Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને રક્ષાબંધન ભેટ:14 મતવિસ્તારો માટે ₹28 કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે વેગ

    7 hours ago

    પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતી તમામ મહિલા ધારાસભ્યોને વિશેષ વિકાસલક્ષી ભેટ આપી છે. રાજ્યની કુલ 14 મહિલા ધારાસભ્યોના મતવિસ્તારોમાં રોડ-રસ્તા અને માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે કુલ 28 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત પ્રત્યેક મહિલા ધારાસભ્યને તેમના વિસ્તારમાં લોકહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે 2 કરોડ રૂપિયાની માતબર રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની 14 મહિલા ધારાસભ્યોને ₹2-2 કરોડની ફાળવણી મુખ્યમંત્રી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, રાજ્યના શહેરી વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતી 9 અને ગ્રામ્ય વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતી 5 મળીને કુલ 14 મહિલા ધારાસભ્યોને આ વિશેષ ગ્રાન્ટનો લાભ મળશે. તમામ ધારાસભ્યોને પ્રત્યેક 2 કરોડ રૂપિયા લેખે કુલ 28 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટની મદદથી મહિલા જનપ્રતિનિધિઓ પોતાના મતવિસ્તારમાં પ્રાથમિકતાના ધોરણે રોડ નેટવર્ક, પેવર બ્લોક, ડ્રેનેજ અને અન્ય પાયાની માળખાકીય સુવિધાઓના વિકાસ કામો સરળતાથી મંજૂર કરાવી શકશે. સ્થાનિક કનેક્ટિવિટી સુધારવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા નિર્ણય મહિલા ધારાસભ્યોને આપવામાં આવેલી આ વધારાની ગ્રાન્ટનો મુખ્ય હેતુ સ્થાનિક કક્ષાએ નાગરિકોની જરૂરિયાતો અનુસાર માર્ગ સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે. અંતરિયાળ વિસ્તારો તેમજ શહેરી સોસાયટીઓમાં રસ્તાઓના નવીનીકરણ અને વિસ્તરણના કામોને આ નાણાકીય સહાયથી મોટો વેગ મળશે, જેનાથી સ્થાનિક વાહનવ્યવહાર અને કનેક્ટિવિટી વધુ સુગમ બનશે. જનહિતલક્ષી પહેલથી મતવિસ્તારના વિકાસ કામો ઝડપી બનશે સરકારના સત્તાવાર નિવેદન મુજબ, રક્ષાબંધનના પવિત્ર અવસરે મહિલા લોકપ્રતિનિધિઓને સશક્ત બનાવવા અને તેમના મતવિસ્તારના વિકાસને નવી ગતિ આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ વિશેષ બજેટ ફાળવણીથી મહિલા ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં પેન્ડિંગ પડેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તાત્કાલિક ધોરણે શરૂ કરાવી શકશે, જેને સમગ્ર રાજ્યમાં એક પ્રશંસનીય અને જનકલ્યાણકારી પહેલ તરીકે આવકારવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કડીના દેઉસણામાં બાવળની ઝાડીઓમાં ધમધમતી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી:4400 લિટર આથો અને 23 પીપનો સ્થળ પર જ નાશ, બૂટલેગર ફરાર; 1.12 લાખનો મુદ્દામાલ કબ્જે
    Next Article
    350 से अधिक की मौत, 1500+ लापता, आसान नहीं है नेपाल का इस आपदा से उबरना

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment