ્થામાં સમયબદ્ધતા જાળવી રાખવી એ આજની અનિવાર્ય આવશ્યકતા છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રમાં રાખી નિર્ણયો લેવા સરકારને અપીલ આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતની 8,500 ખાનગી શાળાઓના અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓના સર્વાંગી હિત માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા તેમજ સમગ્ર શિક્ષણ વિભાગને પત્ર પાઠવીને સમયસર શાળાઓ શરૂ કરવા અંગે ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવા સામૂહિક વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Congress Delhi Meeting LIVE : राहुल गांधी से मुलाकात के लिए दिल्ली पहुंचे सिद्धारमैया? अटकलें तेज |
    Next Article
    Uttar Pradesh Crime News | મથુરામાં ભંડારામાં 2 પક્ષો વચ્ચે મારામારી |Clash |Crime News |Viral Video

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment