Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થલાપતિ વિજય વિરુદ્ધ હરીફ ઉદયનિધિ સ્ટાલિનનો માસ્ટરપ્લાન:CMની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ત્રિશાને ફિલ્મ માટે 12 કરોડની ઓફર; હારનો બદલો લેવા દાવ ખેલ્યાની ચર્ચા

    8 hours ago

    સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયે જ્યારથી તમિલનાડુની ચૂંટણીમાં બહુમત મેળવીને મુખ્યમંત્રી બન્યા છે, ત્યારથી જ સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણન ચર્ચામાં છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાની ચર્ચાઓ વાયુવેગે ફેલાઈ રહી છે, તેવામાં હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રિશાને વિજયના રાજકીય હરીફ અને એક્ટર-ફિલ્મમેકર ઉદયનિધિ સ્ટાલિને 12 કરોડ રૂપિયાની ફિલ્મની ઓફર આપી છે. વિજયના હરીફે ત્રિશાને ફિલ્મ ઓફર કરી એનડીટીવી અનુસાર, ડીએમકેના પ્રમુખ નેતા અને એક્ટર ઉદયનિધિ સ્ટાલિને તેની આગામી મોટી ફિલ્મ માટે ત્રિશાનો સંપર્ક કર્યો છે. આ ફિલ્મમાં તેને મુખ્ય ભૂમિકા આપવાની તૈયારી છે. ઉદયનિધિ અને વિજયની પાર્ટીઓ વચ્ચે તમિલનાડુના રાજકારણમાં સીધો મુકાબલો છે. ‘પોન્નિયિન સેલ્વન’ પછી વધ્યો પાવર ત્રિશા કૃષ્ણન સાઉથ સિનેમાની સૌથી ડિમાન્ડિંગ એક્ટ્રેસિસમાંની એક છે. 'પોન્નિયિન સેલ્વન', 'ઘીલી' અને 'વરશમ' જેવી ફિલ્મો દ્વારા તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તાજેતરના દિવસોમાં તેની લોકપ્રિયતા અને ફી બંનેમાં મોટો ઉછાળો આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, તેઓ હવે પ્રતિ ફિલ્મ 10 થી 12 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે. ઉદયનિધિના પ્રોજેક્ટને તેની આ વધતી સ્ટાર પાવર સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. વિજયના શપથ ગ્રહણ સમારોહમાં ભાવુક થઈ હતી થોડા સમય પહેલા થલપતિ વિજય મુખ્યમંત્રી બન્યા પછી, તેના શપથ ગ્રહણ સમારોહમાં ત્રિશા પણ પહોંચી હતી. ત્યાં વિજયને મુખ્યમંત્રીની ખુરશી પર જોઈને તેની ભાવુક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. પડદા પર પણ વિજય અને ત્રિશાની જોડી હંમેશા હિટ રહી છે. વિજયે ત્રિશા માટે નિયમો બદલ્યા તમિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી, થલપતિ વિજયે ત્રિશા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે. વિજયે ત્રિશા કૃષ્ણનની ફિલ્મ 'કરપ્પુ' માટે સવારે 9 વાગ્યે સ્ક્રીનિંગ રાખવાની ખાસ પરવાનગી આપી છે, જ્યારે અત્યાર સુધી સાઉથમાં તેના પર પ્રતિબંધ હતો.
    Click here to Read More
    Previous Article
    PBKS vs MI IPL 2026 LIVE Score: Chahar cleans up Arya, Punjab (55/1) vs Mumbai at Dharamshala
    Next Article
    Editor's View: મિડલ ક્લાસના ખિસ્સે ઈન્ટરનેશનલ સર્જિકલ સ્ટ્રાઈક:મોંઘવારીની સુનામીની તૈયારીઓ? યુદ્ધથી થાળીમાં બોમ્બ ફૂટવાની ક્રોનોલોજી; ચીનમાં ટ્રમ્પ-જિનપિંગની ડીલ ને ખેડૂતોની અગ્નિપરીક્ષા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment