Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટનશીપ જતા જ મહારાષ્ટ્રના CMને મળ્યો સૂર્યા:ક્રિકેટથી લઈને રાજકારણમાં ખળભળાટ, પોલિટિકલ પાવર બતાવ્યો કે ભાજપમાં જોડાશે? અચાનક હકાલપટ્ટી પાછળ શું કારણ?

    1 week ago

    ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર બેટર અને પૂર્વ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને આજે થયેલી જાહેરાત પ્રમાણે T20ના કેપ્ટન પદેથી હટાવી દેવાયો છે. આ ઉપરાંત તેને ટીમમાં પણ સ્થાન મળ્યું નથી. આ દરમિયાન 5 તારીખના રોજ તેણે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. CMO મહારાષ્ટ્રના હેન્ડલ પરથી X પર પોસ્ટ થઈ છે. તેમાં દેવેન્દ્ર ફડણવીસે સૂર્યા સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. ત્યારે હવે આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. સૂર્યાને T20 કેપ્ટન પદ પરથી હટાવવા અને આગામી મેચની ટીમમાં સ્થાન ન મળવા વચ્ચે આવેલી આ તસવીરે સોશિયલ મીડિયામાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ મુલાકાતને લઈને પોતપોતાની રીતે અલગ-અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. સૌથી પહેલા સૂર્યાનો CM ફડણવીસ સાથેનો ફોટો જુઓ… BJPમાં જોડાવવાને લઈને યુઝર્સે કમેન્ટ્સ કરી CMO મહારાષ્ટ્રના હેન્ડલ પરથી થયેલી પોસ્ટમાં લોકો અંદર અવનવા કમેન્ટ્સ કરી રહ્યા છે. જેમાં એક યુઝરે સીધું લખી દીધું...'MLA Suryakumar Yadav'. તો બીજા અન્ય એક યુઝરે લખ્યું કે ‘હવે તેની કરિયર હવે પૂરી થવાના નજીક છે…લાગે છે કે તે હવે ભાજપમાં જોડાઈ જશે.’ કેપ્ટનશીપને લઈને અમુક યુઝર્સે ટોણા માર્યા સૂર્યકુમાર યાદવને T20ની કેપ્ટનશીપમાંથી અને ટીમમાંથી બહાર કરી દેવાના રિપોર્ટ્સ ઘણા દિવસોથી આવતા હતા. ત્યારે આ ફોટો પોસ્ટ થયો, તેની અંદર અમુક યુઝરે તેને સૂર્યાના કેપ્ટનપદ સાથે જોડી દીધું. અમુક યુઝરે ટોણા મારતા લખ્યું કે, 'T20ની કેપ્ટનશીપ બચાવવા માટે તે સ્ટ્રગલ કરી રહ્યો છે.' તો અન્ય એક યુઝરે રમૂજમાં લખ્યું, 'તે સામાન્ય રીતે ટીમની કેપ્ટનશીપ પાછી મેળવવા માટે ‘ભલામણ’નો ઉપયોગ કરી રહ્યો છે.' બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘સૂર્યકુમાર યાદવે પોતાની કેપ્ટનશીપ તાત્કાલિક પાછી મેળવવા માટે અત્યારે જ BJPમાં જોડાઈ જવું જોઈએ’ ચીફ સિલેક્ટરે સૂર્યાને હટાવવા પાછળ જણાવ્યું કારણ… ચીફ સિલેક્ટર અજીત અગરકરે ખરાબ ફોર્મને પણ સૂર્યાને ડ્રોપ કરવા પાછળનું એક મુખ્ય કારણ ગણાવ્યું છે. અજીત અગરકરે સૂર્યકુમાર યાદવ અંગે વાત કરતા જણાવ્યું કે, ‘આ નિર્ણય સરળ નહોતો, ખાસ કરીને ત્યારે જ્યારે આપણે હમણાં જ વર્લ્ડ કપ જીત્યા હોઈએ. પરંતુ તમે દરેક વર્લ્ડ કપ પછી આગળની રણનીતિઓ પર વિચાર કરો છો કે સૌથી શ્રેષ્ઠ નિર્ણય શું હોઈ શકે છે. આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા અમને લાગ્યું કે આ જ સૌથી યોગ્ય નિર્ણય હશે. ત્યારે શ્રેયસ એક સંપૂર્ણ હકદાર કેપ્ટન છે.’ સૂર્યા ખરાબ ફોર્મના કારણે બહાર થયો 35 વર્ષીય સૂર્યાનું તાજેતરનું ફોર્મ ખરાબ રહ્યું છે. આ કારણે પણ તેને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. તેણે T20 વર્લ્ડ કપ 2026માં 9 ઇનિંગ્સમાં 136.72ના સ્ટ્રાઇક રેટથી 242 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, IPLની 13 ઇનિંગ્સમાં પણ તે 20.76ની ખરાબ સરેરાશથી માત્ર 270 રન જ બનાવી શક્યો હતો. તે માત્ર 2 વખત જ 50 રનના આંકડા સુધી પહોંચી શક્યો હતો. સૂર્યાએ વર્લ્ડ કપ જીતાડ્યો, કેપ્ટનશીપમાં 80% મેચ જીત્યા વેસ્ટ ઇન્ડીઝમાં 2024 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ T20માંથી નિવૃત્તિ લઈ લીધી હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવને ભારતની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. સૂર્યાની કેપ્ટનશીપમાં ભારતે આ જ વર્ષે 8 માર્ચે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારત પોતાના ટાઈટલને ડિફેન્ડ કરનાર અને સતત બે T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર દુનિયાનો પહેલો દેશ પણ બન્યો. સૂર્યાની કેપ્ટનશીપમાં ભારતે 52 T20 મેચ રમી. તેમાં 42 જીત્યા, 8 હાર્યા અને 2 મેચનું કોઈ પરિણામ આવ્યું નહીં. તેની જીતની ટકાવારી 80.76% છે. સૂર્યકુમારની આગેવાનીમાં ભારતે 2026 T20 વર્લ્ડ કપ, 2025 એશિયા કપ પોતાના નામે કર્યા હતા. ---------------------------------- ક્રિકેટ સંબંધિત આ સમાચાર પણ વાંચો… વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ટીમમાં સિલેક્ટ થનાર સૌથી યુવા ક્રિકેટર:15 વર્ષ, 71 દિવસની ઉંમરે સિલેક્શન થયું; શ્રેયસ T20નો નવા કેપ્ટન વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારો અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. 15 વર્ષ અને 71 દિવસની ઉંમર ધરાવતા વૈભવની જૂન-જુલાઈમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝની સાથે-સાથે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પણ પસંદગી થઈ છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટની મેચ T20 ફોર્મેટમાં જ રમાય છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    IND vs AFG highlights, One-Off Test Match Day 1: India 368/3 at stumps vs Afghanistan in Mullanpur
    Next Article
    ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પહોંચ્યો ફેબિયો કોબોલી:સેમિફાઈનલમાંથી માટેઓ અર્નાલ્ડીએ નામ પાછું ખેંચ્યું; રવિવારે જર્મનીના ઝ્વેરેવ સામે મુકાબલો થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment