Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણસામાં CMની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાશે:રાજ્યભરમાં 20 હજાર સ્થળોએ યોગ કાર્યક્રમો, 2.5 કરોડથી વધુ લોકો જોડાવાની સંભાવના

    5 days ago

    ગાંધીનગરના માણસા ખાતે આ વર્ષે વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ભવ્ય રીતે યોજાશે. આગામી 21 જૂને યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હજારો યોગસાધકો એકસાથે યોગાભ્યાસ કરશે. આ વર્ષની ઉજવણીને 'Yoga for Healthy Aging' થીમ સાથે જોડવામાં આવી છે, જે વધતી ઉંમરમાં તંદુરસ્તી, માનસિક શાંતિ અને સક્રિય જીવનશૈલી માટે યોગના મહત્વને ઉજાગર કરશે. 20 હજાર સ્થળોએ એકસાથે યોગ કાર્યક્રમોનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિશ્વ યોગ દિવસને જનભાગીદારીના મહાઅભિયાનનું સ્વરૂપ આપવા માટે રાજ્યવ્યાપી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે ગુજરાતના શહેરો, તાલુકાઓ, ગામો, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને વિવિધ સંસ્થાઓ સહિત અંદાજે 20 હજાર સ્થળોએ એકસાથે યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અઢી કરોડથી વધુ લોકો જોડાય તેવી સંભાવના આ વર્ષે યોગ દિવસની ઉજવણીમાં અઢી કરોડથી વધુ લોકો જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગ સંગઠનો અને નાગરિકોના સહયોગથી યોગને લોકોના દૈનિક જીવનનો ભાગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચતનો સંદેશ યોગ દિવસની ઉજવણીને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સાથે પણ જોડવામાં આવી છે. કાર્યક્રમમાં ભાગ લેવા આવનારા લોકોને ઇંધણ બચતની તકેદારી રાખવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. લોકોને શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા સાયકલનો ઉપયોગ કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે, જેથી યોગ સાથે પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચતનો સંદેશ પણ સમાજ સુધી પહોંચાડી શકાય. રાજ્ય સરકારના આ આયોજનથી વિશ્વ યોગ દિવસ માત્ર એક દિવસની ઉજવણી નહીં રહે, પરંતુ સ્વસ્થ, સક્રિય અને પર્યાવરણપ્રેમી જીવનશૈલી તરફ સમાજને પ્રેરિત કરતું એક જનઆંદોલન બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું:2047 સુધીમાં દેશને વિશ્વનું અગ્રણી રાષ્ટ્ર બનાવવા નાગરિકોએ સામૂહિક સંકલ્પ લીધો, ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં
    Next Article
    Gippy Grewal worked as a guard in Canada despite massive hit: ‘Cleaned toilets for $13’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment