Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'Clicky Ponting'નો સનસનાટીભર્યો કાંડ!:ફિલ્ડરે ચપટી વગાડીને અમ્પાયરને ભ્રમિત કરાવીને બેટરને આઉટ કરાવ્યો, ક્રિકેટમાં ચિટિંગનો નવો રસ્તો અપનાવ્યો

    12 hours ago

    ઇંગ્લેન્ડના ક્લબ ક્રિકેટમાં એક એવો વિવાદ સામે આવ્યો છે, જેણે સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. આરોપ કોઈ બોલ ટેમ્પરિંગ, બોલ બદલવા કે પીચ સાથે ચેડાં કરવાનો નથી, પરંતુ ચપટી વગાડીને બેટરને આઉટ કરાવવાની કથિત ચાલનો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ આ ખેલાડીને નવું નામ મળી ગયું છે- ‘ક્લિકી પોન્ટિંગ’. શું છે આખો મામલો? સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે બોલ બેટર નોમાન શબ્બીરના બેટ પાસેથી પસાર થાય છે, ત્યારે સાલ્ટબર્નનો એક ફિલ્ડર પોતાની આંગળીઓ ચપટી વગાડે છે. આ પછી વિકેટકીપર જોશ બોવ્સ બોલને પકડી લે છે. સાલ્ટબર્નની ટીમ અપીલ કરે છે અને અમ્પાયર બેટર નોમાન શબ્બીરને આઉટ આપી દે છે. માનવામાં આવી રહ્યું છે કે આંગળીઓથી ચપટી વગાડીને હેતુ અમ્પાયરને એ વિશ્વાસ અપાવવાનો હતો કે બેટરથી બોલને એડ્જ થયો છે. સાલ્ટબર્ને આ મેચ 159 રનથી જીતી હતી અને ટીમ હાલમાં ડિવિઝન 2માં 17 પોઈન્ટ સાથે ટોચ પર છે. લીગે તપાસ શરૂ કરી લીગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તેમને શનિવારે રમાયેલી ડિવિઝન ટુ મેચમાં કથિત ઘટનાઓને લઈને ઔપચારિક ફરિયાદ મળી છે. લીગે કહ્યું કે આ મામલે સંપૂર્ણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જ્યાં સુધી ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ વધુ ટિપ્પણી કરવામાં આવશે નહીં. આ ઘટનાનો વીડિયો X પર ત્રણ મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રકાશનોએ પણ આ સમાચારને મુખ્યતાથી રજૂ કર્યા છે. BBCએ લીગ અને સાલ્ટબર્નનો સંપર્ક કર્યો છે, જ્યારે નોર્ટને આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. આખી સીઝનથી ચાલતી હતી કથિત ચાલ? નોર્ટનના ખેલાડી નોમાન શબીરનો દાવો છે કે આ કોઈ એક મેચની ઘટના નહોતી. તેના જણાવ્યા મુજબ, “પુરાવા દર્શાવે છે કે લગભગ દરેક ક્લબ સામે અને લગભગ દરેક મેચમાં આવું કરવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે જ્યારે આ ક્લિકિંગ બંધ થયું ત્યારે લાંબા સમય સુધી વિકેટ પણ ન મળી.” બીજી તરફ મિડિલ્સબ્રાના કેપ્ટન રોરી કોટ્રિલે પણ આરોપ લગાવ્યો કે તેની ટીમના બે કિશોર બેટર આ કથિત ચાલનો ભોગ બન્યા હતા. તેણે કહ્યું, “હું નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભો હતો અને મારી આંખો સામે આ બધું થતું જોયું. અમે મેચ 29 રનથી ગુમાવી દીધી. આ ખૂબ જ ચોંકાવનારું હતું.” વિકેટકીપરના આંકડા પર પણ ઉઠ્યા સવાલ આ વિવાદ બાદ સોલ્ટબર્નના વિકેટકીપર જોશ બોવ્સના આંકડા પણ ચર્ચામાં આવી ગયા છે. રેકોર્ડ મુજબ તેણે ગત આઠ મેચમાં 31 કેચ ઝડપ્યા છે, જ્યારે એક જ ઇનિંગ્સમાં 8 કેચ લેવાનું પરાક્રમ પણ કર્યું હતું. આ જ આંકડો હવે સવાલોના ઘેરામાં છે, કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ વિકેટકીપરે એક ઇનિંગ્સમાં સૌથી વધુ 7 શિકાર કરવાનો રેકોર્ડ છે, જેને વસીમ બારી, બોબ ટેલર, ઇયાન સ્મિથ અને રિડલી જેકબ્સ સંયુક્ત રીતે શેર કરે છે. સોશિયલ મીડિયા પર છવાયો 'ક્લિકી પોન્ટિંગ' વીડિયો વાઇરલ થયા બાદ આ મામલો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો. સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને ચર્ચિત બ્રોડકાસ્ટર પિયર્સ મોર્ગન સહિતની ઘણી મોટી હસ્તીઓએ પણ આના પર પ્રતિક્રિયા આપી હતી. રિપોર્ટ્સ અનુસાર વિવાદ વધ્યા બાદ સોલ્ટબર્ન ક્લબે પોતાની કેટલીક મેચના લાઈવસ્ટ્રીમ પણ વેબસાઈટ પરથી હટાવી દીધા છે. જ્યારે બ્રાયન ડિવાઈન સાસ જ્યોર્જિયા વોને તેમનો બચાવ કરતા કહ્યું કે આ મામલો “હદ કરતાં વધુ ચડાવી-બધાવીને રજૂ કરવામાં આવી રહ્યો છે” અને તે “પ્રામાણિક માણસ છે.” કોણ છે 'ક્લિકી પોન્ટિંગ'? બ્રિટિશ મીડિયા અનુસાર આ ખેલાડીનું નામ બ્રાયન ડિવાઈન છે. તે વ્યવસાયે પશુ ઓક્શન (Livestock Auction) કંપનીના ડાયરેક્ટર અને કંપની સેક્રેટરી છે. વિવાદ પર તેમની પ્રતિક્રિયા માંગવામાં આવી ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું, “સ્વાભાવિક રીતે હું આ મામલે કોઈ કમેન્ટ કરી શકું નહીં.” જોકે ઇન્ટરનેટે તેમને નવું નામ આપી દીધું છે- 'Clicky Ponting', જે ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટન રિકી પોન્ટિંગના નામ પરથી રાખ્યું છે.
    Click here to Read More
    Previous Article
    India news Live Updates, 29 July 2026: SC closes criminal case against former PM Manmohan Singh in coal block allocation case
    Next Article
    ચાંદી ₹1270 મોંઘી થઈને ₹2.19 લાખ પર પહોંચી:10 ગ્રામ સોનાનો ભાવ ₹178 વધીને ₹1.42 લાખ, કેરેટ મુજબ કિંમત જુઓ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment