Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને CM ઉમિયાધામ માટે રવાના:1600 વિદ્યાર્થીઓ માટેની ભવ્ય હોસ્ટેલનું કરશે લોકાર્પણ, કમલમમાં ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરી

    4 days ago

    ગાંધીનગર સ્થિત કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા છે. તે ઉપરાંત મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્ર ચૌહાણ પણ બેઠકમાં ઉપસ્થિત છે. ભાજપના પીઢ નેતા સુરેન્દ્ર પટેલની પણ બેઠકમાં ખાસ હાજરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 18 જૂને યોજાનાર રાજ્યસભા સાંસદની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર, રાજકીય પરિસ્થિતિ અને રાજ્યના સંગઠનાત્મક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠકને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ હવે આગામી રાજકીય અને સંગઠનાત્મક આયોજન અંગે ચર્ચા થઈ રહી હોવાની શક્યતા છે. અમદાવાદના સોલા ઉમિયાધામમાં કરશે હોસ્ટેલનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા સોલા ઉમિયાધામ કેમ્પસ ખાતે અદ્યતન કુમાર અને કન્યા છાત્રાલયનું ભવ્ય લોકાર્પણ કરશે. ઊંઝા કડવા પાટીદાર સમાજના ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા તૈયાર કરાયેલા આ મેગા પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પાટીદાર સમાજના વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે. ₹4.33 લાખ ચોરસ ફૂટના ભવ્ય બાંધકામ સાથે તૈયાર થયેલી આ આધુનિક હોસ્ટેલથી અભ્યાસ અર્થે આવતા 1600 વિદ્યાર્થીઓને ફાઇવ સ્ટાર જેવી સ્માર્ટ સવલતો અને UPSC-GPSCની તૈયારી માટે વૈશ્વિક સ્તરનું વાતાવરણ મળશે. રાષ્ટ્રીય સુરક્ષા અને ઘૂસણખોરો સામે કડક વલણ આજે ગાંધીનગર સોનીપુરમાં સભાને સંબોધી પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા અમિત શાહે જણાવ્યું કે, "નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશના 80 ટકા ભૂભાગ પર ભાજપનું શાસન છે અને તાજેતરમાં જ બંગાળમાં પણ વિરોધીઓનું સૂપડું સાફ થઈ ગયું છે. અમે ચૂંટણીમાં વચન આપ્યું હતું તે મુજબ બાંગ્લાદેશ સીમા પર ફેન્સિંગ અને સુરક્ષા મજબૂત કરી રહ્યા છીએ. બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ માત્ર સાત જ દિવસમાં 600 હેક્ટર જમીન BSFને સોંપી દીધી છે. અમારી સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે કે, દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર 'ડેમોગ્રાફી ચેન્જ કમિશન' (જનસાંખ્યિકી બદલાવ સમિતિ)ની સ્થાપના કરી રહી છે, જે એક વર્ષમાં પોતાનો અહેવાલ આપશે અને ગેરકાયદેસર વસતિ સંતુલન રોકવા માટે નવો કાયદો બનાવવાની દિશામાં પણ કામ કરશે." અંતમાં, ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશનો સૌથી મોડેલ અને વિકસિત મતક્ષેત્ર બનાવવાની નેમ સાથે ગુજરાતના વહીવટી તંત્ર અને સ્થાનિક જનતાનો આભાર માન્યો હતો. 2029 પહેલાં દરેક ગામમાં બગીચો, તળાવ અને લાયબ્રેરી અમિત શાહે આગામી લક્ષ્યાંક આપતા મોટી જાહેરાત કરી કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશમાં વિકાસનો જે ચીલો ચાતર્યો છે તેનાથી આજે દરેક ગામ આત્મનિર્ભર બની રહ્યું છે. હું ખાતરી આપું છું કે 2029ની ચૂંટણી પહેલાં ગાંધીનગરના આ બંને મતક્ષેત્રોના દરેક ગામમાં અદ્યતન બગીચો અને તળાવ બનાવવાનું કામ પૂરું કરી દેવાશે. આ સાથે દરેક ગામની નાની લાયબ્રેરીને ગાંધીનગરની મેગા લાયબ્રેરી સાથે કમ્પ્યુટરથી જોડવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારનો યુવાન ગમે તે પુસ્તક મંગાવશે તો તે એક અઠવાડિયામાં તેના ગામ સુધી પહોંચી જશે." રાષ્ટ્રભક્ત વીર સાવરકરને જન્મજયંતિ પર નમન ગૃહમંત્રીએ પોતાના વક્તવ્યમાં સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને યાદ કરતા કહ્યું કે, “આજે વીર સાવરકરની જન્મતિથિ છે. તેઓ એવા પ્રખર રાષ્ટ્રભક્ત હતા જેમને કોઈ સરકારી સન્માનની જરૂર નહોતી, દેશનો બચ્ચો-બચ્ચો તેમને આદરથી વીર સાવરકર કહે છે. અંગ્રેજોએ જેમને એક જ જન્મમાં બે વખત આજીવન કેદ (કાળાપાણી)ની સજા ફટકારી હતી. જેલની દીવાલો પર પોતાના લોહીથી કાવ્યો લખનાર વીર સાવરકરે દેશની ભાષાઓ અને દલિત સમાજ માટે પતિત પાવન મંદિર બનાવી અસ્પૃશ્યતા વિરૂદ્ધ મોટું કામ કર્યું હતું.” ઓલમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા આજે મોડી સાંજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઓલમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ તેમજ વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સના આયોજન સંદર્ભે ગુજરાત દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તથા રમતગમત સત્તામંડળ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ધડાધડ ગોળીબાર કરનાર નિવૃત્ત DySPએ પોલીસ સ્ટેશન માથે લીધું, સાસુની નજર સામે પુત્રવધૂનું અપહરણ
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મનપામાં સૌરાષ્ટ્રીયન પટેલ પાવર યથાવત, ગેરકાયદે ગર્ભ પરીક્ષણના દર્દીનો સપ્લાયર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment