Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહ અને CMએ અમદાવાદમાં મતદાન કર્યું:સ્વ. વિજય રૂપાણીના પત્ની મતદાન સમયે ભાવુક બન્યા, 15 મનપામાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 10 ટકા મતદાન

    21 hours ago

    રાજ્યની 15 મહાનગરપાલિકામાં મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આકરી ગરમીની આગાહી વચ્ચે મતદારો વહેલી સવારે જ મતદાન કરવા પહોંચતા મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી રહી છે. પાલિકા-પંચાયતની યોજાઈ રહેલી ચૂંટણીને 2027 વિધાનસભા ચૂંટણીની સેમિફાઈનલ સમાન ગણવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં સૌથી વધુ નજર રાજ્યની 6 જૂની અને 9 નવી મળી 15 મહાનગરપાલિકા પર છે. 15 મહાનગરપાલિકામાં 43 બેઠક બિનહરીફ થઈ હોય હવે 1001 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. આ તમામ બેઠક પર 1.10 કરોડથી વધુ મતદારો કૂલ 3145 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. નવરચિત 9 મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી આ વખતે રાજ્યમાં 6 જૂની (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર) મહાનગરપાલિકા અને 9 નવી (નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદ) મહાનગરપાલિકા મળી કૂલ 15ની ચૂંટણી યોજાઈ રહી છે. શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત હોય 15વર્ષના લાંબાગાળા બાદ 2025માં નવી 9 મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. આ પહેલા વર્ષ 2002માં જૂનાગઢ અને છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટ પર મતદાન ભાજપ માટે સત્તા જાળવવાનો, કોંગ્રેસ માટે કમબેક અને આપ માટે પગ જમાવવાનો પડકાર રાજ્યની જે જૂની આઠ મહાનગરપાલિકા છે તે તમામમાં હાલ ભાજપનું શાસન છે. હાલ જે 6 જૂની મનપાની ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. જ્યારે સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં તો 30 વર્ષથી ભાજપનું શાસન છે. શહેરી વિસ્તારમાં ભાજપા સતત મજબૂત થઈ રહ્યી છે તો બીજી તરફ કોંગ્રેસ સતત નબળી પડતી ગઈ છે. ત્યારે કોંગ્રેસ માટે કમબેક કરવાનો મોટો પડકાર છે. તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહી છે. 2021માં આમ આદમી પાર્ટીને 13.91 ટકા મત મળ્યા હતા. સુરત મનપામાં 27 બેઠક પણ જીતી હતી. જુઓ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને મહેસાણા મનપામાં હરિફ ઉમેદવારોની ફોટો સાથેની યાદી
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની 72 બેઠક પર મતદાન:વોર્ડ-15ના કોંગ્રેસ ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત 20ની અટકાયત; મોદી સ્કૂલમાં ફોન લઈ જવા બાબતે માથાકૂટ
    Next Article
    સિદ્ધપુરમાં મતદાન માટે લાઈનો લાગી:9 વાગ્યા સુધીમાં 8.77 ટકા મતદાન; વરરાજાએ વોટનું મહત્વ અને જાગૃતિનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment