Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિમંતા બીજી વાર આસામના CM પદના શપથ લેશે:4 મંત્રી પણ બનશે, PM મોદી સહિત NDAના ઘણા મોટા નેતાઓ સામેલ થશે

    2 days ago

    હિમંતા બિસ્વા સરમા આજે 11 વાગ્યે બીજી વખત આસામના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે અન્ય 4 ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે. સમારોહમાં PM મોદી સહિત NDA શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. કાર્યક્રમ માટે ગુવાહાટીના ખાનાપારા વેટરનરી કોલેજ ગ્રાઉન્ડમાં સોમવારે જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. રવિવારે આસામમાં ભાજપની ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી, જેમાં હિમંતાને ફરીથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારે રાત્રે જ પહોંચી ગયા હતા. CM સાથે 4 મંત્રી શપથ લેશે હિમંતાએ સોમવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નેઓગ મારી સાથે મંત્રી પદના શપથ લેશે. આ ઉપરાંત રણજીત દાસ આસામ વિધાનસભાના સ્પીકર હશે. આ પહેલાં હિમંતાએ રવિવારે કહ્યું હતું કે મંત્રીમંડળમાં લગભગ 18-19 મંત્રીઓ હોઈ શકે છે, પરંતુ અમે નવા ચહેરાઓને સામેલ કરીશું અથવા અનુભવી લોકોને જાળવી રાખીશું, તે અમને મળનારા માર્ગદર્શન પર આધાર રાખશે. આસામમાં ત્રીજી વખત ભાજપ સરકાર આસામમાં પણ હિમંતા સરકારની વાપસી થઈ છે. ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે. ભાજપે અહીં એકલા હાથે 82 બેઠકો જીતી, જે બહુમતીના આંકડા કરતાં 18 વધુ છે. વર્તમાન ભાજપ સરકારનો કોઈ પણ મંત્રી ચૂંટણી હાર્યો નથી. આવું દેશમાં પહેલીવાર બન્યું. પૂર્વોત્તરમાં હિમંતા ભાજપનો ચહેરો પૂર્વોત્તર ભારતમાં ભાજપ અને NDAની વધતી તાકાત પાછળ હિમંત બિસ્વા સરમાને મહત્વપૂર્ણ રણનીતિકાર માનવામાં આવે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી, તેમણે 'નોર્થ-ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ' (NEDA)ના સંયોજક તરીકે સમગ્ર ક્ષેત્રમાં પ્રાદેશિક પક્ષોને એક સામાન્ય મંચ પર લાવવામાં મોટી ભૂમિકા ભજવી. સરમાની જમીની સ્તર પરની પકડ અને કઠિનથી કઠિન રાજકીય પરિસ્થિતિઓમાં ગઠબંધન બનાવવાની ક્ષમતાએ પૂર્વોત્તરમાં ભાજપ માટે 'અજેય' દ્વાર ખોલી દીધા છે. પૂર્વોત્તરના તમામ આઠ રાજ્યો (આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમ)માં ભાજપ અથવા એનડીએ સમર્થિત ગઠબંધનની સરકારો છે. નવી વિધાનસભામાં 7 મહિલાઓ, ભાજપનો 92.1% સ્ટ્રાઈક રેટ આસામમાં BJPની જીતના 4 મોટા ફેક્ટર 1. સીમાંકન પછી 36% મુસ્લિમ બહુમતીવાળી બેઠકો ઘટી- 2023માં આસામમાં સીમાંકન થયું અને વિધાનસભા બેઠકોની સીમાઓ ફરીથી નક્કી કરવામાં આવી. ST, SCની અનામત બેઠકો અને બોડોલેન્ડ ટ્રાઇબલ રિજનની બેઠકો વધી, પરંતુ મુસ્લિમ બહુમતીવાળી બેઠકો 41થી ઘટીને 26 થઈ ગઈ. રાજકીય વિશ્લેષક અશોક મલિકના મતે, ‘નવી સીમાઓએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોના પ્રભાવને મર્યાદિત કરી દીધો. સાથે જ તે બેઠકોને પણ ફરીથી ગોઠવી જ્યાં આસામી મુસ્લિમો ઓછા થઈ રહ્યા હતા. આનાથી હિમંતને તે બેઠકો પર સરસાઈ મળી જ્યાં પહેલા ભાજપ નબળી હતી.’ 2. કોંગ્રેસ અને AIUDFના મુસ્લિમ વોટ વહેંચાયા, ભાજપને ફાયદો- 2021માં કોંગ્રેસ અને બદરુદ્દીન અજમલની AIUDF એ સાથે ચૂંટણી લડી હતી. તેમને બંગાળી મુસ્લિમોના 89% અને આસામી મુસ્લિમોના 65% વોટ મળ્યા હતા. 2026માં આ બંને જૂથો અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. રાજકીય વિશ્લેષક ડો. જયદીપ બરુઆના મતે, 'હિમંતા મુસ્લિમ સમુદાયની અંદર બે જૂથો બનાવવામાં સફળ રહ્યા છે. પહેલા તેમણે બાંગ્લાદેશથી આવેલા 'મિયાં મુસ્લિમો'ને આસામી મુસ્લિમો માટે ખતરો ગણાવ્યા. પછી આસામી મુસ્લિમોને વિશેષ દરજ્જો આપીને, તેમને પોતાના પક્ષમાં સુરક્ષિત કરી લીધા.' 3. હિમંતા બિસ્વ સરમાની લોકપ્રિયતા અને હિન્દુ મતોનું ધ્રુવીકરણ- હિમંતા બિસ્વ સરમાની રેલીઓમાં ઉમટી પડેલી ભીડ મતોમાં પરિવર્તિત થઈ ગઈ. તેમણે બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો. તેનાથી અસમિયા સંસ્કૃતિ, પરંપરા અને ભાષાને ખતરો હોવાનું જણાવ્યું. તેમણે દાવો કર્યો કે દર અઠવાડિયે 35-40 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પાછા મોકલી રહ્યા છે. આનાથી હિન્દુ મતોમાં ભાજપની પકડ મજબૂત થતી ગઈ. રાજકીય નિષ્ણાત અદિપ ફુકન અનુસાર, આસામમાં પહેલીવાર આખી ચૂંટણી હિમંતાના ચહેરા પર લડવામાં આવી. તેઓ પોતાના આકરા નિવેદનોથી પોતાને યોગી જેવા કટ્ટર નેતા તરીકે સ્થાપિત કરવામાં સફળ રહ્યા. 4. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભાજપમાં આવ્યા- ચૂંટણી પહેલા જ કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ ભૂપેન કુમાર બોરાહ અને પ્રદ્યુત બોરદોલોઈએ ભાજપમાં જોડાયા. આનાથી કોંગ્રેસનો આંતરિક કલહ અને રાજકીય નબળાઈ સામે આવી. કોંગ્રેસે આ વખતે પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈની આગેવાની હેઠળ ચૂંટણી લડી. નિષ્ણાતો માને છે કે મે 2025માં આસામ કોંગ્રેસ અધ્યક્ષ બનેલા ગૌરવ હિમંતા સામે પોતાને સ્થાપિત કરી શક્યા નહીં. --------------------------------------------
    Click here to Read More
    Previous Article
    ચોમાસું 4 દિવસ વહેલું આવવાનું અનુમાન:યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ; રાજસ્થાનનું બાડમેર બીજા દિવસે સૌથી ગરમ, પારો 47.3°C
    Next Article
    'દુનિયાની કોઈ શક્તિ ભારતને દબાવી શકે નહીં':સોમનાથમાં મોદી: આધ્યાત્મિકતાથી લઈ ભારતની પરમાણુ શક્તિ સુધીની વાતો ને અંતે હરહર મહાદેવનો નાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment