Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આવતીકાલે ભાજપની પદયાત્રા:'લોકતંત્ર બચાવો-અરાજકતા હટાવો' પદયાત્રામાં CM હાજર નહીં રહે, સૌરાષ્ટ્રનાં 50થી વધુ MLA અને 10 કરતા વધુ સાંસદ વિપક્ષનો વિરોધ કરશે

    14 hours ago

    રાજકોટમાં 'લોકતંત્ર બચાવો-અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત આવતીકાલે મંગળવારે સાંજે 4:30 કલાકે બહુમાળી ભવન ચોકથી ભાજપ દ્વારા ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ દિલ્હી ખાતે પાણીની સ્થિતિ અંગેની બેઠકમાં ભાગ લેવાના હોવાથી તેમનો રાજકોટનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. હવે પ્રદેશ પ્રભારી તરુણજી ચુઘ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં આ અભિયાન આગળ વધશે. જેમાં સૌરાષ્ટ્રનાં 50થી વધુ MLA અને 10 કરતા વધુ સાંસદ વિપક્ષનો વિરોધ કરશે. આવતીકાલે બપોરે 3 વાગ્યા આસપાસ બહુમાળી ચોક, સરદાર પટેલની પ્રતિમા પાસે સભા યોજ્યા બાદ આ પદયાત્રા યોજાશે. જે જિલ્લા પંચાયત ચોક, સર્વેશ્વર ચોક, રામકૃષ્ણ આશ્રમ અને માલવીયા ચોક થઈને ત્રિકોણબાગ સુધી પહોંચશે. આ વિશાળ જનસમર્થન યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, નિમુબેન બાંભણીયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ સૌરાષ્ટ્ર ઝોનના સાંસદો, ધારાસભ્યો અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. વિપક્ષ દ્વારા ચૂંટણી પંચ અને સરકાર વિરુદ્ધ ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી તથા અરાજકતાના પ્રયાસોનો પર્દાફાશ કરવાના હેતુથી આ કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. ભાજપના આ અભિયાનને સાધુ-સંતો, બૌદ્ધિક નાગરિકો, વકીલો, ડૉક્ટરો, ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ વેપારી એસોસિએશનો અને શૈક્ષણિક સંસ્થાઓનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે, જેના કારણે બહુમાળી ભવનથી લઈ ત્રિકોણબાગ સુધીનો માર્ગ કાર્યકર્તાઓથી ઉભરાઈ જશે. જેને લઈને પોલીસ દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવતા વાહનચાલકોને મુશ્કેલી પડે તેવી પણ શક્યતા છે. બીજીતરફ દિવાળીના તહેવારોની ખરીદી અને ઘરાકીના પીક ટાઇમે યોજાનારી આ પદયાત્રાને લઈને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. યાજ્ઞિક રોડ અને માલવીયા ચોક જેવા વ્યસ્ત અને મુખ્ય વેપારી વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થવાની હોવાથી અને વીઆઈપી બંદોબસ્ત તેમજ ભીડના કારણે સાંજના સમયે રહેતી ગ્રાહકોની અવરજવર અટકશે. જેનાથી ધંધા-રોજગાર અને ટ્રાફિક વ્યવસ્થા પર માઠી અસર પડવાની વેપારીઓ ભીતિ સેવી રહ્યા છે. જોકે આ બાબતે કોઈપણ વેપારી બોલવા માટે તૈયાર નથી.
    Click here to Read More
    Previous Article
    કોલસાની કટોકટી અને ઊર્જા સંકટની અસર:સુરતમાં દિવાળી પર સરકારી ઈમારતો પર થતી રોશનીના દિવસો ઘટશે, હવે માત્ર ત્રણ-ચાર દિવસ જ ઝગમગશે શહેર
    Next Article
    ગાંધીનગરને દિવાળી પહેલા મળશે નવા શાસકો:મનપાની આગામી 3જી નવેમ્બરે યોજાનાર સભામાં મેયર અને ચેરમેનના નામ પરથી પડદો ઉઠશે, એજન્ડા જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment